આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા ઝાલાએ કોર્પોરેશનના શંકાસ્પદ ખર્ચાઓ જાહેર કર્યા તેનો જડબાતોડ જવાબ અપાતા સ્ટેન્ડિંગ ચેરમેન
આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ રાજભા ઝાલા તથા તેમના હોદેદારોએ પ્રેસ સમક્ષ કોર્પોરેશનના શંકાસ્પદ ખર્ચાઓ જહેર કર્યા છે. આ બાબતે જડબાતોડ જવાબ અપાતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ જણાવે છે કે, ચોમાસુ આવતા કુવાના દેડકા ડ્રાઉ ડ્રાઉ કરી લોકોને પોતાનો આવાજ સંભળાવતા હોય તેમ આમ આદમી પાર્ટીના કહેવાતા નેતાઓ લોકો સમક્ષ ખોટી માહિતી રજુ કરે છે. રાજભા ઝાલાએ જે આંકડાઓ રજુ કર્યા છે તેમાં તેમનું સંપૂર્ણ અજ્ઞાન છતું થાય છે અને ભૂતકાળમાં તે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા છતાં આ અંગે તેઓ સંપૂર્ણ અજ્ઞાની અને ઠોઠ નિશાળિયા હોય તેવું જોવા મળે છે. આજે પ્રેસ સમક્ષ તેઓએ જે આંકડા રજુ કર્યા છે તે તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે પણ મંજુર કરેલા છે. ફક્ત વસ્તી, વિસ્તાર અને કામગીરીમાં વધારો થતા આંકડાઓ વધેલા હોય તે સ્વાભાવિક છે બાકી તેમાં કોઈ શંકાસ્પદ ખર્ચાઓ નથી અને ભારતીય જનતા પાર્ટીનો વહીવટ સંપૂર્ણ પણે પારદર્શક છે તે નિર્વિવાદ છે જે કઈ ખર્ચા છે તે મહાનગરપાલિકા તેમજ સરકારના ઓડિટ વિભાગ દ્વારા ઓડિટ થયેલા છે અને વધુ પારદર્શકતા લાવવા માટે ટેન્ડર પણ પ્રિ-ઓડિટ કરવાની પ્રથા અમલમાં મુકવામાં આવેલ છે. તેઓ જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા અને બજેટ મંજુર કરેલ ત્યારે અગલા ત્રણ વર્ષ એટલે કે ૨૦૧૦-૧૧, ૨૦૧૧-૧૨ તથા ૨૦૧૨-૧૩ના ખર્ચના આંકડાઓ તેઓએ ગ્રાહ્ય રાખેલ છે તો શું તેજ સમયમાં થયેલા ખર્ચા શંકાસ્પદ ગણવા ના રહે ને? આ રીતે પ્રેસ મીડિયા તથા લોકોને આંકડાની ખોટી માયાઝાળ દેખાડી ખોટું બોલી લોકોમાં સસ્તી પ્રસિદ્ધી માટે લોકોમાં હવાતિયા મારવાનું બંધ કરે તેઓ અંતમાં ઉદયભાઈ કાનગડએ જણાવેલ છે.