આ પાંચ વસ્તુની માત્રામાં વધઘટ થાય તો પણ જીવનમાં મુશ્કેલી આવી શકે: નાના બાળકોને આવી સૌથી વધુ જરૂરીયાત મા-બાપે તેની કમી આવવા ન દેવી: એકાંત કે એકલતામાં સધિયારા સાથે આ વસ્તુની જરૂરીયાત વિશેષ
જન્મથી મૃત્યુ સુધી આ પાંચ વસ્તુવગર પૃથ્વી પરનો કોઈ પણ માનવી જીવીન શકે: બાળકને પહેલા મા-બાપ આપે ને પછી સંતાનો મોટા થાય ત્યારેમા-બાપને પરત આપવી પડે: ઈશ્ર્વરની અર્ચના-આરાધનામાં શ્રધ્ધા-વિશ્વાસનું મહત્વ વિશેષ ગણાય: માનસિક શાંતિ માટે પણ આ વસ્તુની પૂણતા જરૂરી ગણાય છે
પૃથ્વી પર જીવતો કોઈપણ માનવ તેના પરિવારમાં ઉછરે ત્યારે તેના લાલન પાલનમાં સૌથી મહત્વની બાબત પ્રેમ છે, અને જોતે ન મળે તામાનવીનો શારીરીક અને માનસિક વિકાસ રૂંધાય જાય છે. આજકાલ દુનિયામાં પ્રેમ હુંફ અને લાગણી સાથે શ્રધ્ધા વિશ્વાસની સતત કમી જોવા મળી રહી છે ત્યારે ઘણીયાતના માનવી તેની જીવન યાત્રામાં ભોગવી રહ્યો છે. ભજજીવવા માટે કે શ્રેષ્ઠ જીવન જીવવા માટે આ વસ્તુની જરૂરીયાત રહે છે. માનવીને હવા પાણી અને ખોરાકની સાથે આ વસ્તુની જરૂરીયાત રહેતી હોય છે. આ વસ્તુની માત્રામાં વધઘટ પણ જીવન જીવવામાં મુશ્કેલી ઉભી કરે છે. પ્રેમ હુંફની સૌથી વિશેષ જરૂરીયાત નાના બાળકોને પડતી હોવાથી મા-બાપે તેના લાલન પાલન કે ઉછેરમાં વિશેષ કાળજી લેવી જરૂરી છે. ચોપડીના દાખલા ખોટા પડે તો ચાલે પણ લાગણીનું ગણીત ખોટુ પડે ત્યારે જીંદગી ગોટાળે ચડી જાય થછે.
આજે દુનિયામાં ઘણા માણસો એકાંત કે એકલતામાં પોતાનું જીસન પસાર કરતાં જોવા મળે છે. ત્યારે તેમને આ પાંચ વસ્તુની કમી સખત રીતે ખટકતી હોય છે. પરિવારમાંથી આ વસ્તુ આપતા કે લેતા શીખવા મળે છે,જે શાળા કે પુસ્તકમાં કયાંય આવતુ નથી કે શિક્ષકો શિખડાવતા નથી. ઈશ્વરને ભકત વચ્ચેના સંબંધમાં શ્રધ્ધા વિશ્વાસનો સેતુ ખુબજ મહત્વનો ગણાય છે.તેના વગર ભકિતના રંગે રંગાઈ જવું અશકય છે. પરિવારમાં એક બીજા પ્રત્યે પ્રેમભાવથી રહેવું કે કુટુંબના નબળાને હુંફ લાગણી અને વિશ્વાસ આપવો કેઅમો તમારી સાથે છીએ.આશબ્દો જ જીવન છે, અને આ શબ્દો થકી જ જીવન ઉજળુ બને છે. પોતાની જાતને પ્રથમ પ્રેમ કરવો જરૂરી છે.
આ શબ્દો એક બીજા સાથે એવી રીતે જાડાઈ ગયા છે કે આપણને તેનો અણસાર પણ આવતો નથી. માત્ર પ્રેમ ન મળવાથી માનવી ‘હિટલર’ પણ બની શકે કે ગુનાહિત કૃત્ય કરવાવાળો ગુનેગાર પણ આ વસ્તુ ન મળવાથી માનવી આડે પાટે ચડી જવાની શકયતા વિશેષ જોવા મળે છે. તમે વૃધ્ધાશ્રમમાં જાવ ત્યારે તેના ચહેરા પર આ વસ્તુની કમી તમને સતત જોવા મળે છે.
