લાર્સન એન્ડ ટુબ્રોના સીઇઓ અને એમડી એસ.એન. સુબ્રહ્મન્યનને મેટલજિંકલ ઉઘોગોમાં લીડરશીપમાં પ્રતિષ્ઠિત આઇઆઇએમ જેઆરડી દ્વારા એવોર્ડ એનાયત થયો છે. આ સાથે સુબ્રમન્યન પ્રતિષ્ઠિત આઇઆઇએમ -જેઆરડી ટાટા એવોર્ડ અગાઉ મેળવનાર દિગ્ગજો રતન ટાટા ઇ શ્રીધરન, સજજન જિંદાલની હરોળમાં સામેલ થયા છે.
તાજેતરમાં આ એવોર્ડ સમારંભ ૫૭માં નેશનલ મેટલજિંકલ ડે પર એલએન્ડ ટીના સીઇઓ અને એમડીને એવોર્ડ એનાયત થયો હતો.
એલએન્ડ ટીના સીઇઓ અને એમડીએ એવોર્ડ સમીતીનો આભાર માનતા કહ્યું હતું કે હું આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને સન્માનની લાગણી અનુભવું છું. જે ભારતીય ઉઘોગમાં એલએન્ડટીના પ્રદાનનું સન્માન પણ છે. અમે ઉત્કૃષ્ટતા મેળવવા અને નવા માપદંડો સ્થાપિત કરવાનું જાળવી રાખીશું.
સુબ્રમન્યનની પસંદગી મેટરલજિંકલ ઉઘોગમાં લીડરશીપ અને વિકાસમાં એમના ઉત્કૃષ્ટતા પ્રદાનને બિરદાવવા માટે થઇ હતી. તેમના પ્રદાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બન્ને ક્ષેત્ર પર અસર કરી છે.
આઇઆઇએમ જેઆર ડી એવોર્ડની શરુઆત વર્ષ ૨૦૦૭ માં ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેટલ્સ (આઇઆઇએમ) એ કરી હતી. સ્ટીલ અને ખાણ મંત્રાલય દર વર્ષે નેશનલ મેટલજિંકલ ડે પર આ એવોર્ડ એનાયત કરે છે.
આ પ્રસંગે સચિવ બિનોય કુમાર અને રાજય કક્ષાના મંત્રાલયમાં સંયુકત સચિવ રુચિકા ચૌધરી ગોવિલ, આઇઆઇએમના પ્રેસિડન્ટ ડો. કામાચી મુદાલી અને સેક્રેટરી જનરલ કુશલ સાહા વગેરે મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.