શહેરની રાષ્ટ્રીયશાળાના પ્રાંગણમાં આવેલ મીનાબેન કુંડલીયા આર્ટસ, કોમર્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સ મહીલા કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિ.ના વિદષી તથા વિમેન્સ સ્ટડી રીચર્સ સેન્ટર અને સવાણી કિડની હોસ્પિટલ તથા કુંડારીયા ટ્રસ્ટના ઉપક્રમે વિઘાર્થીનીઓના હિમોગ્લોબીન ચેક અપનો એક ઉપયોગી કાર્યક્રમ યોજાયેલ હતો. સાથે સાથે બહેનોના આરોગ્યને લગતું પ્રવચન તથા કેન્સર અંગેની જાગૃતિનું વ્યાખ્યાન પણ યોજાવામાં આવેલ હતું.
કાર્યક્રમનું ઉદધાટન સૌરાષ્ટ્ર યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. પેથાણ, પ્રો. વાઇસ ચાન્સેલર ડો. વિજયભાઇ દેસાણી, ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદી, પ્રિ. ડો. સ્મિતાબેન ઝાલા, મેડીકલ ફેકલ્ટીના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ, વિદષીના કો ઓર્ડીનેટર ડો. શ્રઘ્ધાબેન બારોટ તથા ડો. રેખાબા જાડેજાના હસ્તે કરવામાં આવેલ.
સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. પેથાણી સ્ત્રીશકિત તથા દીકરીઓના આરોગ્યની કાળજી અંગે પ્રેરક ઉદબોધન કરેલ કુલનાયક ડો. દેસાણીએ રામાયણ અને મહાભારતના સ્ત્રીપાત્રોમાંથી સ્ત્રી સશકિતકરણના વિચારો અને અમલ કરવાની સુંદર શીખ વિઘાર્થીની બહેનોને આપેલ અને યુનિ. ની વિઘાર્થીલક્ષી પ્રવૃતિઓની જાણકારી આપેલ. ડો. ગૌરવીબેન ધ્રુવે સમગ્ર કાર્યક્રમને બિરદાવીને પહેલું સુખ તે જાતે નર્યા એ વાત સમજાવેલ હતી. ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ વિઘાર્થીની બહેનોને હિમોગ્લોબીનનું મહત્વ આરોગ્ય કાળજી અને કેન્સર અંગે જાગૃતિ અંગે રસપ્રદ સમજુતી આપેલ. એક સ્વસ્થ દીકરી સ્વસ્થ સમાજની રચના માટે ઉપયોગી થવાની નેમ સાથે આ દિવસે કુલ ૧૧૫૮ બહેનોનું હિમલગ્લોબીન ચેક અપ થયેલ.