પ્રોપોઝ ડે…!!! કેવી રીતે મુકશો તમારા પ્રેમનો પ્રસ્તાવ ??
વેલેન્ટાઇન ડે ને તો હજુ વીઆર છે પરંતુ પ્રેમના પર્વનું અઠવાડિયું શરૂ થયી ચૂંકયું છે. જેનો બીજો દિવસ એટ્લે પ્રેમી પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે. અને દરેકને પોતાની લાગણી સામે વળી વ્યક્તિ પાસે એવી રીતે વ્યક્ત કરવી હોય છે જેનાથી સામેની વ્યક્તિ ઇનકાર પ્રેમનો સ્વીકાર કરવા માટે ઇનકાર કરી જ ના શકે. જેના માટે શબ્દો અને તમારો નિ:સ્વાર્થ પ્રેમ જ જરૂરી છે.
પ્રેમની લાગણી એવી લાગણી છે જેને વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે. પોતાનો સાચો પ્રેમ સામે વાળી વ્યક્તિ ખરા અર્થમાં સમજે એ બાબત પણ એટલી જ મહત્વની છે. અને વર્તમાન સમયમાં તો જાણે પ્રેમની વ્યાખ્યા જ બદલાઈ ગયી હોય તેવી રીતે લોકો પ્રેમમાં પડે છે અને બહાર પણ એટલા જ જલ્દી નિકડી જાય છે. પરંતુ એવા પણ લોકો છે જે જીવનભરના સાથ વાળા પ્રેમમાં પણ આગળ વધતાં હોય છે. તેવા પ્રેમનોસ્વીકાર કરવો કે પછી પ્રેમનો પ્રસત્વ મૂકવો એ પણ એક કળા છે. અટાયરે તો સોસિયલ મીડિયા અને ફોનમાં બધી જગ્યાએ ટુચ શબ્દોમાં પોતાને થયેલા ઘડીભરના પ્રેમ માટે લોકો અનેક વાક્યો,વિચારો અને શાયરીઓ વહેતી કરવા લાગ્યા છે. જેને વાચીને તેના જેવા જ ઘડીભરના સાથ નિભાવવા વાળી વ્યક્તિઓ પ્રભાવિત થયી જાય છે.
જે વ્યક્તિ ખરેખર સાચા પ્રેમમાં વિશ્વાસ રકખે છે અને આખું જીવન એ વ્યક્તિ સાથે જ પસાર કરવા ઈચ્છે છે તેને ક્યારે પણ પોતાનાથી દૂર નથી જોવા ઇચતી ત્યારે તે પ્રેમને કોઈ વ્યર્થ શબ્દના સહારાની જરૂરત નથી હોતી તે માત્ર તમારી સાચી લાગણી દ્વારા જ સામેની વ્યક્તિ સુધી પહોચી જાય છે. અને જો તમે કોઈ શબ્દનો ઉપયોગ કરો છો તો એ તમારા જ હોવા જોઈએ કોઈએ કોપી ના કરો. એવુકરવાથી તમારા પ્રેમની વેલ્યૂ ઓછી થયી જાય છે. તો આ પ્રોપોઝ ડે તમારી સાચી લાગણીને તમારા પ્રેમ સુધી પહોંચાડવા એવો રસ્તો અપનાવો જે રસ્તામાં તમે બંને એક સાથે ચાલવા સક્ષમ છો.