- આજ કોઈ પ્યાર સે…. દિલ કી બાતે કહ ગયાં
- પ્રેમ હોય તો સંબંધ હોય અને સંબંધ હોય તો પ્રેમ હોય તેવું જરૂરી નથી : આજનો યુવા વર્ગ વિજાતીય આકર્ષણને પ્રેમ સમજી બેસે છે: મનુષ્ય તેના જન્મથી મૃત્યુ સુધી તે ‘પ્રેમ’ શબ્દની ફરતે ફર્યા કરે છે: આજે મોટાભાગના લોકો પ્રેમને સંબંધ સાથે જોડે છે
- વિજાતીય પાત્ર હસી-બોલીને વાત કરે તેને પ્રેમ ન સમજી લેવાય: મિત્રતા અને પ્રેમ બન્ને જાુદા સંબંધો છે: જેની સાથે પ્રેમ-હુંફ અને લાગણીથી જોડાયેલા હોય ત્યાં પ્રેમનો એકરાર સહજતા કરી શકાય છે
આજના નવા યુગનો વર્ષનો બીજો મહિનો એટલે પ્રેમનો મહિનો, વેલેન્ટાઇન વીકના વિવિધ દિવસોની ઉજવણી થી મોસમ ખુશનુંમાં અને તાજગી આપે છે. યુવા હૈયાઓ આ દિવસોની રાહ જોતા હોય છે આ સપ્તાહ પ્રેમ અને લાગણી સાથે ઘણું બધું કહી દેવાની વાત કરે છે. આજે આ લેખમાં મારે પ્રેમની વાત કરવી છે.
પૃથ્વી પર માનવ અવતરણ ઘડીથી તેના અંત સુધીમાં પૃથ્વીવાસી એક શબ્દની આસપાસ ફર્યા કરે છે એ છે ‘પ્રેમ’ જુના ફિલ્મી ગીતોાના શબ્દો એટલા સુંદર હતા કે એ સાંભળીને આપણું ગમતું પાત્ર યાદ આવી જાય કે આપણી આંખોની સામે આવી જાય છે. આજના યુવા વર્ગને પ્રેમની સાચી પરિભાષાની ખબર જ નથી હોતી તેથી તે વિજાતીય આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. પ્રેમ હોય તો સંબંધ હોય અને સંબંધ હોય તો પ્રેમ હોય તેવું જરૂરી નથી. જીવન યાત્રામાં માણસના જન્મની સાથે મા સાથેનું લાગણીસભર, મમતામય એટેચમેન્ટ પણ માતા-પુત્ર- પુત્રીનો અફાટ પ્રેમ છે. આજના યુગમાં મોટાભાગના લોકો પ્રેમને સંબંધ સાથે જોડે છે.
બાલ્યાવસ્થાના શાળા પ્રવેશે મિત્રો પણ એકબીજાને સહયોગ આપતા હોય છે. પ્રાથમિક શાળા બાદ હાઇસ્કુલના પ્રવેશે 1ર વર્ષની વયે પહોચેલો તરૂણ શારીરિક ફેરફારો થતાંની સાથે સમજ આવતા આ ‘પ્રેમ કે લવ’ શબ્દની નજીક આવવા લાગે છે. તરૂણાવસ્થામાં આકર્ષણ ને કારણે તરૂણો તેના આવેગો ને કંટ્રોલ કરે છે. જો કે આજના ટીવી, ફિલ્મ અને ઇન્ટરનેટના યુગમાં હવે તરૂણો, કિશોરો અને યુવાનો પણ સમજદારીમાં આગળ નીકળી ગયા હોવાથી પ્રેમની ઉલ્ટી પરિભાષા તે યુવાનો પણ સમજદારીમાં આગળ નીકળી ગયા હોવાથી પ્રેમની ઉલ્ટી પરિભાષા તે સમજવા લાગ્યો છે. પહેલાના જમાનામાં તો આવી કોઇ ગતાગમ 18 વર્ષ ઉપર થઇ જાય તોય પડતી ન હતી. આજનો યુવા વર્ગઆ માહિતી મેળવવામાં અગ્રેસર છે.કોલેજ લાઇફ માણવી દરેક યુવક-યુવતિઓનું સ્વપ્ન હોય છે. નિયમિત રીતે દરરોજ તૈયાર થઇને વિવિધ ફેશનન બદ કપડાંથી સજજ યુવા વર્ગ એક બીજાને બોલ્યા વગર કે મળ્યા વગર ગમવા લાગે છે. કોલેજના વિજાતીય આકર્ષણને પ્રેમ ન કહી શકાય. વિજાતીય પાત્ર હસી બોલીને વાત કરે તેને પ્રેમ ન સમજી શકાય. મિત્રતા અને પ્રેમ બન્ને જાુદા સંબંધો છે. જેની સાથે પ્રેમ હુંફ અને લાગણીથી જોડાયેલા હોય ત્યાં પ્રેમનો એકરાર સહજતાથી કરી શકાય છે.
