લવ યુ જીંદગી પોલીયો ની મર્યાદા ને કલા કૌશલ્ય થી હરાવતી એક માનૂની સૂકા પર્ણ અને વલ માંથી ગૃહ સુશોભનની બેનમૂન વસ્તુ ઓ બનાવે છે ધોરાજી ની સોનલબેન માથુકીયા

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને એમ કહેવાય છે ઈશ્વર જ્યારે કંઈક મનુષ્ય પાસે થી લે છે ત્યારે એનાથી અનેક ગણું પાછું આપે છે આ વાત ધોરાજી નાં જેતપુર રોડ પર આવેલ બજરંગ ઢોંસા પાસે રહેતા સોનલબેન માથુકીયા એ પયાથઁ કરી બતાવ્યું છે. જેતપુર રોડ પર રહેતાં સોનલબેન માથુકીયા ને માત્ર બે વર્ષ ની નાની ઉંમરે પોલિયો ગ્રસ્ત થઈ ગયાં હતાં.
કુદરત નાં આવાં ક્રુર મિજાજ થી સહેજ પણ દુ:ખી થયાં વગર ગભરાયા વગર પોતાનાં જીવનમાં આવતી દરેક બાધાઓ ને ગણકાર્યા વગર ધોરણ આઠ થી જ કલા પ્રત્યે રૂચિ ધરાવતા થઈ ગયાં હતાં અને લાકડા તેમજ સુકાઈ ગયેલી વેલ અને સુકા પાંદડા માંથી ગૃહ સુશોભનની બેનમૂન અવનવી વસ્તુ ઓ બનાવે છે અને વેંચાણ કરે છે.
તેઓ કી સ્ટેન્ડ,શોપિંસ,ધડીયાળ,વોલપીસ,જેવી અનેક વિધ વસ્તુ ઓ બનાવે છે જે કયાંય પણ જોવાં મળતી નથી તે પોતાના બુધ્ધિ ચતુર્થ તેમજ પોતાની સુઝ આવડત થી જ બનાવે છે તેમની આવડત અને કોઠાસૂઝ ની વસ્તુ ઓ બનાવે છે પોતાના પરિવાર વિષે સોનલબેન માથુકીયા ને પુછતાં તેમણે જણાવ્યું હતું કે પરીવાર નાં તમામ સદસયો નો સંપૂર્ણ સાથ સહકાર થી જ આ શક્ય બને છે.
Screenshot 1 10
તેમના પરીવાર જનો નાં અપાર સહયોગથી જ શક્ય છે વૂડન એન્ટીક આઈટમો બનાવવા માટે પુરેપુરો સાથ આપે છે બન્ને પગે પોલીયો હોવાં છતાં સોનલબેન વૂડન આઈટમો સિવાય પણ ઘણી જ બાબતોમાં કુશળ છે જેમ કે ડ્રોઈગ પણ તેમનું અદ્ભુત છે જેને તે ગોડ ગીફ્ટ માને છે ઈશ્વરે આપેલી આ ખોટને તેમણે ખુબી સાબિત કરી દીધી જ્યારે આ ઉપરાંત તેમણે એમ એ બીએડ પીએચડી કરેલું છે.
તેમજ સીબીએસ સી બોર્ડ માં ટીચર તરીકે ફરજ બજાવેલ છે ખુબ જ સરળ સ્વભાવ ધરાવતાં સોનલબેને વધુમાં જણાવ્યું હતું કે પોતે વાંચન નો ખુબ જ શોખ ધરાવે છે તેમના ઘરે લાઈબ્રેરી પણ વસાવેલ છે નકામી ફેંકી દેવાની વસ્તુ પથ્થર માટી વૂડન રેતી પીસ્તા નાં ફોતરા વગેરે માંથી કિંમત વસ્તુ ઓ બનાવે છે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ ઓ બનાવે છે જેમાં રૂપિયા સો થી લઈને રૂપિયા 40000 જેટલી કિંમત નાં પીસ તેઓ બનાવે છે.
Screenshot 3 3
પહેલાના સમયમાં જ્યારે સ્ત્રીઓને આપણાં ગણવામાં આવતી ત્યારે સ્ત્રીઓને ફક્ત ચાર દીવાલોની વચ્ચે જ જીવન જીવવું પડતું હતું ત્યારે અત્યારના સમયમાં જે મહિલા સશક્તિકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્ત્રીઓને શારીરિક તેમજ માનસિક રીતે પણ સશક્ત બની શકે તેમજ પોતાના પગભર થઈ શકે તેવી પ્રેરણા આપતો ધોરાજી નો એક કિસ્સો કે જેમાં સોનલબેન માથુ કિયા નામના એક સ્ત્રી જે બંને પગે પોલીયો ધરાવે છે.
Screenshot 4 2
છતાં પણ આજે સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે તો આવો જાણીએ એમની સફળતા વિશે ની અમુક વાતો જાણીએ  સ્ત્રીઓમાં પણ અમુક સ્ત્રીઓ એવી હોય છે કે જે પોતાના પગ પર તો ઊભી જ છે તેમજ સમાજને ઘણી સારી પ્રેરણા આપે છે ઇતિહાસમાં અમર નામ થઈ ગયેલા બે મહિલાઓ જેવાકે જીજાબાઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેમજ ઈતિહાસમાં પોતાની નારીશક્તિ નું ઝળહળતું ઉદાહરણ સમાજના લોકો માટે બની શકે તે માટેના બહાદુરીપૂર્વક ના ઘણા કાર્યો કરી ચૂકી છે ત્યારે અત્યારના સમયમાં પણ ઘણી જ શારીરિક તકલીફો ધરાવતા ધોરાજીના મહિલા ને ખરેખર પોતાની કલા શક્તિ માટે જેટલા વખાણ કરીએ તેટલાં ઓછાં છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.
Screenshot 5 2
વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે.  આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન,બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહેલ છે.
વર્તમાન સમયમાં અવકાશ સંશોધનઅને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આજે મહીલાઓ પુરૂષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરીવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે. વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.