૧૯૦૦ ઉમેદવારો અને ૩૬ કંપનીઓએ ભાગ લીધો
રાજકોટમાં નિયામક રોજગાર અને તાલીમ ગાંધીનગર મદદનીશ નિયામક રોજગાર કચેરી રાજકોટ તથા એમ.જે. કુંડલીયા કોલેજનાં સહયોગથી જિલ્લા કક્ષાના મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ જેમાં ૩૬ નોકરી દાતાઓએ ભાગ લીધેલો જેમાં ૧૯૦૦ ઉમેદવારો નામ લેવાના હતા. હાલમાં પ્રાથમિક સિલેકશન થયેલ છે. આ જોબફેરમા મદદનીશ નિયામક રાજેગાર સી.કે. મારડીયા તથા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક અલ્પનાબહેન ત્રિવેદી તથા મનસુખભાઈ જોષી તેમજ મોડેલ કેરીયર સેન્ટર રાજકોટ, ઈન્ચાર્જ પ્રીન્સીપાલ ડો. નીલુબેન લાલચંદાણી, કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના એચસીડી નિરવ પંડયા ઉપસ્થિત રહ્યા હતા.
રોજગાર અને તાલીમ કેન્દ્ર ગાંધીનગરનો આભાર માનતા અબતક સાથેની વાતચીતમાં ડો. નીલુબેન લાલચંદાણીએ જણાવ્યું કે એમ.જે. કુંડલીયા કોલેજને જોબફેર માટેની તક મળી જેથી તેઓની નોકરી માટે ઈચ્છુક વિદ્યાર્થીનીઓને લાભ મળે તથા તેવોને અનુભવ મળે કે કેવી રીતે ઈન્ટરવ્યૂ આપવું તથા તેઓનાં પ્રેઝેન્ટેશનમાં પણ સુધારો થાય.
અબતક સાથેની વાતચીતમાં પરિન ફર્નીચરનાં એચઆરએ જણાવ્યું કે એમ.જે. કુંડલીયાની વિદ્યાર્થીનીઓનો રીસ્પોન્સ ખૂબજ સારો એવો જોવા મળ્યો. આ જોબ ફેરમાં ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એવી આશા દર્શાવી કે ૧૦૦૦ જેટલા ઈન્ટરવ્યૂઝ તેઓ લઈ શકશે.
અબતક સાથેની વાતચીતમાં એમ.જે. કુંડલીયા કોલેજની વિદ્યાર્થીની ધારા ગળોધાએ જણાવ્યું કે જોબફેર એમના માટે એક સારી તક મળી છે. અને જે વિદ્યાર્થીઓ જોબ માટેની ઈચ્છા ધરાવે છે. તેઓને આ પ્લેટફોર્મ પરથી પૂરતો લાભ મળી શકશે