શાહીદ-કરીના, અક્ષય-શિલ્પા, જીતેન્દ્ર-હેમા, શત્રુઘ્ન-રીનાએ બીજે ઘર માંડી દીધું: સલમાનનો પ્રેમ વન સાઈડેડ હતો
હમારી અધૂરી કહાની… પ્રેમ પરિણયમાં ન પરિણમ્યો. શાહીદ-કરીના, સલમાન-ઐશ્ર્ચર્યા, શત્રુઘ્ન-રીના, હેમા-જીતેન્દ્ર, અક્ષય-શિલ્પા જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા પ્રેમીઓ છે. જેણે બીજે ઘર માંડી દીધું. આમાં સલમાન સિવાય બધાનું થાળે પડી ગયું છે. સલમાન નવી નવી વિદેશી બહેનપણીઓ બનાવતો રહે છે.આ સિવાય બોલીવૂડમાં રાજકપૂર-નરગીસ, અમિતાભ -રેખા, દિલીપકુમાર-મધુબાલા જેવી લવસ્ટોરી છે. જે ગ્રેસ ફૂલી આગળ વધીને અપનેઆપ અમર થઈ ગઈ. આ પ્રેમકથાઓ એવી છે જેમાં કદી કોઈએ એક બીજા પર કાદવ નથી ઉછાળ્યો. કંગના-હૃતિક સાંભળો છો ???અક્ષયકુમાર -શિલ્પા શેટ્ટીએ તો સગાઈ કરી લીધી હતી.ફિલ્મ મોહરા વખતે અક્ષય અને હીરોઈન મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડનનો રોમાન્સ ચગ્યો હતો. શત્રુઘ્ન સિંહા અને રીના રોય લગભગ પરણવાની અણી પર હતા. તેમણે એટલી બધી ફિલ્મો સાથે કરી કે મીડિઆએ તેમને ‘પરણાવી’ દીધા હતા છેવટે શત્રુ સિંધી છોકરી પૂનમને પરણ્યો અને રીનાએ પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે નિકાહ કર્યા.જીતેન્દ્ર અન હેમા માલીનીની કહાની પણ દિલચશ્પ છે. જીતેન્દ્ર અને હેમાના પરિવાર લગ્નની વાત પાકી કરવા મળ્યા પણ ખરા. પરંતુ કહે છે ને કે જોડી તો સ્વર્ગમાં રચાય છે. (પેલું ગીત પણ છે કે ચૂડિયા બનતી હે દૂકાનો મેં, જોડીયા ઉપર આસમાનો મેં) અંતે હેમાને હાર તો ધર્મેન્દ્રએ પહેરાવ્યો.શાહીદ કપૂર અને કરીના કપૂરનાં લગ્નમાં મમ્મી બબિતા વિલન બની. અભિષેક બચ્ચન અને બેબો (કરીના)ની બહેન કરીશ્મા કપૂરની સગાઈ પણ બબિતાએ જ ફોક કરાવી બંને કિસ્સામાં કારણ એક જ. શાહીદ અને અભિષેક ફિલ્મ પડદે સુપરહીટ ન હતા. સલમાન-ઐશ્ર્ચર્યાના કિસ્સામાં થયું એવું કે સલમાનનો પ્રેમ વન સાઈડેડ હતો. એશને સનકી સલ્લુ માટે કદી સોફટ કોર્નર હતો જ નહી!!!