છેલ્લી ઓવરમાં 11 રન ન પણ ન બનાવી શક્યું મુંબઈ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે અને દરેક ટીમ કે જે પ્લે ઓફ માં પહોંચવા માટે દાવેદાર છે તેવો એડી ચોટીનું જોર પણ લગાવી રહી છે. તારે મુંબઇ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયંટ્સ વચ્ચે મેચ રમાયો હતો.  મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે ત્રણ વિકેટે 177 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 89 રનની અણનમ ઇનિંગ રમી હતી.

કૃણાલ પંડ્યાએ 49 રન અને ક્વિન્ટન ડિકોકે 16 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફે બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ પીયૂષ ચાવલાએ એક વિકેટ લીધી હતી. લખનઉ ના મેડલ ઓર્ડર બેટ્સમેનો મોટો સ્કોર ઉભો કરવામાં નિષ્ફળ નિવડિયા હતા ત્યારે લાગતું હતું કે 178 રન મુંબઈની ટીમ ખૂબ સરળતાથી બનાવી લેશે.

ચેલા પાંચ મેચમાં મુંબઈની ટીમ એ 200 થી વધુના રન ચેઝ ખુબ સરળતાથી કર્યા હતા. ત્યારે આ મેચમાં પણ એવું જ લાગતું હતું કે મુંબઈ સરળતાથી આ મેચ પોતાનામાં નામે અંકે કરી લેશે પરંતુ લખનઉ ના બોલરોની ચુસ્ત બોલીંગના કારણે મુંબઈની ટીમ પાચ અને રોમાંચક બનેલો મેચ હારી ગઈ હતી. છેલ્લી ઓવરમાં 11 રન ની જે જરૂરિયાત હતી તેમાં માત્રને માત્ર મુંબઈની ટીમ 6 રન જ બનાવી શકી અને પાંચ અને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ તરફથી ઈશાન કિશને 59 અને રોહિત શર્માએ 37 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે અણનમ 32 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી યશ ઠાકુર અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી.

ટેસ્ટ, વન ડે અને ટી-ટ્વેન્ટી માં શુભમનનો દબદબો

જયસ્વાલની ‘યશસ્વી’ રમત ભારતને ‘ચાર-ચાંદ’ લગાવી દેશે

ભારતીય વનડે ટીમમાં હવે ઓપનર બેટ્સમેનો માટે નવી તક જોવા મળી છે અત્યાર સુધી રોહિત શર્મા અને શિખર ધવન ભારત માટે ઓપનિંગ કરતા હતા પરંતુ હવે તે કાળ જાણે પૂરો થયો હોય ત્યારે ભારતીય ટીમને ઓપનરોની ઉણપ ન વર્તાઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ ચાલુ વર્ષમાં જ ટેસ્ટ, વન-ડે, ટી ટ્વેન્ટી અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સદી ફટકારનાર શુભમન ગિલ પ્રથમ ખેલાડી બની ગયો છે તો બીજી તરફ જૈસવાલની યસસ્વી ઈનિંગ ભારતીય ટીમને ચાર ચાંદ લગાવી દેશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ બંને યુવા ઓપન્નરો ની કલા અને કૌશલ્ય પણ અનેરૂ છે કારણ કે ગીલ રાઇટ બેટ્સમેન છે તો યશસ્વી જયસ્વાલ લેફ્ટડેડ બેચમેન છે અને બંને પોતાની આક્રમક રમત માટે ખૂબ પ્રચલિત થયા છે.

વિદેશી ખેલાડીઓ પણ ભારતના યુવા ખેલાડીની પ્રશંસા કરતા થાકતા નથી તેમાં ઇંગ્લેન્ડના જો રૂટે યશસ્વી જયસ્વાલ અંગે જણાવ્યું હતું કે તેને પોતાની ક્ષમતા પર ભરોસો છે અને ક્રિકેટ પ્રત્યેનું જૂનું છે જે પરિણામ રૂપે તેને ભારતીય ટીમમાં સ્થાન અપાવવા માટે કારગત નિવડશે. એ હાલ જે રીતે બંને ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી રહ્યા છે તેનાથી ભારતીય ટીમમાં ચાર ચાંદ લાગી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.