પ્રારંભે મુશાયરામાં કવિતા ગાતા ગીતકારે 1946માં ‘શાહજર્હાર્ં’ ફિલ્મ માટે ‘જબ દિલ હી તુટ ગયા’ સફળ ગીત લખ્યું:  આ ગીતકારના શબ્દો જ ગીતને સફળ બનાવી દેતા હતા: તેમના રોમેન્ટિક ગીતો-યુગલ ગીતોના આજે પણ યુવા-વર્ગ ચાહક છે

તીસરી મંજીલના શ્રેષ્ઠ  સફળ ગીતો  મજરૂહના શબ્દો અને આર.ડી. બર્મનના  સંગીતથી  છવાય ગયા હતા:   છ દશકા સુધી ગીતો  લખવાનો અને સૌથી વધુ પ્રચલિત ગીતો આપનાર મજરૂહને ‘દોસ્તી’ ફિલ્મના  ‘ચાહુંગા મે તુજે સાંજ સવેરે’ માટે શ્રેષ્ઠ ગીતકાર નો એવોર્ડ  મળ્યો હતો

જુના ગીતો આપણને  શુ કામ ગમે છે ? જવાબ છે ગીતના  શબ્દો, સંગીત અને મધુરા ગાયકનો મીઠો સ્વર 1940ના દશકાથી ધીમે ધીમે  ફિલ્મો બનતી ગઈ અને 1980ના દાયકા સુધીના 4 દશકામાં હિટ ફિલ્મોનાં હિટ   ગીતો આજે પણ  સાંભળીયે  છીએ  મજરૂહ સુલ્તાનપુરી 20મી સદીના મહાન ગીતકાર

અસરાર ઉલ હસન ખાન જેને આપણે મહાન  ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીના નામથી ઓળખીયે છીએ. તેમનો જન્મ  1 ઓકટોબર  1919 આગરા પાસેના સુલ્તાનપુરમા થયો હતો,  તેથી જ તેના નામ પાછળ ગામનું નામ  લગાડી  મજરૂહ સુલ્તાનપુરી  બની ગયા. તે ભારતના ઉદુ કવિ અને ફિલ્મ જગતના પ્રખ્યાત   ગીતકાર હતા. તેમની  ફિલ્મીસફર  1946 થી  2000  સુધી રહી. તેમણે કે.એલ. સાયગલ થી શરૂ   કરીને   હાલનાં અમીરખાન માટે પણ ગીતો લખ્યા હતા.   તેઓ એકમાત્ર ગીતકાર  છે જેને દાદા સાહેબ ફાળકે  એવોર્ડથી સન્માનીત   કરાયા હતા.

1950 થી 60ના દશકામાં  તેઓ ભારતીય   સિનેમાના   પ્રમુખ ગીતકાર હતા જોકે બાદમાં તેમણે  સતત  ચાલીસ વર્ષ સુધી ફિલ્મીગીતો લખ્યા હતા  તે 20મી સદીનાં મહાન ગીતકાર હતા  1965માં આવેલી ‘દોસ્તી’ ફિલ્મના  ગીત ‘ચાર્હુંગા મેં તુજે સાજ સવેરે’ માટે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો. 1993માં જીવન મહાન ઉપલબ્શ્રધી સમો દાદા સાહેબ  એવોર્ડ મળ્યો હતો. 1980નાં દશકામાં   યુવા ધન ને ગમતા રોમેન્ટીક સોંગમાં અમીરખાનની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ લવ, કુર્બાન, લાલ દુપટ્ટા મલમલતા જેવી  હિટ ફિલ્મોના ગીતો  લખ્યા હતા. તેમણે નવા સંગીતકારો આનંદ   મિલીંદ, જતીન-લલીત જેવા સાથે પણ કામ કરીને શ્રેષ્ઠ ગીતો  લખ્યા  હતા.

પ્રારંભે  મુશાયરામાં કવિતાગાતા હતા. તેમણે ફિલ્મ જગતમાં જીગર મુરાદાબાદી લાવ્યા હતા. 1945માં તેઓ મુંબઈ આવ્યા જયાં તેમની  ગઝલ  શાયરી  કવિતા, ગીતો લોકોને ખુબજ પસંદ  પડયા હતા. 1946માં સંગીતકાર નૌશાદે મજરૂહના ગીતો ફિલ્મ ‘શાહજર્હા’ માટે લખાવ્યા. પહેલીજ ફિલ્મમાં ‘જબ દિલ હી તુટ ગયા’ કે.એલ. સાયગલના   સ્વરમાં  સુપર ડુપર થઈ ગયું.  1956માં દેવઆનંદની ફિલ્મ   સી.આઈ.ડી. માટે બધા જ  ગીતો લખ્યા જેમાં ‘લેકે પહેલા પહેલા  પ્યાર’   આજે પણ લોકો ગાતા નજરે પડે છે. ત્યારબાદ મહેંદી-ડોલી-મહબૂબ-અંદાજ-આરજું જેવી હિટ ફિલ્મોનાં સુંદી ગીતો લખ્યા હતા.

મજરૂહ સુલ્તાનપુરી રાજનીતિમાં  જુકાવને કારણે બલરાજ સહાની જેવા અન્ય વામપંથી સાથે 1949માં  જેલ યાત્રા પણ કરી હતી. તેઓ  જેલમાં હતા ત્યારે તેમનો પરિવાર મુશ્ક્ેલીમાં મુકાયો હતો. 1975માં  રાજકપૂરે  ફિલ્મ ‘ધરમ-કરમ’ના એક ગીત માટે રૂ.એક હજાર  આપેલા જે ગીત ‘ઈક દીન મીટ જાયેગા  માટી કે મોલ’ ખૂબજ  પ્રસિધ્ધ  થયું હતુ.

