“મા” કાર્ડ  મા વાત્સલ્ય  કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં કન્વર્ટ કરાવવા જિલ્લાવાસીઓને સીડીએચઓ  કવિતા દવેની  અપીલ

 

સરકાર દ્વારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ ” મા ” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી . આ તમામ યોજનાનું આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

(PMJAY – MA) માં સરકાર  દ્વારા સમાવેશ કરવામાં આવેલ છે . જેથી અગાઉ જે પરિવારો મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ યોજનામાં સમાવિષ્ટ છે તે તમામ કાર્ડ ધારકોએ ફેમીલીકાર્ડને આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY MA) માં કન્વર્ટ કરાવવાના રહે છે . મોરબી જિલ્લાના મુખ્યમંત્રી અમૃતમ ” મા ” યોજના અને મા વાત્સલ્ય યોજનાના આવા કાર્ડ ધારકોને જણાવવાનું કે તા .31માર્ચ પછી મુખ્યમંત્રી અમૃતમ  મા  યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ઉપયોગમાં લઇ શકાશે નહિ . આથી આવા તમામ પરિવારોને કાર્ડ કન્વર્ટ કરાવવા આથી અપીલ કરવામાં આવે છે.

આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY – MA) માં પરિવારના રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે તો આ મુજબ મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ  મા  યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ધરાવતા પરિવારોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY – MA) મા કન્વર્ટ કરાવી પરિવારના તમામ સભ્યોના વ્યક્તિગત (PMJAY – MA) કાર્ડ કરાવવાના રહેશે . આ કાર્યવાહી માટે પરિવારે પોતાનું જુનું મુખ્યમંત્રી અમૃતમ  મા  યોજના કે મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ , તેમજ રેશનકાર્ડ , રેશનકાર્ડમાં નામ મુજબના તમામ સભ્યોના આધારકાર્ડ , આવકનો દાખલો ( પરિવારની વાર્ષિક આવક   ( ચાર ) લાખ કરતા ઓછી હોવી જોઈએ તેમજ સીનીયર સિટીઝન માટે વાર્ષિક 6 ( છ ) લાખથી

ઓછી આવક હોવી જોઈએ ) વગેરે જરૂરી સાધનિક આધારો સાથે સરકાર માન્ય પ્રાઇવેટ એમ્પેનલ હોસ્પિટલ્સ સહિતના કેન્દ્રો ખાતે કન્વર્ટ કરાવવાની કાર્યવાહી કરવાની રહે છે . મોરબી જિલ્લામાં આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ , ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ , સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ , સમર્પણ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ , વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ ડીસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના વીસીઈ પાસે જઈ આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY – MA) માં કન્વર્ટ કરાવી પરિવારના તમામ સભ્યોના વ્યક્તિગત (PMJAY – MA) કાર્ડ કઢાવી શકાશે .

આ મુજબ કાર્ડ કન્વર્ટની કામગીરી કરાવવા તેમજ મોરબી જિલ્લાના આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY – MA) માં યોગ્યતા ધરાવતા અન્ય પરિવારોએ પણ સમયસર નવા કાર્ડ કઢાવી લેવા મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા જે . દવે દ્વારા તમામ લોકોને  અપીલ કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.