કોંગેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગુજરાત વિધાનસભાના પૂર્વ નેતા અને પોરબંદરનાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પંજાનો સાથ છોડી ભાજપમાં જોડાય રહ્યાની વાત હાલ જોરશોરથી ચાલી રહી છે. જોકે અર્જુનભાઈ નનૈયો ભણી રહ્યા છે. બીજી તરફ લુણાવાડાના કોંગી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પણ હાથનો સાથ છોડવા જઈ રહ્યા છે. આજે અપક્ષ ધારાસભ્યો પણ રાજીનામા આપવા જઈ રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગમે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળી ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેશે
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે તોડજોડની રાજનીતિ શરૂ કરી છે. અગાઉ વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ્યું હતુ. દરમિયાન ખંભાતના કોંગી ધારાસભ્ય અમિતભાઈ પટેલે અને વિજાપુરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ રાજીનામું આપી દીધા બાદ લુણાવાડાનાં કોંગી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ આજે ગમે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મળી ગમે ત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે તેવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ પોરબંદરનાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના સૂર પણ છેલ્લા ઘણા સમયથી બદલાયેલા છે. તેઓ પણ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. તેવી અટકળો વહેતી થઈ છે જોકે તેઓ નનૈયો ભણીરહ્યા છે. આગામી દિવસોમાં કોંગ્રેસમાં કેટલાક કડાકા ભડાકા થવાના એંધાણ વર્તાય રહ્યા છે.