આપણે વિશ્વમા વિવિધ જગ્યાઓ પર જવા માંગતા હોય છે. અલગ સ્થળો જોવા લોકોને ગમતા હોય છે પરંતુ ઘણી વખત વિદેશમાં જવાની પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ બની જતી હોય છે.જો તમને ઓછા ખર્ચે સારા સ્થળોએ ફરવા જવું હોય તો વિશ્વમાં ઘણી શ્રેષ્ઠ જગ્યાઓ છે જ્યાં તમે ઓછા ખર્ચે સારી જગ્યાઓની સફર માણી શકશો.તો જાણીએ વિશ્વમાં નિહાળવા લાયક કઈ જગ્યાએ છે :
મ્યાનમાર :
મ્યાનમાર દક્ષિણપૂર્વ એશિયામાં જોવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે ત્યાં રોડ દ્વારા પણ જઇ શકીએ છીએ.તમારે ફક્ત મણિપુરની રાજધાની ઇમ્ફાલ પહોંચવાનું છે. આ માટે તમારે પ્લેન અથવા ટ્રેનમાં ગુહાટી જવું પડશે.મ્યાનમાર જગ્યા ખૂબ જ ઓછા લોકોએ જોઈ છે તેથી ત્યાં ભીડ ઓછી હોય છે.
વિયેતનામ :
તે પ્રવાસ માટેનો એક શ્રેષ્ઠ દક્ષિણપૂર્વ એશિયન દેશ છે. વિયેતનામમાં સુંદર બીચ, સુંદર લેન્ડસ્કેપ્સ, અમેઝિંગ સ્ટ્રીટ ફૂડ, ઇતિહાસ અને ઘણી ચૂનાના પથ્થરની ગુફાઓ જોઈ શકીએ છીએ. જો તમે પ્રકૃતિપ્રેમી છો અને ઓછા ખર્ચે ફરવા ઈચ્છતા હોય તો વિયેતનામની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.
નેપાળ :
જો તમે વિદેશમાં મુસાફરી ઈચ્છતા હોય તો નેપાળ દેશ સોથી બેસ્ટ છે કારણ કે ત્યાં જોવા લાયક સ્થળો પણ ઘણા બધા છે. તમને અહીં ઘણું જોવા મળશે જેમ કે અહી વિશ્વની ઊંચી પર્વતમાળાઓ , સંસ્કૃતિ વગેરે જોવા મળશે.
શ્રીલંકા :
ભારતીયોની મુસાફરી માટે તે એક સસ્તા દેશોમાંનો એક છે શ્રીલંકા જે સુંદર દરિયાકાંઠાના વિસ્તારો માટે જાણીતું છે શ્રીલંકામાં ભારતીય મુસાફરોનું સારી રીતે સ્વાગત કરવામાં આવે છે. શ્રીલંકામાં ચારેબાજુ દરિયાકિનારા છે અને તે વિશ્વના સૌથી વધુ પસંદ કરેલા ટાપુઓમાંથી એક છે. જો તમે રોમાંચક પ્રવૃત્તિઓ કરવા માંગો છો તો શ્રીલંકાનો પ્રવાસ અવશ્ય કરવો જોઇએ.
માલદીવ :
માલદીવ પ્રવાસ માટેનું ઉતમ સ્થળ છે. માલદીવ ઘણાં રેસ્ટહાઉસ,રીસોર્ટ્સ,બીચ આવેલાં છે.જ્યાં ઓછા ખર્ચમાં તમે વધુ આનંદ મેળવી શકશો.