ખગ્રાસ ચંદ્રગ્રહણ ૩ કલાક અને પપ મીનીટ સુધી ચાલશે
અષાઢ સુદ પુનમને શુક્રવાર તા.ર૭મી જુલાઇએ ની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે ધાર્મીક દ્રષ્ટ્રીએ પાળવાનું રહેશે આ ચંદ્ર ગ્રહણ ગુરુપુર્ણિમાની રાત્રે થશે સાથે મોળાકતનું જાગરણ પણ આજ દિવસે છે. આ ચંદ્રગ્રહણ મકર રાશીના ચંદ્રમાં થશે તથા ઉતરાષાઢ અને શ્રવણ નક્ષત્રમાં આ ચંદ્ર ગ્રહણ થશે.
ચંદ્ર ગ્રહણ રાત્રે ૧૧.૫૪ થી ગ્રહણની શરુઆત થશે ગ્રહણનો મઘ્ય રાત્રે ૧.૫૨ કલાકે ગ્રહણનો મોક્ષ રાત્રે ૩.૪૯ કલાકે આ ચંદ્ર ગ્રહણ ૩ કલાક અને પપ મીનીટ સુધી ચાલશે.
આ ગ્રહણ રાત્રિના બીજા પ્રહરમાં થાય છે આથી ૩ પ્રહર પહેલા આ ચંદ્ર ગ્રહણનો વૈધ લાગે એટલે કે બપોરના ૧ર.૪૫ થી ગ્રહણના વેધની શરુઆત થશે.
બાળકો બીમાર લોકો વૃઘ્ધો માટે તથા ગર્ભવતી સ્ત્રીઓ માટે સાંજે પ વાગ્યાથી ગ્રહણના વેધની શરુઆત થે.
ગ્રહણનું રાશી પ્રમાણે ફળ મેષ, સિંહ, વૃશ્ર્વિક, મીન, રાશી વાળા લોકોને શુભફળ આપશે.
વૃષભ, કર્ક, ક્ધયા, ધન રાશીના લોકોને મીશ્રફળ મળશે. અશુભ ફળ મિથુન, તુલા, મકર, કુંભ રાશીના લોકોને ગ્રહણ અશુભ ફળ આપશે.
ગ્રહણ દરમ્યાન તર્પણ શ્રાઘ્ધ જપ હોમ કરી શકાય છે. ગ્રહણના મઘ્યભાગમાં દેવપુજન અનેક ગણુ શુભ ફળ આપે છે. ગ્રહણ દરમ્યાન કરેલા મંત્ર જપ લાખ ગણુ ફળ આપે છે આમ ગ્રહણના ગેકાફાયદા કરતા લાભ ઘણા મેળવી શકાય છે. ગ્રહણ પુરુ થતાં દાન કરવું શાસ્ત્રોમાં ઉત્તમ કહેલું છે તેમ શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું.
આ ખગ્રામ ચંદ્ર ગ્રહણ ભારત ઉપરાંત યુરોપ, એશીયા, ઓસ્ટ્રેલીયા, આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરીકા એન્ટાર્કટિકા તથા હિન્દ મહાસગારમા દેખાશે આ ચંદ્રગ્રહણ આ વર્ષનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ છે.