મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના: સૌરાષ્ટ્રમાં બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે
સૌરાષ્ટ્રમાં બે દિવસથી આંશિક મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશમાં લો-પ્રેસર સક્રિય તા આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની નવી આગાહી આપવામાં આવી છે. જો કે, સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક વરસાદની સંભાવના નહીંવત છે. બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં અમુક જિલ્લામાં અતિ ભારે વરસાદની શકયતા પણ વ્યકત કરવામાં આવી છે. આજે સવારી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૪ જિલ્લાના ૯૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. શુક્રવારે સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ રહ્યો હતો. જેતપુર, કોટડા સાંગાણી, ખંભાળીયા, ગીર-ગઢડા, તાલાલા, ઉના, જાફરાબાદ અને ગારીયાધરમાં હળવા ઝાપટા પડયા હતા. સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરા અને દાહોદમાં ૬॥ ઈંચ પડયો હતો. જ્યારે ડોલવાણમાં ૫ ઈંચ વરસાદ વરસ્યો હતો.
મધ્યપ્રદેશમાં લો-પ્રેસર સર્જાતા અને સૌરાષ્ટ્ર-કચ્છ પર સાયકલાનિક સકર્યુલેશન સક્રિય હોય આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
ભાદર સહિતના ૯ જળાશયોમાં પાણીની આવક યથાવત
બે દિવસી સૌરાષ્ટ્રમાં આંશિક મેઘવિરામ જેવો માહોલ છે. છલકાતા નદી-નાળાના કારણે જળાશયોમાં ધીમી ધારે સતત પાણીની આવક ચાલુ છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર સહિતના ૯ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. ભાદર ડેમમાં વધુ ૦.૨૩ ફૂટ પાણીની આવક તા ૩૪ ફૂટે ઓવરફલો તા ભાદરની સપાટી ૩૨.૩૦ ફૂટે પહોંચવા પામી છે અને ડેમ ઓવરફલો વામાં માત્ર ૧.૭૦ ફૂટ જ બાકી રહ્યો છે. ડેમમાં હાલ ૫૮૩૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ભાદર ઉપરાંત મોજ ડેમમાં નવું ૦.૩૯ ફૂટ, ઈશ્વરીયામાં ૦.૩૩ ફૂટ, સાનીમાં ૧.૦૫ ફૂટ, ધી ડેમમાં ૧.૬૪ ફૂટ, વર્તુ-૨માં ૦.૮૨ ફૂટ, શેડાભાડરીમાં ૦.૪૯ ફૂટ અને સીંધણી ડેમમાં ૨.૪૬ ફૂટ પાણીની આવક થવા પામી છે.
ભાદર ડેમમાં સૌની યોજના અંતર્ગત પણ નર્મદાના પાણી ઠાલવવામાં આવી રહ્યાં હોય ૧૦ થી ૧૫ દિવસમાં ડેલ છલકાય તેવી શકયતા જણાય રહી છે.