વર્ષોથી એક છત નીચે રહેનાર બે વિજાતીય પાત્રો વચ્ચે પ્રેમ હોય જ એવું માની ન લેવાય તેની સાથે દુર દુર રહેતો બે પાત્રો વચ્ચે સાથે ન રહેતા હોવા છતાં પ્રેમ અકબંધ જોવા મળે છે. આજથી ચાર દાયકા પહેલા મા-બાપ સગાઇ ગોઠવી નાંખે અને છોકરાને બતાવા લઇ જાય વાત ખતમ સીધા લગ્નની તારીખ નકકી એ જ માનામાં પણ પ્રેમ લગ્ન કે ભાગીને લગ્ન થતાં હતા પણ તેની સંખ્યા બહુ ઓછી હતી. સમાજમાં શરમ બધાને નડતી હોવાથી બહું ઓછા પ્રેમીઓ આ હિંમત કરી શકતા હતા.એકબીજાને પ્રેમ પત્ર લખવાની વાત સાથે ચીઠ્ઠીમાં શોર્ટ મેસેજનો પણ યુગ હતો. પૃથ્વી પર વસતો દરેક માનવી કોઇકને કોઇકને તો પ્રેમ કરતો જ હોય છે, એનો મતલબ એવો નથી કે તે ખરાબ છે.દરેકના જીવનમાં પ્રેમ-સંબંધ હોય જ છે. પિતા-પુત્ર, માતા-પુત્રી, ભાઇ-બહેન, પતિ-પત્ની, દાદા-પૌત્ર, દાદી-પૌત્રી જેવા વિવિધ પારિવારીક પ્રેમ સંબંધો છે. પ્રેમ હંમેશા નિર્દોષ હોય છે એમાં છલકપટને સ્થાન નથી હોતું. ગમતા પાત્રનો ગુલાલ સૌને ગમે છે. એકબીજાના સહવાસથી મળતા સુખ-આનંદને સાચો પ્રેમ કહી શકાય છે, જેમાં સહયોગ, સમજદારી સાથે એકબીજાના વિચારોની આપ-લેનો સમાવેશ થાય છે. આજકાલના લવ-પ્રેમ ફિલ્મીવાળો હોવાથી તેમાં પવિત્રતા હોતી નથી. શુઘ્ધ પ્રેમમાં સ્પર્શ ન હોય એમાં તો બે આંખો મળેને બન્નેના દિલ મૌન વાતું કરે તે જ અણિશુઘ્ધ પ્રેમ કહેવાય છે.
પ્રેમકરવાનો ન હોય એ તો થઇ જાય છે. ઇશ્ર્વરે કરેલા આપણા સર્જન વખતે આપણું પાત્ર પણ નકકી કર્યુ હોવાથી સંસાર પાત્રામાં એ જયારે સામે આવે છે. ત્યારે બન્નેની આંખો મળતા જ પ્રેમ સાગર ખીલી ઉઠે છે. આજે તો એકની સાથે બ્રેક અપ બાદ બીજા-ત્રીજા – ચોથા જેવા અનેક પાત્રોને પ્રેમ કરનારા પણ જોવા મળે છે. એને પ્રેમ નહીં ‘વાસના’ કહેવાય છે. સાચો પ્રેમમાં કયારેય સ્પર્શ કે શરીર સંબંધ આવે જ નહીં. ઇન્ટરનેટ અને ફિલ્મી લવ એ વાસ્તવિક જીવનમાં કયારેય શકયના બની શકે. સમાજમાં પરસ્પર પ્રેમ ભાવના, પાડોશી સાથે પ્રેમ પૂર્વક વ્યવહાર અને આપણી અફાટ સૌદર્ય ધરાવતી પ્રકૃતિને પણ માનવી પ્રેમ કરતો હોય છે.પ્રેમના સ્વરૂપો જીવનના ડગલે પગલે બદલાય છે જેમાં સંસાર યાત્રા શરૂ થયા બાદ પતિ-પત્નીના સંબંધને લગ્નના પવિત્ર પ્રેમ બંધન તરીકે જીવનના અંત સુધી નિભાવવું દરેક માનવીનું પ્રથમ કર્તવ્ય ગણી શકાય છે. આજકાલ વધતા જતા લગ્નોતર, સંબંધોમાં પ્રેમની અધુરુપ મુખ્ય કારણ હોય છે. કયારેક બાગ-બગીચામાં બેઠેલા વૃઘ્ધ કપલને જોજો, એને કયારેય વેલેન્ટાઇ ડે નથી ઉજવ્યો છતાં વચ્ચે પ્રેમ અકબંધ છે. પ0 વર્ષથી સાથે બે પાત્રોનો સંઘ્યા કાળે પણ એ જ આનંદ તેજ તેની સફળ જીંદગી છે. જાુદા જાુદા દિવસો ઉજવાય તેની સાથે વાંધા નથી પણ વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણો આપણા દેશમાં પણ એકલ્ચર પ્રવેશતા ઘણી બદીઓ આવી છે.
