રાજસ્થાન ત્રીજા સ્થાને રહેશે કે કેમ તે સમયજ બતાવશે , જ્યારે ચોથા સ્થાન માટે દિલ્હી અને બેંગ્લોર વચ્ચે કાંટે કી ટક્કર
ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચમી સિઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે ત્યારે પ્લે ઓફમાં પહોચવા માટે નંબર એક ઉપર ગુજરાત જ્યારે નંબર બે ઉપાડ લખનવની ટીમ સુનિશ્ચિત થઈ છે. ત્યારે હવે ત્રીજા ક્રમ ઉપર રાજસ્થાન રોયલ તેવું હાલ માનવામાં આવી રહ્યું છે કારણ કે રાજસ્થાનના ૧૬ પોઇન્ટ છે અને હજુ એક મેચ તેને જમવાનું બાકી છે. રાજસ્થાન અને ચેન્નાઇ વચ્ચે નો છેલ્લો મેચ આજે રમાય છે તેમાં જો રાજસ્થાન ચેન્નાઇ સામે જીત હાંસલ કરે તો તે ત્રીજા સ્થાન ઉપર પહોંચી જશે.
ત્યારબાદ ચોથા સ્થાન ઉપર જાણે કાંટે કી ટક્કર જેવો માહોલ પણ જોવા મળશે કારણ કે દિલ્હી કેપિટલ્સ અને બેંગ્લોર આ બંને ટીમને 14 પોઇન્ટ છે તેમજ પંજાબ અને હૈદરાબાદને પણ 12-12 પોઇન્ટ છે. સામે દિલ્હી બેંગલોર પંજાબ અને હૈદરાબાદ માં દિલ્હી કેપિટલ ની રેટ ક્લાસમાં હોવાથી દિલ્હીને ચોથા સ્થાન પર પહોંચવા માટે ઘણો ખરો પાંચ આશાદીપ બન્યો છે પરંતુ જરૂરી એ છે કે દિલ્હીનો બાકી રહેલો મેચ કે જે મુંબઇ સામે છે તેમાં ટીમ જીત હાંસલ કરી ૧૬ પોઇન્ટ અંકે કરે.
બીજું સમીકરણ એક એવું પણ થઈ રહ્યું છે કે આરસીબી નો મેચ ગુજરાત સામે રમાશે જ્યારે પોઇન્ટ ટેબલમાં ગુજરાત પ્રથમ ક્રમે છે તો આરસીબી અને ચોથું સ્થાન જો હાંસલ કરવું હોય તો ગુજરાતને માત આપવી ખૂબ જરુરી છે. તારે ગુજરાત અને બેંગલોર વચ્ચે નો મેચ પણ ખૂબ જ રોમાંચક તબક્કામાં જોવા મળશે અને ગુજરાત સતત એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરશે કે તે બેંગલોરની ટીમ ને માતા આપે. હાલના તબક્કામાં જે ચોથા સ્થાન માટેની ટીમો છે તેમાં દિલ્હીનું પલડું ભારે છે જેનું મુખ્ય કારણ એ છે કે તેની રનરેટ પ્લસ હોવાથી તેને પ્લેઓફમાં પહોંચવા ના ચાન્સ વધુ પ્રબળ બન્યા છે.
IPLમાં બાકી રહેતા મેચો અને ટીમની સ્થિતિ
રાજસ્થાન (16 પોઇન્ટ ) – ચેનઈ ( 8 પોઇન્ટ )
દિલ્હી ( 14 પોઇન્ટ ) – મુંબઇ ( 6 પોઇન્ટ )
બેંગ્લોર ( 14 પોઇન્ટ ) – ગુજરાત ( 20 પોઇન્ટ )
પંજાબ ( 12 પોઇન્ટ ) – હૈદરાબાદ ( 12 પોઇન્ટ )