- શહેરના પાંડેસરા વિસ્તારમાંથી પોલિસે ડીગ્રી વગરના 15 બોગસ ડોક્ટરોને ઝડપી પાડયા.
- ઝડપાયેલા તમામ 15 ડોક્ટરો પાસે કોઈ પણ જાતની ડીગ્રી ના હોવાનું સામે આવ્યું
- વગર ડીગ્રીએ લોકોની જીંદગી સાથે ચેડાં કરનારા 15 ડૉક્ટરો ની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે
surat: શહેરના પાંડેસરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં કેટલાક બોગસ ડોક્ટરો ક્લિનિક ખોલી લોકના જીવ સાથે ચેડાં કરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે કેટલાક ક્લિનિક પર ડમી દર્દીઓ મોકલી ખાત્રી તપાસ કરાવતા સત્ય હકીકત બહાર આવતાં પોલીસે રેઈડ કરી હતી રેઈડ દરમિયાન 15 બોગસ ડોક્ટરો ને ઝડપી પાડયા છે પોલીસે ક્લિનિક માંથી દવાઓ સિરપ, ઈન્જેક્શન મળી કુલે 53000 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે.ઝડપાયેલા બોગસ ડોક્ટરોની પોલીસે વધુ પુછપરછ કરતા પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે ઝડપાયેલા ડોક્ટરો પોતે પહેલાં દવાખાનામાં પટાવાળા તરીકેની નોકરી કરતા હતા ત્યાર બાદ પોતાને દવામાં ખબર પડવા લાગેલ જેથી પોતે પોતાનું ક્લિનિક ખોલી દવાખાનું ચાલુ કરેલ હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે પાંડેસરા પોલીસે તમામ 15 ડોક્ટરોની ધરપકડ કરી તેમના વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં પકડાયેલાં બોગસ ડોકટરોના નામઃ
- રાજારામ ડૂબે
- યોગેશ પાટીલ
- રાજેશ પટેલ
- બ્રજભુષણસીંગ તારકેશ્વરસીંગ રવાની
- રાજકુમાર સોહનલાલ ગુપ્તા
- પ્રદિપ મોતીલા પાંડે
- બાબુલાલ યાદવ
- મુકેશ કમલાકાત્ન હાજરા
- રણજીતકુમાર પારસભાઇ વર્મા
- અખીલ રોય
- ચન્દ્રભાન કેદારનાથ પટેલ
- ઓમકારનાથ રામપ્રસાદ કર્ણધાર
- રાજનારાયણ શ્રીબંસી યાદવ
- મનોજ સુખભેન્દ્ર મિશ્રા
- પ્રમોદ અમરેજ મૌર્ય
આ અંગે સુરત SP ઝેડ.આર.દેસાઈ જણાવ્યું હતું કે…
પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર ડમી દર્દીઓ મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે આવા ડિગ્રી વગરના 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા આ એવા તબીબો હતા જેઓ અગાઉ કોઈ હોસ્પિટલ કે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા હતા. ત્યારે પોલીસના હાથે ઝડપાયેલાં બોગસ ડોક્ટરોમાં કેટલાક તો માત્ર ધોરણ 10 થી 12 સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ સેવા તબીબ તરીકે આપતા હતા અને ગરીબ દર્દીઓ પાસેથી રૂપિયા 50 થી લઈ 200 સુધીનો ચાર્જ વસુલતા હતા. દરોડા દરમિયાન પોલીસે બોગસ તબીબો પાસેથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સીરપ સહિત કુલ રૂ.59,350નો મુદામાલ કબ્જે કરી સઘન પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ પહેલા અલગ અલગ દવાખાનામાં પટાવાળાની નોકરી કરતાં હતા. ત્યારબાદ પોતાને દવામાં ખબર પડવા લાગતાં દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું શરૂ કરી દિધેલ હતું.
ભાવેશ ઉપાધ્યાય