મૃત્યુ પામનાર પશુઓ પડધરી તાલુકાના : જિ.પં.દ્વારા 44 હજાર પશુઓનું રસીકરણ : રાજકોટ ડેરી દ્વારા પણ ફ્રી વેક્સિનેશન જારી
રાજ્યમાં લગભગ દરેક જિલ્લાઓમાં પશુઓને લમ્પી વાયરસે ભરડામાં લીધા છે. સતત વધી રહેલા આ પશુઓના લમ્પી વાયરસથી પશુ પાલકોમાં ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ આ પશુઓમાં ઝડપથી પ્રસરી રહેલા લમ્પી વાયરશે તંત્રને દોડતું કરી દીધું છે.લમ્પી વાયરસને કાબુમાં લેવા તંત્રએ કમર કસી છે અને તાલુકા સ્તરે ભોગ બનેલા ગામડાઓમાં રસિકરણની પ્રવૃતિઓ હાથ ધરી છે. જિલ્લામાં આ લમ્પી વાયરસથી વધુ 5 જેટલાં પશુઓને લમ્પી વાયરસે ભોગ લીધો છે. જિલ્લામાં આ લમ્પી વાયરસથી કુલ 21 જેટલાં પશુઓના મોત થયાનું તંત્રના ધ્યાને આવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં એક તરફ માણસોમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે અને શહેરમાં દૈનિક કેસોની સંખ્યા 40 ને પાર થઈ ગઈ છે ત્યારે બીજી તરફ પશુઓમાં લમ્પી વાયરસ કહેર મચાવી રહ્યો છે. આજે જિલ્લામાં એક દિવસમાં વધુ 53 ગામો સહિત હવે 222 ગામોમાં કેસો મળ્યા છે જેમાં આજે વધુ 5 પશુઓના મોત નીપજ્યાનું જાહેર થયું છે.
જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે જારી કરેલી વિગત મૂજબ આજે પડધરી તાલુકાના ઢોકળીયા ગામે એકખુંટ, કેરાળા ગામે એક ગાય, સરપદડમાં એક ગાય, સાલ પીપળીયામાં 2 ગાય સહિત પાંચ પશુઓના મોત સહિત અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 21 પશુઓના મોત નીપજ્યા છે.
પશુપાલન વિભાગની 49 ટીમો દ્વારા રસીકરણ તેજ કરાયું છે અને આજે 11282 સહિત અત્યાર સુધીમાં 43,623 5શુઓને રસીથી સુરક્ષિત કરાયા છે. જ્યારે રાજકોટ ડેરી પણ મોટાપાયે નિ:શૂલ્ક 2સીકરણ કરી રહી છે અને જિલ્લા દૂધ ઉત્પાદક સંઘે જણાવ્યા મૂજબ તા.14 થી આજ સુધીમાં 90 હજાર પશુઓનું વેક્સીનેશન કરાયું છે આ રસિકરણથી લમ્પી વાયરસનો ફેલાવો ઘટે તેમ છે.
આ ઉપરાંત રાજકોટ મહાપાલિકાએ પણ જવાબદારી સમજીને આજથી રસીકરણ શરુ કર્યું હતું.
દરમિયાન, આ લમ્પી વાયરસથી મોટાભાગે ગૌમાતાનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે ગૌશાળાઓ અને કેટલાક માલધારીઓએ ગાયોના ગમાણમાં ગાયના છાણાં, લીમડા, તેમાં કપુર વગેરે નાંખીને ધૂપ પણ શરુ કરાયો છે. ઉલ્લેખનીય છે કે લમ્પીગ્રસ્ત ગાયને કરડેલ માખી કે મચ્છર કે ઈતડી સ્વસ્થ ગાયને કરડીને આ રોગ ફેલાવે છે તેથી માખી-મચ્છરનો ઉપદ્રવ ઘટે તો રોગને કાબુમાં લાવી શકાય તેમ છે.
ગૌશાળામાં ગૌવંશ બચાવવા ગાયના છાણાં,લીમડાનો કરાતો ધૂપ
લમ્પીગ્રસ્ત ગાયને કરડેલ માખી કે મચ્છર કે ઈતડી સ્વસ્થ ગાયને કરડીને આ રોગ ફેલાવે છે તેથી માખી-મચ્છરનો ઉપદ્રવ ઘટે તો રોગને કાબુમાં લાવી શકાય તેમ છે.આ માટે જિલ્લાની ઘણી ગૌશાળાઓમાં ગૌવંશ બચાવવા ગાયના છાણાં,લીમડાનો ધૂપ કરી આ લમ્પી વાયરસથી પશુઓએ બચાવવા પ્રયત્નો હાથ ધરાયા છે.આ લમ્પી વાયરસથી મોટાભાગે ગૌમાતાનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે ગૌશાળાઓ અને કેટલાક માલધારીઓએ ગાયોના ગમાણમાં ગાયના છાણાં, લીમડા, તેમાં કપુર વગેરે નાંખીને ધૂપ પણ શરુ કરાયો છે.