જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા અસર નહીંવતનું ગાણુ
રાજકોટ જિલ્લામાં પશુઓને લમ્પી વાયરસ અને રસીકરણ તથશ લમ્પીથી થયેલા પશુઓનાં મોત બાબતે વિરોધાભાષી વાતો સામે આવી છે. તંત્ર સબ સલામત અને પશુપાલકો ચિંતીત હોવાનો તાલ સર્જી રહ્યા છે.રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લમ્પીનો મૂદો વિપક્ષનાં બદલે શાસકોએ ઉઠાવ્યો હતો. જિલ્લાનાં 55 ગામોમાંથી 363 ગામો લક્ષ્મીથી અસરગ્રસ્ત બન્યા છે અને સતાવાર 35 પશુઓનાં મોત થયા હોવા છતાં પશુપાલન સહિતનાંવિભાગો અને તંત્રની ટીમને પ્રમુખ સહિત શાસકોએ અભિનંદન આપ્યા હતા.
જિલ્લામાં પશુઓને અપાતી રસીના રૂ.100 ઉઘરાવતા હોવાની ફરિયાદો મળી છે તેના જવાબમાં ડીડીઓ અને પ્રમુખે એવી સ્પષ્ટતા કરી હતી કે લમ્પી વાયરસની રસી સરકાર મફતમાં આપી રહી છે કોઈએ તેના પૈસા ચૂકવવા નહિ. ગામડાઓનાં લોકોને પણ આ અંગે જાગૃત કરવામાં આવે તેવી સભ્યોને અપીલ કરવામાં આવી હતી. પશુપાલન વિભાગને અગાઉ સ્વભંડોળમાંથી ખરવાની રસી ખરીદવા માટે રુ. 2 લાખની રકમ ફાળવવામાં આવી હતી તે ગ્રાન્ટને હવે લમ્પી વિરોધી રસી ખરીદવા ફાળવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
લમ્પીનો કહેર ગામે ગામ ફેલાયો છે ત્યારે આ મામલે વિપક્ષ કોંગ્રેસનાં સભ્યો મૌન રહયા હતા. દરમિયાન શાસક પક્ષનાં સભ્યોને લમ્પીની રસીનાં કેટલાક લોકો રુ. 100 જેવી રકમ ગામડાઓમાં લમ્પીની રસીનાં કેટલાક લેભાગુઓ દ્વારા રૂા. 100 લેતા હોવાની ફરિયાદનો મૂદો ઉઠર્યો હતો.