ગવર્નરની મંજૂરીના વાંકે છાત્રોની ડિગ્રી અટકી: પાંચ વર્ષથી ખઇઅ ભવનમાં
M.Phil ચાલુ છતાં હજુ સુધી ડિગ્રી ના મળતાં વિદ્યાર્થીઓમાં રોષ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી: વર્ષ ૨૦૧૪થી ડિગ્રી સર્ટીફીકેટ માટેની મંજૂરી નથી મેળવી
જેવી રીતે સમાજમાં ઘણી જ્ઞાતીઓને અસ્પૃશ્ય ગણવામાં આવે છે અને તેની સાથે વાટકી વ્યવહાર સહિતના વ્યવહારો કરવામાં આવતા નથી તેવી જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ એમબીએમાં પણ એમ.ફીલની ડિગ્રી અસ્પૃશ્ય બની હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે. યુનિવર્સિટીના એમબીએ ભવનમાં વર્ષ ૨૦૧૪થી એમ.ફિલનો કોર્ષ કાર્યરત છે.
તેમ છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટિફિકેટ મળ્યું નથી તેનું કારણ એ છે કે રાજ્યપાલની મંજૂરી નથી મળી. છેલ્લા ૫ વર્ષથી એમબીએ ભવનમાં વિદ્યાર્થીઓ એમ.ફિલ કરી રહ્યા છે પરંતુ ડિગ્રી સર્ટિફિકેટ ન મળતાં વિદ્યાર્થીઓનો રોષ સામે આવ્યો છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે આટલા વર્ષ સુધી ડિગ્રી સર્ટિફિકેટની મંજૂરી ના મેળવી શકતા યુનિવર્સિટીના સાતધીશો હવે કેટલો સમય ડિગ્રી સર્ટિફિકેટ ન આપી વિદ્યાર્થીઓને હેરાન કરશે?
જાણવા મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમબીએ ભવનમાં વર્ષ ૨૦૧૪માં એમ.ફિલનો કોર્ષ શરૂ થયો હતો દરમિયાન યુ.જી.સી પાસેથી એમ.ફિલના કોર્ષની મંજૂરી મળી હતી પરંતુ એમ.ફિલનો કોર્ષ પૂર્ણ થયા બાદ પાસ થતા વિદ્યાર્થીઓને માર્કશીટની સાથે ડિગ્રી સર્ટિફિકેટ પ્રાપ્ત થતું ન હતું. કામચલાઉ ધોરણે યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ ડીગ્રી સર્ટીફિકેટ આપવામાં આવતું હતું.
પરતું ફાઇનલ ડીગ્રી સેર્ટિફિકેટ ના મલતા વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા એમબીએના એમ.ફિલના કોર્ષ માટે વિદ્યાર્થીઓને ડિગ્રી સેર્ટિફિકેટ મળે તે માટે રાજ્યપાલની મંજૂરી લેવાની હોય છે આ બાબતે અગાઉ સિન્ડિકેટમાં ઠરાવ પણ થઈ ગયો હતો અને રાજ્યપાલને આ બાબતે પત્ર પણ મોકલાયો હતો પરંતુ આ બાબતે ફોલોઅપ ન લેવાતા છેલ્લા પાંચ પાંચ વર્ષથી એમબીએના એમ.ફિલના કોર્ષ માટે ડીગ્રી સર્ટિફિકેટની મંજુરી મળી નથી . જે સાબિત કરે છે કે રાજકારણ રમવામાં માહિર યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓની મુશ્કેલી બાબતે ઘોર બેદરકારી દાખવે છે.
એમબીએ ભવનમાં એમ.ફિલ કરી ચૂકેલા કેટલાક જુના વિદ્યાર્થીઓએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અમે વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૭માં એમ.ફિલ પૂરું કર્યુ પરંતુ હજુ સુધી અમને ડિગ્રી સેર્ટિફિકેટ મળ્યું નથી અને આ બાબતે અગાઉ રજુઆત પણ કરી હતી પરંતુ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કઈ નિર્ણય લેવાયો નથી.
ત્રણ માસમાં વિદ્યાર્થીઓને ડીગ્રી સેર્ટિફિકેટ મળી જશે: દેસાણી
એમબીએના એમ.ફિલના વિદ્યાર્થીઓને છેલ્લા પાંચ વર્ષથી ડિગ્રી સર્ટિફિકેટ ન મળવાના પ્રશ્ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીને પૂછતાં તેમને અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે , ડીગ્રી સર્ટિફિકેટ માટે રાજ્યપાલને અગાઉ જ પત્ર મોકલાઇ ગયો છે પરંતુ હજુ મંજૂરી મળી નથી અને આગામી ત્રણ માસમાં તમામ વિદ્યાર્થીઓને ડીગ્રી સેર્ટિફિકેટ આપવા માટે રાજ્યપાલની રૂબરૂ મુલાકાત લઈ વિદ્યાર્થીઓનો પ્રશ્ન દૂર કરવામાં આવશે.
રાજ્યપાલની મંજૂરી મળ્યે ડીગ્રી સેર્ટિફિકેટ મળી જશે: ડો.પ્રતાપસિંહ ચૌહાણ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ કુલપતિ અને એમબીએ પૂર્વ અધ્યક્ષ થતા હાલ ગોધરા યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે એમબીએમાં એમ.ફિલના કોર્ષની મંજૂરી યુ.જી.સી પાસેથી માળી છે અને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ મળે તે માટેની મંજૂરી માંગતો ઠરાવ બોર્ડ ઓફ સ્ટડીઝ, બોર્ડ ઓફ ફેકલ્ટી, એકેડમિક કાઉન્સિલ, સેનેટ અને સિન્ડિકેટમાં નિયમ મુજબ પસાર થયો છે રાજ્યપાલની મંજૂરી માટે પત્ર પણ લખાઈ ચુક્યો છે હવે મંજૂરી મળ્યે વિદ્યાર્થીઓને ડિગ્રી સેર્ટિફિકેટ મળી જશે.