સવારના બ્રેકફાસ્ટમાં રોજ ઓટ્સ બનાવીને ખાવાથી શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે. જો કે આ માટે કેવા ઓટ્સ ખાવા તે જાણી લેવું જરૂરી છે. આજકાલ ઈન્સ્ટન્ટ ઓટ્સનું ચલણ વધ્યું છે
જે સાદા ઓટ્સ જેટલા હેલ્ધી નથી. ખૂબ જ ઝડપી બે મિનિટમાં બની જાય એવા ઓટ્સ ઝડપી પચી પણ જાય છે અને ચરબીમાં રૂપાંતરિત થઈને શરીરમાં સંગ્રહાય છે. ઓછા પ્રોસેસ્ડ ઓટ્સ પચવીને ખાવામાં આવે તો એમાં રહેલું બીટા ગ્લુકેન નામનું સોલ્યુબલ ફાઈબર ખોરાકમાં રહેલા કાર્બોહાઈડ્રેડનું ઝડપી શોષણ થતું અટકાવે છે.