આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી ક્રિશ મોરીસે મેચ વિનીંગ ઈનીંગ રમી: જયદેવ ઉનડકટે 3 વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચ બન્યો
રાજસ્થાન રોયલે આઈપીએલ-2021ની સાતમી મેચમાં દિલ્હી કેપીટલ સામે 148 રનનો પીછો કરતા માત્ર 19.4 ઓવરમાં 7 વિકેટે 150 રન કરીને રાજસ્થાનનો દિલ્હીના રોયલને વાજે તેઓ વિજય થયો હતો. લો સ્કોરીંગ મેચમાં પણ રાજસ્થાનના બેટ્સમેનો અને દિલ્હીના બોલરોએ રોમાંચક બનાવી દીધો હતો. આઈપીએલના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી ક્રિશ મોરીસે મેચ વિનીંગ ઈનીંગ રમી રાજસ્થાનને મેચ જીતાવી દીધી હતી. રોયલ્સને અંતિમ 2 ઓવરમાં 27 રનની જરૂર હતી ત્યારે મોરીસે એકલા હાથે મેચનો રૂખ બદલ્યો હતો અને 18 બોલમાં અણનમ 4 સિક્સરની મદદથી 36 રન બનાવ્યા હતા. આઈપીએલ-2021ના છેલ્લા ત્રણ મેચ લો સ્કોરીંગ થાય છે પરંતુ ખુબજ રોમાંચક બની રહ્યાં છે. ત્યારે હવે આજે ચેન્નઈ અને પંજાબનો મુકાબલો રમાશે.
રાજસ્થાનને 2 ઓવરમાં 27 રનની જરૂર હતી. ત્યારે મોરીસે રબાડાએ નાખેલી 19મી ઓવરમાં બે સિક્સર મારી હતી અને એક ડબલ છેલ્લા બોલે સીંગલ લઈ ઓવરમાં કુલ 15 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં 12 રનની જરૂર હતી ત્યારે ટોમ કરનને 20મી ઓવરમાં નાખેલા પ્રથમ બે બોલે બે રન લીધા હતા. ત્યારબાદ બીજા અને ચોથા બોલે સિક્સ મારી રાજસ્થાન રોયલને ક્રિશ મોરીસે ભવ્ય વિજય અપાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને આઈપીએલ-2021ની સાતમી મેચમાં દિલ્હી કેપીટલ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય હતો. રાજસ્થાને પોતાની ટીમમાં બે બદલાવ કર્યા હતા. બેન સ્ટોક અને શ્રેયસ ગોપાલની જગ્યાએ ડેવીડ મિલન અને જયદેવ ઉનડકટને સ્થાન મળ્યું હતું. ત્યારે દિલ્હી કેપીટલમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા હતા. સીમરોન હેટમાયર અને અમીત મિશ્રાની જગ્યાએ કગીસો રબાડા અને લલીત યાદવને સ્થાન આપવામાં આવ્યું હતું. દિલ્હીની શરૂઆત ખુબજ નબળી રહી હતી. બીજી ઓવરમાં જયદેવ ઉનડકટે પૃથ્વી શોને ડેવીડ મીલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ ચોથી ઓવરના પહેલા બોલે શિખર ધવન ઉનડકટની બોલીંગમાં કીપર સેમસન દ્વારા કેચ આઉટ થયો હતો. દિલ્હી કેપીટલની 42 રનમાં 5 વિકેટ ખડી હતી જો કે ત્યારબાદ રૂષભ પંતે કમાન સંભાળતા 32 બોલમાં 9 ફોરની મદદથી 51 રન બનાવ્યા હતા અને દિલ્હી કેપીટલે 20 ઓવરમાં 8 વિકેટે 147 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી જયદેવ ઉનડકટે 3 વિકેટ ઝડપી હતી અને 4 ઓવરમાં 15 રન આપી દિલ્હીના ટોપ ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા હતા. બાદમાં રાજસ્થાન રોયલ્સની બેટીંગ પણ ખરાબ રહી હતી. ટોપ-3 બેટ્સમેન સિંગલ ડિજીટમાં આઉટ થયા હતા અને 40 રનમાં જ 5 વિકેટ ખડી હતી. જો કે ત્યારબાદ ડેવીડ મીલરે લીગની 10મી ફિફટી ફટકારતા 43 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી 62 રન કર્યા હતા. જો કે ત્યારબાદ ક્રિશ મોરીસે રાજસ્થાન રોયલ્સને ભવ્ય વિજય અપાવી દીધો હતો.