યુવતીએ પ્રેમી સાથે રહેવાનું નિવેદન આપ્યું છતા પોલીસે નારી સંરક્ષણમાં મુકતા પરિવારે ત્યાથી કબજો લીધાનો આરોપ
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલી ખુદીરામ બોઝ ટાઉનશીપમાં રહેતા યુવકની પ્રેમિકાને પોતાનો પરિવાર પરત લઈ જતાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, રેલનગર વિસ્તારમાં આવેલી ખુદીરામ બોઝ ટાઉનશીપમાં રહેતા ફૈઝલ અલીભાઈ જુણાચ નામનો 23 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ચારેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. જેથી યુવાનને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં ફિનાઈલ પી લેનાર ફૈઝલે એક યુવતી સાથે આંખ મળી જતાં બન્ને લીવ ઈન રિલેશન શિપમાં રહેતાં હતા અને બાદમાં પ્રેમિકા પોલીસ મથકમાં નિવદન આપવા ગઈ હતી ત્યારે યુવતીએ પ્રેમી સાથે જ રહેવું હોવાનું નિવેદન આપ્યું હોવા છતાં પોલીસ વત્તી તેણીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી હતી અને ત્યાંથી યુવતીના પરિવારે તેનો કબજો લઈ લીધો હતો.
જે અંગે ફૈઝલે કોર્ટમાં અરજી કરી હતી અને 20 તારીખ કોર્ટમાં રજુ થવાનું હતું તે દિવસે જ ફેઝલે ફિનાઈલ પી લીધું હોવાનું અને ફૈઝલની માતાને અજાણ્યા શખ્સો ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હોય ધરી છે.