સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક મહાભગો આવ્યો સામે

જે અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવ્યો જ નથી તેની તેની પરીક્ષાની તારીખ જાહેર થઈ: ડો.નિદત બારોટે આવેદન આપી કુલપતિનું ધ્યાન દોર્યું

એ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક મહાભગો સામે આવ્યો છે. બી.એડમાં એમ.ફીલનો અભ્યાસક્રમ શરૂ થયો ન હોવા છતાં પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જો કે એજ્યુકેશન ફેકલટીના ડિન ડો.નિદત બારોટે કુલપતિ અને ઉપકુલપતિનો લેખિત આભાર માની ભૂલ અંગે ધ્યાન દોર્યું હતું. સત્તાધીશોની આ ગંભીર ભૂલ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એજ્યુકેશન ફેકલ્ટીના ડિન ડો.નિદત બારોટે અગાઉ કુલપતિ સમક્ષ રજૂઆત કરી હતી કે બી.એડમાં છેલ્લા 3 વર્ષથી બંધ એમ.ફિલનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે જોકે સત્તાધીશોએ બી.એડનો અભ્યાસક્રમ તો મંજૂર ના કર્યો પરંતુ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી.

આ બાબતે ડો.બારોટે ફરી કુલપતિ અને ઉપકુલપતિને સંબોધીને આવેદન આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.ફિલ એજ્યુકેશનનો અભ્યાસ છેલ્લા 3 વર્ષથી બંધ થયો હતો. જે અભ્યાસક્રમ શરૂ કરવા મૌખિક અને લેખિત રજુઆત પણ કરી હતી ત્યારબાદ બુધવારે જ્યારે પરીક્ષાનું સમયપત્રક જાહેર થયું તેમાં એમ.ફિલ એજ્યુકેશનની સેમ-1ની તારીખ 14 ડિસેમ્બર જાહેર કરવામાં આવી. આ જોતા એમ.ફિલ એજ્યુકેશનનો અભ્યાસક્રમ શરૂ કરવા નિર્ણય લીધેલો હશે તેમ માનવું રહ્યું આપનો આ તકે અનેક વિદ્યાર્થીઓ વતી અને શિક્ષણ વિધાશાખા વતી હદયથી આભાર માનું છું. આપનો આ નિર્ણય આવનારા દિવસોમાં શિક્ષણ વિધાશાખામાં એમ.ફિલ કરનારા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે.

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ ભૂલ છે અને નવા જાહેર થયેલા પરીક્ષા સમયપત્રકમાં બી.એડ એમ.ફિલની પરીક્ષા જાહેર કરવામાં આવી છે જે ભૂલ છે તે દૂર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.