વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે અભ્યાસ ખુબજ જરૂરી છે. આજે સમગ્ર ભારતમાં દીકરીઓને દરેક ક્ષેત્રે મહત્વ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. પણ હજુ ઘણાખરા એવ લોકો છે કે જેના કારણે મહિલાઓ , દીકરીઓના ભવિષ્યમાં અવરોધ ઊભા થાય છે વીધા આપી જીવન જ્ઞાન આપનાર શિક્ષક જ જો વિદ્યાર્થીનીઑ સાથે શારીરિક અડપલાં કરે તો તો વીધાના ધામ પર ચોક્સ થી લાંછન લાગે છે આવી જ એક ઘટના માળીયા હાટીના તાલુકાના અમરાપુર ખાતે સામે આવી છે.
માળીયા હાટીના તાલુકાના અમરાપુર પે. સેન્ટર શાળાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે . માળિયાના અમરાપુર ખાતે વિદ્યાર્થીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. અમરાપુર ગામના લોકો માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષક ગિરીશભાઈ કેશવભાઈ લાડાણી સામે ગામ લોકોએ રોષ પૂર્વક ફરિયાદ નોંધાવી હતી. શિક્ષકે નાની ઉમરની વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હતા.