વેરાવળ નજીકના ગ્રામ્ય વિસ્તારની એક યુવતીને ત્રણ વર્ષથી અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને પાંચ યુવકો દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ પાંચ મુસ્લિમ યુવકો સામે દુષ્કર્મ કરીને શોષણ કરવામાં આવતું હોવાની પોલીસ ફરિયાદ કરી છે. આ મામલે હાલ પોલીસે આરોપીઓોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસમાંથી જાણવા મળ્યા મુજબ, વેરાવળ નજીકના એક ગામડામાં રહેતી યુવતીએ પોલીસમાં વેરાવળના શોએબ અબ્દુલ ગફાર સોરઠીયા સહીત પાંચ મુસ્લિમ યુવકો વિરૂદ્ધ તેણીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરી અવાર-નવાર તેણી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ કરી છે. માત્ર એટલું જ નહીં, છેલ્લા ત્રણ વર્ષથી તેણીને ધાક ધમકી આપી આવું કૃત્ય આચરી શોષણ કરવામાં આવતું હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે. આ ઉપરાંત તેણી સાથે પાંચેય યુવકોએ અલગ-અલગ સમયે દુષ્કર્મ કરવામાં આવ્યું છે.
યુવતીની ફરિયાદ મુજબ વેરાવળના જુનાગઢ રોડ પર આવેલી અને ગોરખધંધા મામલે છાશવારે ચર્ચામાં આવતી હોટલ પાર્ક તેમજ સાસણ (ગીર)નજીકના ભોજદે ગીરના એક ફાર્મહાઉસમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ સિવાય યુવતીએ તેણીના શારીરિક શોષણમાં વેરાવળની સંગીતા બાવાજી અને મીના નામની યુવતી આરોપી યુવકોની મદદ કરતી હોવાનો આરોપ પણ મુક્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com