પ્રેમ હવા જેવો હોય છે, જેને નથી જોઇ શકતા કે નથી અડી શકતા, પ્રેમને માત્ર મહેસુસ કરી શકીએ છીએ. કોઇના માટે કંઇક કરવાની ભાવના અને સમર્પિત થવાની ભાવના એટલે જ પ્રેમ. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે બાળક થઇ ગયા બાદ પ્રેમ માટે સમય નથી રહેતો. અને આ પ્રકારની જવાબદારી સંભાળવામાં જ પ્રેમ ક્યાંક ભુલાઇ જાય છે પરંતુ એ સાચું નથી. ખરેખર તો પાર્ટનર તેવા સમયે જાતે જ આ અહેસાસથી દૂર થઇ જાય છે. એને લાગે છે કે બાળક થયા બાદ તેની લાઇફ પર માત્ર બાળકનો જ હક છે અને કર્તવ્ય અને જવાબદારી જ જીવન લક્ષ્ય બની જાય છે. એ સાથે જ પ્રેમ માટે સમય કાઢવોએ મુર્ખામી લાગ છે.
જવાબદારીઓ નિભાવતાની સાથે પણ સારી લાઇફ પ્રેમ અને મીઠા અહેસાસ સાથે જીવી શકાય છે માત્ર એકવાર દીલની અંદરના ખુણાના જોવાની જરુર છે પછી ઉંમરની લાંબી લાંબી સીડી આવીને નહીં કહી શકે કે તમે આના પર નહિં ચડી શકો. કારણ કે તમે વૃધ્ધ થઇ ગયા છો. પ્રેમનો હાથ પકડીને ભયાનક રસ્તાઓને પણ પાર કરી શકાય છે જ્યારે તમે એકબીજામાં વિશ્ર્વાસનો સંબંધ કાયમ કરી સાથે ચાલો છો તો સમય સમયે પ્રેમનો ઇઝહાર કરવામાં શું ખોટું છે ? પ્રેમ વગરનું જીવન મૃત્યુ સમાન છે તમે જીવીત છો અને તમારા ચહેરા પણ કોઇ નથી, કોઇ સાથે આંસુ સારી ન શકો, કોઇ સાથે ચાલવા વાળું ન હોય રાત્રે આકાશ નીચે બેસી તારા ગણી શકો કે ચાંદની રાતની મજા માણી એટલે જ જવાબદારી નીભાવવાની સાથે પ્રેમ પણ એટલો જ જરુરી છે.