1956નાં દશકામાં મજરૂહ સુલ્તાનપુરીએ શ્રેષ્ઠ   ફિલ્મી ગતો  લખ્યા હતા.  ફૈઝ અહમદ ફૈઝ અને ખુમાર બારાબંકવીતો મજરૂહને શ્રેષ્ઠગીતકાર માનતા હતા. ફિલ્મ નિર્માતા નાસિર હુસૈન સાથે સૌથી  વધુ ફિલ્મોમાં ગીતો લખ્યા જેમાં  મોટાભાગની ફિલ્મો સુપર  ડુપર હીટ   થઈ હતી.  1957 થી 1995 સુધીની ફિલ્મોમાં તુમ સા નહી દેખા, તીસર મંજીલ,  દિલ દે કે દેખો,  ફિર વહી દિલ લાયા હું’, બહારો કે સપને, કારર્વાંહ, યાદોકી બારાત,    હમ કિસીસી કમ નહીં, જમાને કો દિખશનાહે, કયામત સે કયામત  તક,  જો જીતા વોહી સિંકદર, અકેેલે હમ અકેલે તુમ જેવી ટોચની ફિલ્મો હતી.

તીસરી મંજીલના હિટગીતોને કારણે સંગીતકાર  આર.ડી.બર્મનના સંગીતના  વખાણ થયા હતા.  24મે 2000ના રોજ  80 વર્ષે મુંબઈમાં   નિધન થયું  હતુ. તેમની યાદમાં તેમના ગામ સુલ્તાનપુરમાં એક ગાર્ડન બનાવાયો છે. તેમના   કેટલકા યાદગાર ગીતોમાં હાવરાબ્રીજ,  ફિલ્મનું બાબુજી ધીરે ચલના પ્યાર મેં જરા સંભલના  આજે પણ   હીટ છે. તેમની હિટ ફિલ્મોની યાદી બહું જ લાંબી છે સતત 6 ટકા સુધી તે  તેમણે સુંદર ગીતો લખ્યા જેમાં  ચલતી નામ ગાડી, તીન દેવીયા, સોલવા સાલ, દુશ્મન,  મેરેજીવન સાથી, મીલી, માસુમ,  બાત એક રાત કી, કુદરત,  અભિમાન,  સુઝાતા,   કાલાપાની,  અનામિકા, નો દો ગ્યારહ, જવેલ થીફ, દીદાર, શાર્ગીદ, વાપસ,   પેઈંગગેસ્ટ, ચાયના ટાઉન,  બમ્બઈકા બાબુ જેવી ઘણી  હિટ ફિલ્મોમાં ગીતો લખીને  ફિલ્મને હિટ બનાવી.

તેમના રોમેન્ટિક  ગીતો-યુગલ ગતોનાં યુવાધન એ જમાનામાં પણ   દિવાના હતા અને આજે પણ છે.  60 વર્ષની વયે 18 વર્ષના યુવાદિલોની  ધડકનના ગીતો તેમને લખ્યા  હતા.  તેમના સુંદર ગીતો  મુકેશ, લતા, કિશોર, મન્ના ડે, કે.એલ.સાયગલ, તલત મહેમુદ,  રફી, આશા ભોંસલે,  શમશાદ બેગમ,   હેમંદકુમાર જેવાએ ગાયા હતા. પણ સૌથી વધુ યુગલ ગીતો રફી-લત્તાએ ગાયા હતા જે   આજે પણ  એવરગ્રીન છે.મજરૂહ સુલતાનપુરી તેમની યુવા વયે   પુનાની   ચિકિત્સાનો અભ્યાસ કર્યો હતો. અરબી અને  ફારસી ભાષા પણ તેમણે શીખી હતી.  તેઓ પ્રભાવશાળી  સરળ શૈલીના ઉમદા  માનવ હતા. 1949માં મિલ યુનિયનની બેઠકમાં કવિતા,  સંભળાવતા હતા જેને કારણે તેમને બે વર્ષની  સજા થઈ હતી. 1951માં પાકિસ્તાન પણ ગયા હતા ત્યાં પણ તેમની ધરપકડ  કરાઈ હતી. તેમને બે હજારથી વધુ ફિલ્મી ગીતો લખ્યા હતા. જેમાં મોટાભાગના  હિટ થયા હતા.

 

‘મજરૂહ’ના શબ્દોએ  આ ફિલ્મોને બનાવી હીટ

 

શાહજર્હાં

સીઆઈડી

અંદાજ

આરઝું

કયામત સે કયામત

હમકિસીસે કમ નહીં

યાદો કી બારાત

કારર્વાં

જમાનો કો દિખાના હે

તીસરી મંજીલ

દોસ્તી

ધરમ-કરમ

ડોલી

તુમસા નહી દેખા

અકેલે  હમ અકેલે તુમ

તુમસા નહી દેખા

ફિર વોહી દિલ લાયા હું

 

1950થી 1970 સુધી તમામ હીટ ફિલ્મોનાં ગીતો ‘મજરૂહ’ ના

1975માં આવેલી રાજકપૂરની ફિલ્મ ‘ધરમ-કરમ’ના ગીત ‘ઈક દીન બીક જાયેગા  માટી કે મોલ’ જેવા હીટ ગીતના માત્ર એક હજાર  રૂપિયા મળેલા. 1950 થી 1970 સુધીના બે   દશકાની તમામ સફળ ફિલ્મોના ગીતો   મજરૂહ સુલ્તાનપુરીએ લખેલા હતા. સંગીતકાર ઓ.પી.નૈયર સાથેની તમામ  ફિલ્મો  હીટ નીવડી તેનું એકમાત્ર કારણ ગીતના શબ્દો, સંગીત અને  આશા-રફીનો અવાજ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.