ઈજાગ્રસ્ત શ્વાનની સ્પાઈન સર્જરી કરાવાઈ
હાલના સમયમાં અકસ્માતોના કિસ્સાઓ ખૂબ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે જેમાં અબોલ જીવો પણ બાકાત રહ્યા નથી એવી જ એક રાજકોટમાં ઘટના બની છે મિલપરા વિસ્તારમાં. એક રખડતા શ્વાનને આશરે ત્રણ મહિના પહેલા અકસ્માત થતા તેની કરોડરજ્જુ ઇજાગ્રસ્ત થઈ હતી જેથી પાછળના બંને પગ નિષ્ક્રિય થયા હતા. ત્યારબાદ હાર્દિકા અને જાનકી નામની બે મહિલાઓએ તે રખડતા શ્વાન પ્રત્યે દયા દાખવી તેની સારવાર કરાવી હતી.
પ્રથમ વખત આશરે 15 દિવસ સુધી દાદરી સારવારમાં તેને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા પરંતુ તબિયતમાં કોઈ સુધાર ન આવતા તેની કરોડરજ્જુનું ઓપરેશન કરવામાં આવ્યા હતું. ઓપરેશન બાદ તેની સ્થિતી હાલ સુધાર પર છે તથા તેના માટે એક વ્હીલ ચેર જેવી પ્રેમ બનાવવામાં આવી છે હાલ તે નું નામ રોકી રાખવામાં આવ્યું છે તથા બંને મહિલાઓ તેની પૂરતી સંભાળ લઈ રહ્યા છે.