શિયાળની ઋતુ સ્વાસ્થ્યની ઋતુ તો કહેવાય જ છે પરંતુ શિયાળામાં ઠંડીને કારણે શરદી ,ઉધરસ,વાયરલ ફ્લૂ જેવી બીમારીનો ભય વધુ રહે છે. આવા રોગોથી રક્ષણ મેળવવા માટે આરોગ્યપ્રદ આહારનું સેવન કરવું જોઈએ. કોરોના કાળમાં લોકો પોતાની ઇમ્યુનિટી પ્રત્યે વધુ સજાગ થયા છે તેથી એવા ખોરાકમાં સેવન કરવું જોઈએ જે ઇમ્યુનિટીમાં પણ વધારો કરે.તો જાણીએ સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી માટે કયો ખોરાક યોગ્ય કહેવાય :
૧.ખાટા ફળો :
ખાટાં ફળોના સેવનથી વિટામિન સી મળે છે અને શરીરની રોગપ્રિકારકશક્તિમાં પણ વધારો થાય છે તેથી કોરોનાના સંક્રમણથી બચવા માટે લીંબુ,નારંગી, સંતરા,કીવી,દ્રાક્ષ વગેરે ખાટાં ફળોનું સેવન કરવું જોઈએ .
૨. લસણ :
લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ જેવા ગુણધર્મો હોય છે અને લસણમાં સલ્ફર હોવાના કારણે તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. લસણ એન્ટીફંગલ ગુણધર્મના કારણે ચેપ સામે રક્ષણ અપાવવામાં પણ મદદરૂપ થાય છે.
૩. હળદરવાળું દૂધ :
હળદરવાળા દૂધમાં એક કરતા વધુ ગુણો છે. શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા વાગ્યો હોય ત્યારે આપણને હળદરવાળું દૂધ પીવડાવવામાં આવે છે.હળદર વાળા દૂધમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે ઘાને મટાડવામાં મદદરૂપ થાય છે. હળદર વાળું દૂધ પીવામાં આવે તો તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને તેના દ્વારા ચેપનું જોખમ પણ ટાળી શકાય છે.
૪. દહીં :
દહીંમાં વિટામિન સી અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને દહી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે . લોકોનું માનવું હોય છે કે શિયાળના સમયમાં દહીં ખાવું જોઈએ નહીં કારણ કે દહીં ઠંડો ખોરાક છે પરંતુ દિવસ દરમિયાન તમે દહીંનો વપરાશ કરી શકો છો.
૫.ગરમ પાણી :
શિયાળાની ઋતુમાં જ નહીં પરંતુ બધી જ ઋતુમાં ડોક્ટર ગરમ પાણી પીવાનું કહે છે. ગરમ પાણી પીવાથી વજનમાં પણ ઘટાડો થાય છે અને તે ઈમ્યુનિટી પાવર માં પણ વધારો કરે છે.
૬. પાલક :
પાલકમાં વિટામિન સી , એન્ટીઓક્સીડંટ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે જે ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થઈ શકે છે. તેમજ પાલક સ્કિન માટે પણ ગુણકારી હોય છે.