ચીન સહિત આખી દુનિયામાં વ્યાપેલો કોરોના વાયરસ હવે પ્રાણીઓમાં પણ દેખાવા લાગ્યો છે. ન્યુયોર્કમાં બોન પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘણને પણ કોરોના લાગ્યો હતો તેની સાર સંભાળ લેનાર વ્યકિતમાંથી કોરોનાનો ચેપ લાગતો હોવાની શકયતા વ્યકત થઈ રહી છે.
મલસન વાઘ નદીયા તેની બહેન, અઝુકા, બે અમુર વાઘ અને ત્રણ આફ્રિકન સિંહોને સૂકી ખાંસી થઈ હતી અને તેમાંથી હવે સાજા થઈ રહ્યા છે. તેમ પ્રાણી સંગ્રહાલયનું સંચાલન કરતી વાલ્ડ લાઈફ કોર્ઝર્ન્વેશન સોસાયટીએ એક નિવેદનમાં જણાવ્યું હતુ.
નદીયા વાઘને કોરોના પોઝીટીવ છે. તેનાથી આપણને નવું જાણવા મળશે વાઘની ભૂખમાં થોડો ઘટાડો થયો છે.પણ અન્ય તમામ રીતે તે એલર્ટ અને સારસંભાળ લેનારા સાથષ સારો વર્તાવ કરે છે.
વાઘમાં કોરોનાનો રોગ કેવી રીતે આવ્યો તેની જાણ જોકે હજુ થઈ નથી પણ કોરોના દરેક પ્રાણીમાં અલગ અલગ અસર થતી હોય છે.
ન્યુયોર્કમાં કોરોના વાયરસથી મૃત્યુનો આંક ૪૦૦૦ને વટાવી જતા શહેરના તમામ પ્રાણી સંગ્રહાલય અને માછલીઘર બંધ કરીદેવામાં આવ્યા છે. વુહાનની બજારમાં પ્રાણીમાંથી કોરોના રોગ માનવીમાં પ્રસર્યો હોવાની વાત પ્રાથમિકીતે બહાર હતી પરંતુ જોકે કોઈ નકકર પૂરાવા નથી. અમેરિકામાં પણ પાલતું કૂતરા કે બિલાડાથી કોરોના માનવીમાં પ્રસર્યો હોવાથી કોઈ ચોકકસ માહિતી નથી તેમ પ્રાણી સંગ્રહાલયના સતાવાળાઓએ જણાવ્યું હતુ.
વુહાનની બજારમાં વેચાયેલા એક જંગલી પ્રાણીને કોરોનાની અસર હતી અને તેનાથી કોરોના વાયરસ આખી દુનિયામાં ૧૦ લાખ લોકોમાં ફેલાયો હોવાનું ચીનના રોગ નિયંત્રણ અધિકારીઓએ જણાવ્યું હતુ.
નદીયા વાઘ બિમાર પડયો એ પહેલા અમેરિકામાં પાળતું પ્રાણીઓ કે અન્ય કોઈ પ્રાણીમાં આ રોગ ફેલાયો હોવાના અહેવાલ નથી તેમ અમેરિકાના કૃષિ વિભાગની વેબસાઈટ પર જણાવાયું છે.
જોકે પ્રાણીયોથી કોરોના ફેલાતો હોવા અંગેની વિગતો મળે એ પહેલા લોકોને પ્રાણીઓનાં મર્યાદિત સંપર્કમાં આવવા વેબસાઈટમાં અપીલ કરાઈ છે. બોન પ્રાણી સંગ્રહાલયના દરેક પ્રાણીઓની સારસંભાળ લેનારા પૂરતી તકેદારી રાખી રહ્યા છે.