હું હંમેશાં સુખની પાછળ દોડતી વ્યક્તિ હોઉં છું. હું હંમેશાં આજુબાજુ જોતો અને હલકી ગુણવત્તાવાળા લાગતો, કે મારી પાસે આ નથી. હું તુલના કરતો હતો અને મારી જાતને ખરાબ લાગે છે. પરંતુ વર્ષો અને આંસુ સાથે, મને સમજાયું કે સુખ આપણી પાસે નથી. સુખ એ છે જે આપણને લાગે છે તેમાં છે. આપણે ઘણી બધી બાબતો ન હોવા વિશે તુલના કરીએ છીએ અને ખરાબ અનુભવીએ છીય. આજે સુખ થવાના રહસ્યો વિષે વાત કરીય.
સકારાત્મક પર ધ્યાન કેન્દ્રિત
લાંબા ગાળાની ખુશી સોધવા માટે પોતાના મગજ પર સકારાત્મક વિચાર કરવા જરૂરી છે પોતાની માનસિકતાને હકારાત્મક તરફ જોવાની જરૂર છે. 45 દિવસ સુધી આ કરવાથી માનસિક શાંતિની અનુભૂતિ થસે સાથે સુખની પ્રાપ્તિ થસે કારણકે મગજ આપમેળે હકારત્મ્ક બાજુ વિચાર કરશે.
જીંદગીની થોડી જીતની ઉજવણી
જીવન એક ઉતાર- ચડાવથી ભરેલું છે ત્યારે માણસો નાની નાની જીત ભૂલી જાય છે પરંતુ જે માણસ નાની જીતની ઉજવણી કરે છે તે સૌથી સુખી માણસ છે કારણકે એ વ્યક્તિને સમયની સાથે રેહતા અને સુખની વ્યાખ્યા સમજાય છે. એટલાજ માટે જીંદગીમાં નાની પળને પણ ઉજવણી કરવી જોય.
કાર્ય-જીવનમાં સંતોષ.
ઘણા લોકો છે જે પોતાના કાર્યથી સંતોષ નથી ખાલી પૈસા કમાવા કાર્ય કરે છે જ્યારે ઘણા ઓછા લોકો છે જે ખુશી માટે કામ નથી કરતાં પરંતુ ખૂશ થઈને કામ કરતાં હોય છે, જ્યારે જે માણસ ખુશ થઈને કામ કરે છે ત્યારે શુખ શોધવાની જરૂર નથી અને સાથે સંતોષ હોય છે.
સર્જનાત્મક બનો.
રોજિંદા જિંદગીમાં વ્યસ્ત રહો પોતાના કાર્યને મહત્વ આપો અને પોતાના સપના પૂરા કરો કારણકે મનગમતા કાર્યમાં વ્યસ્ત રહવું એ પણ એક સુખ જ છે. ઘણા લોકો લેખન, ચિત્ર અને સંગીત જેવા કાર્યમાં સુખની અનુભૂતિ કરે છે અને પોતાને સર્જનાત્મક બનાવે છે.
પરિવાર અને મિત્ર સાથે સમય વિતાવો.
માણસ જીંદગીમાં કોણ નથી એનું વધારે વિચારે છે પરંતુ પરિવારના પ્રેમ અને લાગણીને ભૂલી જાય છે પરંતુ પરિવાર સાથે સમય વિતાવે એ જીંદગીનું સૌથી ઉત્તમ સુખ છે પોતાના તોફાની ભાઈ બહેન સાથે મસ્તી મજાકમાં પણ સુખ છે તો બીજી બાજુ મિત્રની મીઠી મજાકમાં આનંદ મલે છે આજે માણસ પોતાના મિત્ર સાથે સમય કાઢીને ચા ની ચૂસકી ની મજા માણે છે
અપૂણતા સ્વીકારો.
આપણે પોતાની જાતને સંપુણતા સ્વીકારતા હોય છે જ્યારે પોતાની અંદર રહેલી અપુણતા સ્વીકારવા ત્યાર નથી જ્યારે અપુણતા સ્વીકારે છે ત્યારે એ સુખી થાય છે સાથે પોતાને સક્ષમ બનાવે છે.
વર્તમાનમાં જીવો.
આપણે લોકો ભૂતકાળ ના પાઠ બંધ નથી કરતાં અને ભવિષ્યના વિચારમાં ખોવાય જાય છે જ્યારે એ જ આપણે તણાવ આપે છે પરંતુ જે વ્યક્તિ વર્તમાન જીવે છે તે સુખની અનુભૂતિ કરે છે અને સાથે એમનો મગજ સ્થિર હોય છે જેનાથી તે ખુશ રહે છે.
પ્રકૃતિનો આનંદ માણતા શીખો
પ્રકૃતિ પોતે જ એક સુખ છે જે માણસ પ્રકૃતિ પ્રેમી થય જાય છે તે સંપૂર્ણ જીંદગીનો આનંદ માણે છે, ઘણા લોકો છે જે બગીચા માં સમય વિતાવે છે જે કુદરતના ખોળામાં આનંદ લેહ છે અને વરસાદમાં મોર બનીને મજા માણે છે આ પણ એક કુદરત સુખ છે.
પોતાની જાત ને સરખામણી ના કરો.
આજે માણસો પોતાની જાતને સરખામણી કરે છે અને વિચારે છે મારી પાસે આ નથી હુ એના જેવો નથી પણ જે માણસ પોતાને અલગ રીતે પ્રસ્તુત કરે છે પોતાના વિચાર પર વિશ્વાસ રાખે છે તે દુખી થતો નથી અને પોતાના ચેહેરા પર હળવું સ્મિત રાખે છે.
અંતમાં સુખી થવું એ આપણાં હાથમાં છે આપણી પાસે જે છે એમાં ખૂશ રહવાનું જે નથી એની ચિંતા કારવી નહીં અને સપના પૂરા કરવા મેહનત કરવી. ‘લવ યૂ જીંદગી’