“પ્યાર ઔર જંગ મેં સબ કુછ જાયઝ હૈ” પોતાના કથિત સાચા પ્રેમ ને સાબિત કરવા માટે ઘણી વાર યુવા પ્રેમી પંખીડાઓં જોશ માંને જોશ માં આકરા પગલા ભરી લેતા હોય છે.ત્યારે આવોજ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની નફીસાએ પોતાના પ્રેમી માટે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
નફીસા ખોખરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે રિવરફ્રન્ટ પર પોતાના પ્રેમીએ દગો દીધાનો વીડિયો પણ બનાવ્યો હતા, જેમાં તે કહી રહી છે કે રમીઝ ,કે કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું.,શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઔર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમમેં ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે નહીં આતા સમજ મેં. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તુમ્હે પરસો દેખા થા, વહાં પર, તુમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.
25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશાએ પતિના ત્રાસને કારણે મોત વહાલું કરતાં પહેલાં વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અમદાવાદના આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે સાસરિયાં દ્વારા ત્રાસ અપાતો હોવાની પણ નોંધ લીધી હતી, જેથી 10 વર્ષની જેલની સજા સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. સેશન્સ કોર્ટે સમાજમાં ઉદાહરણરૂપ કિસ્સો બેસાડવા માટે આ હુકમ કર્યો હતો.