ચબુતરો ફિલ્મના કલાકારોએ ‘અબતક’ ની મુલાકાત દરમિયાન માહિતી આપી
અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ચબુતરો’ તેના ટીઝર રીલીઝથી જ ચર્ચામાં આવી ગઇ છે. ફિલ્મની અનોખી પણ સામાન્ય પરિવારોમાં જોવા મળતી વાર્તાઓ દર્શકોને પોતાની સાથે જોડી છે. આવી જ ખૂબ જ સુઁદર વાર્તા સાથેની ફિલ્મ ‘ચબુતરો’ 4 નવેમ્બરના રોજ સમગ્ર રીતે થિયેટર રીલીઝ માટે સંપૂર્ણપણે સજજ છે. જેનું ટ્રલર અમદાવાદ ખાતે 11 ઓકટોબર ના રોજ રીલીઝ કરવામાં આવ્યું છ આ સાથે ફિલ્મ 4 નવેમ્બરના રોજ થિયેટરમા: રીલીઝ થશે.
ચાણકય પટેલ દ્વારા લેખીત અને દિગ્દર્શીત તેમજ વ્હાઇટ એલિફ્રન્ટ દ્વારા નીમીર્ત ચબુતરો ફિલ્મમાં નાયક પોતાની ઓળખ અને ઇચ્છાઓની શોધમાં નીકળે છે. વિદેશની ઉજજવળ કારકિર્દી કે પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાવવું તેની આસપાસ ફિલ્મની વાર્તા આગળ વધે છે. ફિલ્મનું 2.26 મીનીટના ટ્રેલરને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મમાં રોનક કામદાર અને અંજલી બારોટ, ધર્મેશ વ્યાસ, છાયા વોરા, ભૂમિકા બારોટ, ધર્મેશ વ્યાસ, શિવમ પારેખ, અન્નપૂર્ણા શુકલા અને આકાશ પંડયાએ પોતાનો અભિનય આપ્યો છે. ફિલ્મના ગીતો નીરેન ભટ્ટે લખ્યા છે. જયારે સંગીત સિઘ્ધાર્થ અમિત ભાવસારે આપ્યું છે.
નિર્માતા નેહા રાજોરા અને શુભમ રાજોરાની પ્રસ્તુતિ ચબુતરો ફિલ્મનો નાયક પોતાની ઓળખ અને ઇચ્છાઓની શોધમાં નીકળે છે. શું તે પોતાના શહેરમાં પોતાની ઓળખ બનાવી શકશે. તે વાતનો જવાબ 4 નવેમ્બર 2022 ના રોજ ફિલ્મની થિયેટર રીલીઝ સાથે મળી જશે.
ચબુતરો ફિલ્મના ટ્રેલર લોન્ચ પ્રસંગે પ્રોડયુસર નેહાએ જણાવ્યું, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી ઉંચાઇ પર પહોંચી ચુકી છે અને હવે દર્શકો ગુજરાતી ફિલ્મોની બોલીવુડ ફિલ્મો સાથે તુલના કરતા જોવા મળે છે. તેથી જ ચબુતરો ફિલ્મ સાથે અમે ગુજરાતી સંસ્કૃતિ, વતન પ્રત્યનો લગાવ થકી વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આખરે પોતાના દેશ પ્રત્યે કેટલો ગર્વ ધરાવે છે તે દર્શાવવામાં આવ્યું છે.
‘ચબૂતરો’ ફિલ્મ નાયક પોતાની ઇચ્છાની શોધમાં નીકળે છે: રોનક કામદાર
ગુજરાતી ફિલ્મ ચબૂતરો તેના ટીઝર રિલીઝથી ચર્ચા માં આવી છે ત્યારે અબ તક ની શુભેચ્છા મુલાકાતે આવેલા ફિલ્મના અભિનેતા રોનક કામદાર જણાવ્યું હતું કે તેમની 2001 માં સ્કૂલ નાટક થી તેમની કારકિર્દી નો પ્રારંભ થયો છે અત્યારે માત્ર ને માત્ર સ્કૂલમાંથી ક્લાસ બંધ કરવાનો મોકો મળે એ હેતુથી જ નાટકમાં જોડાયા હતો એ પછીથી ધીમે ધીમે સ્ટેજ નાટક નો પ્રારંભ થયો તેમની પ્રથમ ફિલ્મ હુ તુ તું થી ફિલ્મ કારકિર્દીમાં જોડાયા ચાણક્ય પટેલ દ્વારા લેખિત અને દિગ્દર્શિત તેમજ વ્હાઇટ એલિફન્ટ દ્વારાપ્રોડિયુસ ચબૂતરો ફિલ્મ માં નાયક પોતાની ઓળખ અને ઈચ્છાની શોધમાં નીકળે છે
ચબુતરો ફિલ્મ ગરબા રમવાની ક્ષણ મારા માટે સૌથી વધુ રોમાંચક છે: અંજલી બારોટ
ચાણક્ય ફિલ્મ અભિનેત્રી અંજલી બારોટ અબ તકની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું કે આ તેમની પહેલી ફિલ્મ છે અને એ પણ ગુજરાતમાં એ એમની માટે બહુ જ ગર્વની વાત છે ગુજરાતના વર્ક વર્ક કલ્ચરમાં પણ ફેમિલી વાતાવરણ જોવા મળે છે અને તેમને આ ફિલ્મમાં સૌથી વધુ ગમતું હોય તો તે ગરબા રમવા ની અદભુત ક્ષણ તે તેમની માટે ફેવરિટ સીન છે આ ફિલ્મ માં માણસે ત્યાં જ રહેવું જોઈએ જ્યાં તેમની ઓળખ છે એ ઉપર એ વાત પર પૂરેપૂરી ફિલ્મ ગુજરાતી સંસ્કૃતિ વતન પ્રત્યેનો લગાવ વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આખરે પોતાના વતન પ્રત્યે કેટલો ગર્વ ધરાવે છે તે દર્શાવવામાં આવ્યું છે