1 ઓક્ટોબરની સવારે એલપીજી ગ્રાહકોને મોટો ફટકો પડ્યો છે, LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજે સવારે જાહેર કરવામાં આવ્યા છે અને તહેવારો પહેલા જ ગ્રાહકોના ખિસ્સા પર ભારે વધી ગયો છે.
ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 50 રૂપિયાનો વધારો કર્યો છે. જો કે, આ વખતે પણ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો માત્ર 19 KG કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે, તેલ કંપનીઓએ 14 KGના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલ મુજબ, 1 ઓક્ટોબર, 2024થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મુંબઈમાં 1692.50 રૂપિયા, કોલકાતામાં 1850.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1903 રૂપિયામાં ઉપલબ્ધ છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ 39 રૂપિયાનો વધારો થયો હતો અને તે 1691.50 રૂપિયા થઈ ગયો હતો.
જાણો કેટલો ભાવ વધ્યો
જો કે, આ વખતે પણ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જ ફેરફાર કરાયો છે, જ્યારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ હજુ પણ યથાવત્ રખાયા છે. 1 ઓક્ટોબરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 48.5 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1740 રૂપિયા થઈ ગઈ છે.
જુલાઈ મહિનાથી ભાવમાં સતત વધારો
જુલાઈ 2024થી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. 1 જુલાઈ, 2024 ના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજીની કિંમતમાં ઘટાડો કરવાની ભેટ આપી હતી અને રાજધાની દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ બીજા જ મહિને એટલે કે ઓગસ્ટ 2024માં 19 કિલો ગેસ સિલિન્ડર 8.50 રૂપિયા મોંઘો થઈ ગયો હતો. તો 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં સીધો રૂ. 39નો વધારો થયો હતો.
ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત કોઈ ફેરફાર નહિ
આ સામે જ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લાંબા સમયથી યથાવત રાખી છે. કેન્દ્ર સરકારે મહિલા દિવસ (8 માર્ચ) પર મોટી રાહત આપતાં 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડર પર ગ્રાહકોને મોટી રાહત આપી હતી. આ પછી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.