એક પગે સ્થિતપ્રજ્ઞની જેમ ઉભા રહી માછલીનો શિકાર કરતા બગલા પાસેથી માનવજાતે ઘણું શીખવા જેવું!!

વફાદારી, પ્રેમ અને પ્રીતિની સાથે ‘ચાલાકી’માં પણ ‘નિષ્ણાંત’ ધોળા બગલા

બગલા નર કરતા માદાનું વજન વધુ હોય છે!!

ધોળો ધોળો બગલો… રૂનો જાણે ઢગલો.. બગલો એક એવું પક્ષી છે કે જેને બધાએ જોયુ અને તેના વિશે જાણતા જ હશે પરંતુ એ વાતથી ચોકકસ પણે અજાણ હશો કે બગલો માત્ર રૂળારૂપાળા પક્ષી માછલીના ‘શિકાર’ તરીકે જ જાણીતો નથી. ધોળા બગલા તો વફાદારી અને અતૂટ પ્રીતિનું બીજુ નામ છે. કોણ કહે છે.. પ્રેમ માત્ર માણસ માણસમાં જ હોય છે. જેમ એક યુવક-યુવતી વચ્ચે પ્રેમ હોય છે એવી જ રીતે આ ધોળા બગલા નર અને માદા વચ્ચે હોય છે તેઓ જીવનભાઇ સાથે રહે છે. વફાદાર પ્રેમ, પ્રીતિનું પ્રતિક તો ધોળો બગલો ગણાય જ છે પરંતુ આ સાથે ધોળા બગલા ચતુર અને ચાલાક પણ એટલા જ હોય છે. આથી જ તો કહી શકાય કે ‘પ્રેમ ઘેલો’ ચકોર બગલો!!

stork 330065 960 720

કેટલી મહેનત કરે છે,  એમાં પણ એકાગ્રતા દાખવવીએ બગલા પાસેથી સમગ્ર માનવજાતે શીખવા જેવું છે.

સફેદ બગલો ચપળ હોય છે, એક પગે સ્થિત પ્રજ્ઞની જેમ ઉભો રહી લાગ જોઇને માછલીનો શિકાર કરે છે. તળાવ આજુ બાજુ તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મોટા કદ અને લાંબા પગવાળા આ પક્ષીને કેટલાક દેશોમાં હેબ્રીથી ઓળખાય છે. આનો અર્થ વફાદારી કે અતૂટ પ્રિતિ થાય છે. જેવો શિયાળો આવે કે તુરંત ગરમ પ્રદેશમાં ઉડી જાય છે. જેવા પાછા આવે ત્યારે પોતાના જુના માળા પર જ જાય છે. બચ્ચા ઉછેરમાં મા-બાપ તરીકે ખરેખર એક બીજાને વફાદાર રહે છે. તેનો દેખાવ ખુબ જ સુંદર હોય છે.

બગલોએ હેરોન્સ પક્ષીઓની પ્રજાતિ છે. વિશ્ર્વમાં તે અલગ અલગ ૬૪ પ્રજાતિઓમાં વસેલા છે. કદ અને આકારમાં વિવિધતા સાથે કલરમાં પણ ભિન્નતા જોવા મળે છે. તેમનું કદ ૪૦ સેમીથી એક મીટર સુધીનું જોવા મળે છે. એવરેજ વજન બે કિલો ગ્રામ હોય છે. વિવિધ જાતીના બગલા સફેદ, કાળો, લાલ અને રાખોડી જેવા વિવિધ કલરમાં જોવા મળે છે. તેમના પગ ઘાટા રંગનાને પીંછા સુવાળા હોય છે. એના માથા પર કલગી પણ હોય છે. તેમનું કદ તેમની વિવિધ પ્રજાતિઓમાં અલગ અલગ જોવા મળે છે.

z8E8NKXTt9 20181202092209 IMG 8337 01 min 01 01 min

આજે વૈશ્ર્વિક સ્તરે બગલાની ૧૪ મોટી જાતીઓ અગલ પડે છે. તેમાંથી સૌથી પ્રખ્યાત કાળો-માટો વાદળી, લાલ, કાળા ગરદનવાળા સફેદ અને ગ્રે બગલા વિશેષ જોવા મળે છે. માદા કરતા નરનું વજન ઓછું જોવા મળે છે. તેમનું સ્નાયુ બધ્ધ શરીર છે. લાંબી ગરદન બગલાની લાક્ષજ્ઞિકતા છે. જે એસ આકારમાં વક છે. ચાર આંગળીઓ વાળા લાંબા પગ છે. તેમના પીંછાના છેડા તેને લુબ્રિકેટ કરવાની ભૂમિકા ભજવે છે.

બગલાની પાંખો લાંબી અને ગોળાકાર હોય છે. તે બે મીટર લાંબી ખુલતા તે લાંબી ઉડાન કરી છે. જમીન પરથી ટેક ઓફ કે લેન્ડીંગ માટે તેના પગના બેલેન્સથી સહેલાય ઉડી શકે છે. ચાંચ લાંબી, તીક્ષ્ણને સાંકળી છે. જેનો ઉપયોગ તે ખોરાક મેળવવા માટે કરે છે. તેનો મુખ્યત્વે ખોરાક માછલી-ઉભયજીવી અને નાના ઉંદરો છે. ચાંચ નો આકાર સપાટને રંગ હળવો પીળોને ઘેરો બદામી સુધી બદલાય છે, તેની લંબાઇ ૧૩થી ૧૫ સે.મી. હોય છે. તેની મોટાભાગની પ્રજાતિઓમાં માથાના પાછળના ભાગમાં પિંછાઓની સુંદર ક્રેસ્ટ કે કલગી હોય છે.

stork 3907805 960 720

બગલો યુરોપ, આફ્રિકા, માડાગાસ્કર ટાપુ અને ભારત, એશિયા, જાપાન, ચીન જેવા દેશો વિશેષ જોવા મળે છે. ગ્રે બગલાઓ યુરોપ અને સાઇબિરીયામાં વધુ જોવા મળે છે. ઓછા તાપમાન વાળા વાતાવરણમાં તે ટકી શકતો નથી. તેના ઋતુ પ્રવાસમાં પણ આ વિસ્તારમાં રોકાણ કરતી નથી. માડા ગાસ્કર ટાપુ અને મોરીટાનિયામાં આ બગલાની પ્રજાતિઓ અલગ અલગ ચાર પ્રકારોમાં જોવા મળે છે. તેમનું ગળું (ડોક)પાતળી હોય છે. બગલો ઘણી શિકારને ટુકડા કરીને કે આખો શિકાર ગળી જાય છે. પાણી કે જમીનમાં સ્થિર રહીને ખોરાકની રાહમાં ઉભો રહે છે તે નિશાચર અને દૈનિક જીવન શૈલી બન્નેમાં જીવન જીવી શકે છે.

એક રહેઠાણ કોલોની ૨૦ જેટલા બગલા જુથમાં રહે છે. આ જુથ ઘણીવાર ૧૦૦ કે એક હજાર જેટલું પણ હોય છે તે જોરથી ચીસો અને બુમાબુમ કરીને વાતો કે સંદેશા આપે છે જોખમ આવે ત્યારે આકમકતા વ્યકત કરતી વખત કંપન કરતો અવાજ કરે છે. તેની પૂંછડી નાની હોય છે. તે હમેશા પાણીની નજીક રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.