ઉદ્યોગ સાહસિકોને ઇમ્પોર્ટ – એકસપોર્ટ વિષય પર નિ:શુલ્ક માર્ગદર્શન અપાયું
આજના હરીફાઇના યુગમાં ઇમ્પોર્ટ એકસપોર્ટ બિઝનેશ જ ઇન્વેસ્ટમેન્ટનું મહત્તમ રિટર્ન એમ જે ઇન્ટરનેશનલ એકેડમી એક આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ રાજકોટના ઉઘોગ સાહસિકો તથા જોબ સીકર્સ માટે લઇને આવ્યાં છે. ત્યારે ગઇકાલે એમ જે. ઇન્ટરનેશનલ એકેડમીનો ખજુરભાઇ (નીતીન જાની) ના વરદ હસ્તે સેન્ટ્રલ બસ ટર્મીનલ ઢેબર રોડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે.આ સાથે જ રાજકોટના એન્ટપ્રિતીયોરને આંતર રાષ્ટ્રીય સ્તરનું પ્લેટ ફોર્મ મળે તે માટે ઇમ્પોર્ટ – એકસપોર્ટ વિષય પર નિ:શુલ્ક માર્ગદર્શન સેમીયાર યોજાયો હતો. આ સેમીનારનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ એકેડમીના માઘ્યમથી ધંધા બાબતનું સચોટ માર્ગદર્શન મળી શકશે: ખજુરભાઇ
‘અબતક’ સાથેની વાતચીતમાં ખજુરભાઇ (નીતીન જાની)એ જણાવ્યું હતું કે, મને રાજકોટે હરહંમેશ ખુબ જ પ્રેમ આપ્યો છે. રાજકોટના લોકો કંઇક નવું કરવામાં માનતા હોય છે. ત્યારે એમ.જે. ઇન્ટરનેશનલ એકેડમીનો શુભારંભ થયો છે. ઇમ્પોર્ટ-એકસપોર્ટ ને લગતા કોઇપણ પ્રશ્ર્નો, તેને લગતી માહીતી મેળવી શકાશે. આજે હું યંગ જનરેશનને એટલું કહેવા માંગું છું કે આ એકેડમીને જોઇન્ટ કરીને ધંધા બાબતનું ઇમ્પોટ-એકસપોર્ટ બાબતનું જ્ઞાન મેળવો.અત્યારે ડીજીટલ યુગ આવી ગયો છે. યંગસ્ટર્સ સોશ્યલ મીડીયાને વધુ પ્રાધાન્ય આપે છે. હવે ઓનલાઇન ફોડ વધી ગયા છે. સાયબર ક્રાઇમ વધી રહ્યાં છે. ત્યારે બધાને એટલું કહી કે જોઇ વિચારી, સમજીને આગળ વધવું જોઇએ.
અમે ઇમ્પોર્ટ- એકસપોર્ટ નું બેઝીકથી લઇ પ્રેકટલી નોલેજ આપીશું: મહેશ મકવાણા
‘અબતક’ સાથેની વાતચીતમાં એમ.જે. ઇન્ટરનેશનલ એકેડેમીના ઓનર મહેશભાઇ મકવાણા જણાવું હતું કે, અમે આજથી અમારા ફર્મનો શુભારંભ કર્યો છે. અમારી એકેડમી એક એવું પ્લેટ ફોર્મ છે. જયાં ઇમ્પોર્ટ – એકસપોર્ટનું બેઝીક નોલેજથી લઇ તમામ પ્રકારનું પ્રેકટલી નોલેજ આપવામાં આવશે. તમારી પ્રોડકટને ઇન્ટરનેશનલ લેવલ પર કેવી રીતે સપ્લાય કરી શકશો. તેનું જ્ઞાન માહીતી પુરી પાડવામાં આવશે. ટ્રેડીંગમાં મેન્યુફેકચરમાં વસ્તુને કેવી રીતે ઇમ્પોર્ટ એકસપોર્ટ કરવી તેની માહીતી મળી શકશે. અમે લોકોને ચોવીસ કલાક ડીજીટલ લાઇબ્રેરી પ્રોવાઇડ કરીશું. સાથે અમારે ત્યાં ડીજીટલ કલાસરુમ ઉપલબ્ધ છે. અને અમે ઇમ્પોર્ટ- એકસપોર્ટનું લાઇવ કોચીંગ આપીશું.