ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એક્ઝિબિશનના બીજા દિવસે રાજકોટવાસીઓએ દાખવ્યો રસ
રાજકોટના આશિર્વાદ રોલ ખાતે ત્રિ દિવસીય ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકિઝબીશન સવારે ૧૧ થી રાત્રે ૮ સુધી ખુલ્લુ રહે છે. ત્યારે આજેઆ એકિઝબીશનના બીજા દિવસે રાજકોટની ફરવાની શોખીન જનતા લાભ લઇ રહી છે. વેકેશનમાં પરિવાર તથા મિત્રો સાથે બહાર ફરવા કે ટ્રીપમાં જવા માગતા લોકો માટે આકર્ષક પેકેજ માટે વિશ્ર્વદર્શન, ગુજરાત ટુરિઝમ હિમાચલ ટુરીઝન, મઘ્યપ્રદેશ ટુરીઝમ વગેરે એકજ જગ્યા પર મળી રહેતા લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેમજ લોકો આ એકિઝિઅશનમાં રસ દાખવી રહ્યા છે.
આ અંગે મઘ્યપ્રદેશ ટુરીઝમના નિલેન્દ્ર થાપક જણાવે છે કે મઘ્યપ્રદેશ એવું રાજય છે જે ભારતની મઘ્યમાં આવેલું છે. મઘ્યપ્રદેશમાં સૌથી જરુરી હોય તેનો સમાવેશ થતો હોવાની તેમણે જાણકારી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે જેમ આપણા શરીરમાં હ્રદય ખુબ જ જ‚રી છે. તે જ રીતે મઘ્યપ્રદેશ વિવિધતાઓ ધરાવે છે. કોઇ ટુરીસ્ટ ત્યાં ફરવા જાય તો તેને એક જ જગ્યા પર ઘણા બધા સ્થળોનો લાભ મળી રહે છે. જેમ કે અહીંયા હેરીટેજ છે. વોટર એકટીવીટી પણ છે. તથા તમે જો સંપૂર્ણ ફરવા માગતા હોય તો ઓછામાં ઓછો ત્રણ મહીના જેટલો સમય લાગી જાય છે. ગુજરાતમાંથી જે ટુરીસ્ટો જાય છે તેઓ બીજી વખત પણ જવાની ઇચ્છા તો કરે છે પણ પ્રચાર પણ કરે છે.
મઘ્યપ્રદેશમાં નાના બાળકથી લઇ યંગસ્ટર્સ તેમજ વડીલો માટે બધી જ એકટીવીટી તેમજ સ્થળો આવેલા છે.
હિમાચલ ટુરીઝમના વેદ પાંડે જણાવે છે કે હિમાચલના નોર્થમાં ખુબ જ સારી જગ્યા છે અને હિમાચલ પોતાની સરભરા માટે ખુબ જ પ્રખ્યાત છે. તમે જે બાળપણમાં વિચારેલું હશે તે તમામ મળી રહેશે. મોટા મોટા પહાડ, બરફ, નદીઓ, મંદિરો બધી જ વસ્તુઓ હિમાચલમાં મળશે. હિમાચલમાં એડવેન્ચર નેચર માટે શિમલા અને મનાલી જેવા ઓફબીટ સ્થળો, કિન્નોર તમામ મળી રહેશે. આ ઉપરાંત એડવેન્ચર એકટીવીટી પણ હિમાચલ ટુરિઝમ દ્વારા કરાવવામાં આવે છે જેમાં રીવર ગ્રાફટીંગ, પેરાગ્લાઇડીંગ, માઉન્ટેઇન બાઇડીંગ આ તમામ મળી રહે છે.