દર વર્ષે ઉજવાતા ૨૦ ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્ર્વ સાથે ભારતમાં પણ પશુ-પક્ષીઓ સાથે પાળેલા તમામ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દર્શાવવા ‘લવ યોર પેટ ડે’ઉજવાયો હતો. રાજકોટમાં છેલ્લા દશકામાં શ્ર્વાન સાથે કેટ-પેરો સાથે વિવિધ કલરફૂલ પક્ષીઓ પાળી રહ્યા છે. ત્યારે રંગીલારાજકોટમાં આદિવસ અનેરા ઉત્સાહથી ઉજવાયો હતો.
આજની ઉજવણીમાં શ્ર્વાન માલીકો વિશેષ ઉજવણી કરતા જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં પણ જર્મન શેફર્ડ, ગોલ્ડનરીટરીવર, ક્રોકર સ્પેનિયલ અને પોમેરીયન જેવા વિવિધ શ્ર્વાનો જોવા મળ્યા હતા. પશુ-પક્ષીઓ માનવજાત સાથે આદી કાળથી જોડાયેલા છે ત્યારે આજની ૨૧મી સદીમાં તેના વિવિધ ગુણોને પ્રોત્સાહીત કરીને પેટ લવરો એ હગ કરીને પ્રેમ દર્શાવ્યો હતો.
સમગ્ર આયોજનમાં રણજીત ડોડીયા, ડો. એ.બી. ગડારા, વિરબેક કંપનીના મીતુલભાઈ સાથે ડોગ લવર મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા રંગીલા રાજકોટમાં મુખ્યત્વે ડોગ લોકો વધુ પાળી રહ્યા છે.ત્યારે તેના વફાદારી સાથે પ્રેમ,હુંફ, લાગણી જેવા વિવિધ ગુણોની ડોગ લવરે પ્રશંસા કરી હતી.