મગફળીનું ઉત્પાદન ઓછુ રહેવાના અંદાજથી સિંગતેલ તરફ વળેલા લોકોની સંખ્યા ઘટશે: પામ-કપાસીયાને લઇ ખાદ્યતેલના ભાવ સ્થિર રહેશે
સૌરાષ્ટ્ર ઓઈલ મીલર્સ એસોસીએશનની ૬૯મી વાર્ષિક સભામાં મગફળીના ઉત્પાદનનું ચિત્ર રજૂ થયુ: સોમા અને સરકારના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરી
ચાલુ વર્ષે વરસાદની ઘટના કારણે મગફળીના ઉત્પાદનમાં ૪૮ ટકાના ઘટાડાનો અંદાજ સોમાએ પોતાની ૬૯મી વાર્ષિક સભામાં રજૂ કર્યો છે. જો કે, ઉત્પાદનમાં અડધો-અડધ ઘટાડા બાદ પણ ભાવમાં વધુ ફર્ક પડશે નહીં તેવું માનવામાં આવી રહ્યું છે. પામ-કપાસીયાને લઇ ખાદ્યતેલના ભાવ સ્થિર રહેશે.
મગફળીનું ઉત્પાદન ઘટતા લોકો અન્ય ખાદ્યતેલ તરફ વળશે. પરિણામે મગફળીનું ઓછું ઉત્પાદન લોકોના સ્વાસ્થ્યને સીધી અસર કરશે. બીજી તરફ પામ તેલના ભાવ પણ નીચા રહેતા લોકો સિંગતેલના સ્થાને અન્ય ખાદ્ય તેલને પસંદ કરશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.સૌરાષ્ટ્ર ઓઈલ મીલર્સ એસોસીએશનની ૬૯મી વાર્ષિક સભામાં કેન્દ્રીય રાજય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા સહિતના રાજકીય તેમજ અપૂર્વ સ્વામી સહિતના ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ વાર્ષિક સાધારણ સભામાં સોમાના પ્રમુખ સમીર શાહે ઓઈલ મીલરો અને વેપારીઓને નડતા કેટલાક પ્રશ્નો રજૂ કર્યા હતા.
મગફળીનું ઉત્પાદન છેલ્લા બે વર્ષથી સરૂ થઈ રહ્યું હોવા છતાં બજારમાં ટેકાના ભાવ કરતા ખેડૂતોને નીચા ભાવ મળી રહ્યાં હોવાનો મત પણ તેમણે વ્યકત કર્યો હતો. તેમજ લોકો સુધી સિંગતેલના ફાયદા પહોંચાડવા કેન્દ્ર સરકાર સમક્ષ પીનટ પ્રમોશન કાઉન્સીલની સ્થાપના કરવા રજૂઆત થઈ હતી.આ સભા દરમિયાન સોમાના પૂર્વ પ્રમુખ ઉકાભાઈ પટેલે સરકાર મગફળીના ઉત્પાદનનું ખોટુ ચિત્ર રજૂ કરતી હોવાનો દાવો કર્યો હતો. મગફળીના પાકનો અંદાજ સરકાર બે ગણો કાઢતી હોવાનો ઉકાભાઈ પટેલે કહ્યું હતું. પરિણામે બજારમાંથી મગફળીના ખરીદદારો હટી જાય છે અને ખેડૂતોને નુકશાન જતુ હોવાનું તેમણે કહ્યું હતું અને ભવિષ્યમાં સરકાર આ બાબતે કાળજી રાખે તેવી રજૂઆત પણ કરી હતી.
સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનની બેઠકમાં જણાવાયું હતું કે, ગત વર્ષે ૨૫ લાખ ટનના ઉત્પાદનનો અંદાજ મુકાયો હતો પણ ચાલુ વર્ષે નબળા ચોમાસાના કારણે મગફળીનું ઉત્પાદન ઓછુ આવશે. ગત સાલ કરતા ઉત્પાદનમાં ૪૮ ટકા ઘટાડો થશે. ગુજરાતમાં ફકત ૧૩.૦૫ લાખ મેટ્રીક ટન ઉત્પાદનનું થશે તેવો દાવો કરાયો હતો.