ગરીબ હોય કે શ્રીમંત આ વસ્તુની જરૂરીયાત સતત તેમને જોઈતી હોય છે. અને ના મળે તો તેના પરિણામો કેવા આવે છે. તે આપણે સમાજમાં બનતા વિવિધ બનાવોમાં જોઈએ છીએ. માતા-પુત્રી કે પુત્ર, પિતા-પુત્રી કે પુત્ર ભાઈ બહેન વચ્ચે પ્રેમની સાગર સતત ઘુઘવતો રહેવો જોઈએ. પ્રેમનીઅપૂર્તિ માનવીને પાગલ બનાવી દે છે. બાળકને જયારે તમે હવામાં ઉછાળો ત્યારે તે હસતુ એટલા માટે હોય છે ે તેને વિશ્ર્વાસ ને શ્રધ્ધા હોય છે કે મને પડવા નહી દે. હુંફ મળી જાય તો એક બીજાના સંબંધો ટકી જતા હોય છે, એવી જ રીતે એક બીજા પ્રત્યે લાગણી અને વિશ્વાસ પણ જરૂરી છે.
છુટા છેડાના ગમે તે કારણો હોય પણ તેના મૂળિયા તો આ પાંચ શબ્દ પાસે આવીને ઉભા રહી જાય છે. શ્રધ્ધા એવી વસ્તુ છે કે તેની તાકાતથી માનવી તેના લક્ષ્યાંકને હાંસલ કરી શકે અર્થાંત ડર કે આગે જીત હે જેવી વાત છે. શ્રધ્ધા પ્રબળ હોય તો માણસ ડુંગરમાંથી પણ રસ્તો નિર્માણ કરી શકે છે. એક બીજા પ્રત્યે લાગણીનો સંબંધ સાથે પરિવાર તરફથી મળતી હુંફ માનવીમાં વિશ્વાસનું સિંચન કરતું હોવાથી તે જીવનમાં મકકમ રીતે આગળ વધી શકે છે. જીવન જીવવા માટે, શ્રેષ્ઠ જીવન જીવવા માટે પૈસા કરતા પણ આ વસ્તુની જરૂરીયાત વિશેષ છે. આજની 21મી સદીમાં સ્વાર્થની દુનિયામાં જો કયારેક મિત્રો કે પરિવારમાં આ વસ્તુનું બેલેન્સ વધારે જોવા મળે તો તમો ખૂબજ નશીબદાર ગણાવ છો. આજે આશબ્દોનો દેખાડો કે નાટક કરીને કેટલાયના જીવન બરબાદ થઈ ગયા છે.
આજે દુનિયામાં કોની પર વિશ્વાસ મૂકવો તે પ્રશ્ર્ન ઉભો થયો છે, વિશ્વાસ મુકો તો છેતરપીંડી કે દગો થાય છે. ઘણી વાર નજીકનાંજ આપણી સાથે વિશ્વાસઘાત કરે છે. પ્રેમ હુંફ-લાગણી આ ત્રણ શબ્દો આમ આપણને એક લાગે પણ છે જુદા, આપણે સાથે બોલીએ પણ છીએ. જીવનની વાસ્તવિકતામાશં આજે ત્રણ વસ્તુ વગર જીવન અશકય છે. આજે તો ખોટો પ્રેમ, લાગણી પણ બતાવીને છેતરપીંડી થતી જોવા મળે છે. સ્વાર્થી માણસો માણસની લાગણીઓ સાથે પણ રમત રમતા હોય છે. વિશ્વાસની દરેક સમસ્યામાં આ શબ્દોનું મહત્વ વિશેષ છે. આ શબ્દોની અતૃપ્તિ જીવન છીન્નભીન્ન કરી નાંખે છે.
વિશ્વાસ સાથે હિંમત અને તાકાત જોડાઈજાય તો માનવી ગમે તે સફળતા મેળવી શકે છે. પ્રેમ શબ્દ સાથે આચાર શબ્દો જોડાઈ જાય ત્યારે તે પવિત્ર મંદિર નિર્માણ થાય છે. આ ચાર શબ્દો ગમે તે પ્રકારે તમે એક બીજા સાથે જોડીને તમો સફળતાની સીડી ચડી શકો છો. આ શબ્દો માનવીમાં નવું જોમ ભરીને તેને દોડતો કરી શકે છે. આની કમી વાળા માનવીને તે મળી જાય તો તેના જીવનમાં બહાર આવી જાય છે. જીવનને ખુશહાલ બનાવવા પણ આ પાંચ શબ્દોની તૃપ્તી જરૂરી છે. બાળથી મોટેરાને તેના સમગ્ર જીવન દરમ્યાન સતત તેની જરૂરીયાત હોવાથી તેમળતું રહેવું જરૂરી છે.