આજે તો લગ્ત કર્યા વગર ‘લિવ-ઇન’ માં રહેનારાઓનો બહુ મોટો વર્ગ છે. એકબીજાને સાથે રહેવું ને સહવાસ ગમે છે તો રહે છે બન્ને પુખ્ત છે તેની જવાબદારી સમજે છે પછી બીજાને શું વાંધો હોય તેથી કોર્ટે પણ આવા સંંબંધોને મંજુરી આપી છે. પુરૂષ-સ્ત્રીના રેશીયાનું અને બેલેન્સ પણ સમાજમાં બળાત્કાર જેવી ઘણી ઘટના માટે જવાબદાર ગણી શકાય છે.સમયની સાથે ઘણું બદલાઇ ગયું છે, પ્રેમની શૈલી પણ હવે પહેલા જેવી નથી. પ્રેમથી વાસના સુધી, પ્રેમથી સેકસ સુધી પહોચી ગઇ છે. આજના યુવાનો આવા પ્રપંચમાં ઘણી વાર ફસાઇને બહુ મોટી મુશ્કેલીમાં મુકાય જાય છે. આજના યુગમાં ‘પ્રેમ કરો પણ સંભાળ પૂર્વક’ તરૂણાવસ્થા કે યુવા વય ભૂખ-તરસ જેવી દૈનિક ક્રિયા સાથે કામ-વાસનાના આવેગ આવે તે સ્વાભાવિક છે પણ તેને કંટ્રોલ કરીને યુવા વર્ગ જીવન જીવે તે પણ જરુરી છે. આજના યુવાનને બધુ ત્વરીત હાંસિલ કરવું છે તેથી તેને પામવા તે ગમે તેવા પગલા ભરવા તૈયાર થઇ જાય છે. કયારેક તો પરિવારનો વિચાર પણ કરતો નથી.
જુના ફિલ્મી ગીતો ‘પ્રેમ ગીતો’ હતા તેથી જ આજેય પણ સાંભળવા ગમે છે !!
માનવ માત્ર હમેશા સાચા પ્રેમ માટે તરસતો જોવા મળે છે, ત્યારે આજના યુગમાં સાચો પ્રેમ કયાંય જોવા મળેતો નથી. રોમેન્ટિક ગીતો આપણને પ્રેમમય બનાવે છે. જાુના ફિલ્મ ગીતો ખરા અર્થમાં ‘પ્રેમ ગીતો’ હતા તેથી જ આજે પણ સાંભળવા અને ગાવા ગમે છે. ફિલ્મી લવસ્ટોરી અને વાસ્તવિક જીવનની વચ્ચે બહુ મોટું અંતર છે. જીવનમાં બનતી ઘટનામાં સહન બે પાત્રે જ કરવાનું આવે છે.
ચાલો આજે પ્રેમસભર વાતોની યાદોમાં તમારા ગમતાં પાત્રને યાદ કરીને કે તેની સામે આ સુંદર ગીતો ગાજો
- મેરા પ્યાર ભી તુ હે, યે બહાર ભી તુ હે.
- મેરી મ્હોબત જવા રહેગી..
- જો વાદા કિયા હ વો નિભાના પડેગા
- યે કૌન આયા, રોશન હો ગઇ મહફીલ જીસ કે નામ સે…
- ઇશારો ઇશારો મે દિલ લે ને વાલે.
- આંખો હી આંખો મે ઈશારા હો ગયા…..
- મેરે સામને વાલી ખીડકી મે એક ચાંદકા ટુકડા રહેતા હૈ.
- ચૌદવીકા ચાંદ હો તુમ.
- તુજે જીવન કી કૌર સે બાંધ લીયા હે
- આજ કોઇ પ્યાર સે દિલ કી બાતે કહ ગયા.
- *આવા તો અનેક ફિલ્મ ગીતો છે, જે ગાય ને ઘણા લોકોને પોતાનું ગમતું પાત્ર પણ મળ્યું હશે, કે જીવન સાથી બન્યા હશે.