ખેડૂતોને વાવેતર માટે પ્રોત્સાહન મળે તે માટે રજૂઆત થઈ હતી. અમરેલીમાં ૬૭ હજાર ટન, ભાવનગરમાં ૮૫ હજાર ટન, જામનગરમાં ૧.૧૫ લાખ ટન, દ્વારકામાં ૬૭ હજાર ટન, જૂનાગઢમાં ૩.૫૦ લાખ ટન, ગીર સોમનાથ ૧.૪૫ લાખ ટન, રાજકોટમાં ૧.૮૦ લાખ ટન, પોરબંદરમાં ૫૭ હજાર ટન અને મોરબીમાં ૧૭ હજાર ટન જેટલું ઉત્પાદન થશે તેવો અંદાજ સોમાએ આપ્યો હતો.
સિંગતેલ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે તેવા ભ્રામક પ્રચાર અંગે પણ સોમા જાગૃત થયું છે. સિંગતેલથી કોઈપણ જાતનું નુકશાન ન થતું હોવાની વાત લોકો સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું હતું. આ માટે પીનટ પ્રમોશન કાઉન્સીલની રચના કરવાનો મત વ્યકત કરાયો હતો.
સિંગતેલની વિશ્વસનિયતા વધારવા સોમા બ્રાન્ડ સાથે આગળ આવે: કૃષિમંત્રી રૂપાલાકેન્દ્ર તેમજ રાજ્ય સરકર ખેડૂતોના પાક વીમા, ટેકાના ભાવે ખરીદી સહીત તમામ પ્રશ્ને હરહંમેશ હકારાત્મક અભિગમ સાથે ચાલી રહી હોવાનું કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાએ સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિએશનની ૬૯ મી વાર્ષિક સભા પ્રંસગે જણાવ્યું હતું.
મંત્રી રૂપાલાએ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લેવાયેલ ટેકાના ભાવો તેમજ પાક વીમો મળી રહે અને તમામ સમસ્યાનો કાયમી અને સચોટ ઉકેલ બની રહે તે માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે એસોસિએશન તેમજ ખેડૂતો પણ જરૂરી પાક લક્ષી માહિતી સમયાંતરે સરકારને મળી રહે તે માટે અનુરોધ કર્યો હતો.
મગફળી સહીત કૃષિ પ્રોડક્ટ્સની વિદેશમાં નિકાર્સો સરકાર દ્વારા જરૂરી તમામ પગલા લેવાઈ રહ્યા હોવાનું તેમજ વધુ ઇન્ટેન્સિવ મળે તે માટે પ્રયત્નશીલ હોવાનું તેમજ ખાનગી સંસઓને કૃષિ ક્ષેત્રે વિકાર્સો સહભાગી વા મંત્રી રૂપાલાએ આહવાન કર્યું હતું.
મંત્રીએ બ્રાઝીલ અને ઈઝરાઈલનું ઉદાહરણ આપતા સમયની સાોસા સંશોધનાત્મક ખેતી, બિયારણ પર ભાર મુકતા જણાવ્યું હતું કે મગફળીનું વિપુલ અને ગુણવતાયુક્ત ઉત્પાદન થાય તેમજ ઉત્તમ તેલ મળી રહે તે પ્રકારે આપણો અભિગમ હોવો જોઇએ. સાથો સાથ મગફળીના તેલની શુધ્ધતા પર ભાર મુકતા મંત્રી રૂપાલાએ બ્રાન્ડ સાથ આગળ આવવા આહવાન કર્યું હતું.
આ પ્રંસગે ઉપસ્તિ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ખેડૂતોને તેમની મહેનતનું સારું વળતર મળી રહે તે માટે બન્ને તરફી સહકારની અપેક્ષા સો મિલર્સ એસોસિએશનના માધ્યમી ખેડૂતો પાણી પત્રક, શાખ પત્રક સમયસર આપે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉત્પાદનનો સાચો અંદાજ લગાવી શકે અને તો જ આયાત નિકાસ પોલિસી સારી રીતે ઘડી શકાય તેમ જણાવ્યું હતું.
આ પ્રંસગે અપૂર્વમુનિ સ્વામીએ પ્રેરણાદાયી પ્રવચન પાઠવ્યું હતું. સંસના પ્રમુખ સમીર શાહે પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું આ અવસરે વેપારી મંડળના પ્રમુખ ગોરધનભાઇ ધમસાણિયા તથા ઇજનેરી સંગઠનના પ્રમુખ પરેશભાઇ પટેલ સંસના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.