ચીનનો સત્તાધારી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી રાષ્ટ્રીય કટોકટીનો સામનો કરી રહી છે અને આ કટોકટીમાંથી બહાર નીકળવા પાર્ટી ઇચ્છે છે કે મહિલાઓ વધુ બાળકોને જન્મ આપે. મૂળ વાત એવી છે કે, વધતી વસ્તીને નિયંત્રણમાં લાવવા ચીને એક બાળકની નીતિ દાખલ કરી હતી હવે તેની સામે ચીનની વસ્તી ઘટી રહી છે, સામે મૃત્યુદર વધી રહ્યો છે અને અધૂરામાં પૂરું ચીનની કુલ વસ્તી પૈકી 29 કરોડ એકલા વૃદ્ધ છે જેથી આગામી સમયમાં વસ્તી ઘટાડો ચીનને જોખમમાં મૂકી દેશે તેવી ચિંતા વ્યાપી ઉઠી છે.

વર્ષ 2050 સુધીમાં ચીનની વસ્તી ઘટીને 11 કરોડ થઇ જશે તેવો અંદાજ

ચીનને જયારે વસ્તી ઘટાડાની ચિંતા થઇ રહી છે ત્યારે વધુ બાળકોને જન્મ આપવા ચીન સરકાર મહિલાઓને સસ્તા હાઉસિંગ, ટેક્સ બેનિફિટ અને રોકડ જેવા પ્રોત્સાહન આપવા તૈયાર છે. મહિલાઓને ચીને સારી પત્નીઓ અને માતાઓ બનવાનું આહ્વાન કર્યું છે.

ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે બુધવારે જણાવ્યું હતું કે, 2023ના અંતે ચીનની વસ્તી 1,409,670,000 (1.4 અબજ) હતી. બીજા સૌથી મોટા અર્થતંત્રની વસ્તીમાં 2.08 મિલિયન (20 લાખ) એટલે કે 0.15%નો ઘટાડો થયો છે. જે 2022 માં 8,50,000 ના વસ્તી ઘટાડાથી વધુ હતી. જે માઓ ઝેડોંગ યુગના વિનાશક દુષ્કાળ દરમિયાન 1961 પછીની પ્રથમ ઘટના છે.

ચીને જણાવ્યું હતું કે 2023માં 9.02 મિલિયન (92 લાખ) બાળકોનો જન્મ થયો હતો, જે આંકડો 2022માં 9.5 મિલિયન (95 લાખ) હતો અને સતત સાતમા વર્ષે આ સંખ્યામાં ઘટાડો થયો છે. નવા જન્મોમાં 5.7% ઘટાડો થયો છે અને જન્મદર 1,000 લોકો દીઠ 6.3 નોંધાયો છે જે 2022 માં 6.7 જન્મદરથી ઓછો હતો.

વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 11.1 મિલિયન એટલે કે (1.1 કરોડ)ને આંબી ગઈ છે. જે વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં નોંધાયેલા મોત કરતા વધુ છે. જે સંખ્યા ઝડપથી વધી રહી છે. સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન મૃત્યુદર 1974 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચવા સાથે ગયા વર્ષે કુલ મૃત્યુ 6.6% વધ્યા હતા. ચીનનો 2023નો દર 1,000 લોકો દીઠ 7.87 મૃત્યુનો દર 2022માં 7.37 મૃત્યુના દર કરતા વધારે હતો. ચીનની 60 વર્ષ અને તેથી વધુ વયની વસ્તી 2023માં 296.9 મિલિયન (અંદાજિત 29 કરોડ) પર પહોંચી હતી, જે તેની વસ્તીના લગભગ 21.1% હતી. જે 2022માં 280 મિલિયન (અંદાજિત 28 કરોડ) હતી.

યુએનના અંદાજ મુજબ ચીન લાંબા સમયથી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો જે 2023 માં ભારત પછી બીજા સ્થાને આવી ગયો છે. યુએનના નિષ્ણાતો 2050 સુધીમાં ચીનની વસ્તી 109 મિલિયન (અંદાજિત 11 કરોડ) સુધી ઘટતી જોઈ રહ્યા છે, જે 2019માં તેમની અગાઉની આગાહી કરતા ત્રણ ગણા વધુ છે. વૃદ્ધ વસ્તી ચીનને ચિંતિત કરે છે કારણ કે તે કામ કરી શકે તેવી વયના લોકોની ચીનને સત્તા માટે જરૂરી છે. વસ્તી વિષયક કટોકટી લગભગ કોઈની અપેક્ષા કરતાં વહેલા આવી જાય તેવા એંધાણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.