કોઈ સરહદ ઇનહે ના રોકે …..
પ્રેમ તો એવી લાગણી છે કે જો મન કો ભાયા વોહી વોહી દિલમે સમાયા, બસ એ પછી બાજુની ગલીમાં હોય કે પછી સાત સમંદર પારનો પ્રેમ હોય. બસ એ પ્રેમને પૂરો કરવા પ્રેમીઓને હવે સરહદોના સીમાડા નથી નડતા. થોડા સમયથી વારે વારે એવા સમાચારો વહેતા જોવા મળે છે કે આ યુવક તેના પ્રેમીને મળવા કે તેની સાથે લગન કરવા કોઈ પણ રીતે સીમાને પાર કરી છે. અત્યારના આધુનિક જમાનામાં એક તો સોશિયલ મીડીયાએ દુનિયાને ખોબલા જેવી બનાવી છે, ત્યારે આ પ્રકારનો સીમા કે ઉસ પારનો પ્રેમ પણ સોશિયલ મીડિયાની જ ભેટ છે. તાજેતરમાં ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ભારતીય યુવક યુવતીઓ વિદેશી યુવક યુવતીઓ સાથે લગ્ન કર્યા છે .
સીમા પારનો સાત વર્ષનો પ્રેમ આખરે રંગ લાવ્યો. આંધ્રપ્રદેશના છોકરાએ શ્રીલંકાની છોકરી સાથે લગ્ન કર્યા. વિગ્નેશ્વરી અને લક્ષ્મણ બંને શરૂઆતમાં ફેસબુક પર જોડાયેલા હતા. તે બંને સાત વર્ષથી પ્રેમમાં હતા.8 જુલાઈના દિવસે , વિગ્નેશ્વરી આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં ટૂરિસ્ટ વિઝા લઈને આવી હતી. લક્ષ્મણ, વ્યવસાયે કડિયાકામ કરતો હતો . વિગ્નેશ્વરી ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું અને તેણીને તેના ઘરે લઈ આવ્યો .
આવી જ પાકિસ્તાનની એક યુવતી છે જે પાકિસ્તાનથી ભારત આવી છે . સીમા હૈદરે પ્રેમના કારણે પાકિસ્તાની સરહદ ઓળંગી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ભારત પહોચી હતી. તે ગેરકાયદેસર રીતે ભારતમાં માત્ર એટલા માટે પ્રવેશી હતી કારણ કે તે એક હિન્દુ વ્યક્તિ સાથે રહેવા માંગતી હતી જેને તે ઑનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા મળી હતી.તે ચાર બાળકોની માતા હોવા છતાં એક હિન્દુ વ્યક્તિ સાથે રહેવા માટે ભારતમાં આવી હતી .
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
પોલેન્ડની એક મહિલા ઈન્સ્ટાગ્રામ પર ભારતીય પુરુષના પ્રેમમાં પડી હતી અને તે લગ્ન કરવા ઝારખંડ પહોંચી હતી. પોલેન્ડની નાગરિક અને 6 વર્ષની પુત્રીની માતા બાર્બરા પોલાક સોશિયલ મીડિયા પર 35 વર્ષીય શાદાબ મલિકના સંપર્કમાં આવી હતી. તેઓ પહેલા મિત્રો હતા ત્યાર બાદ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી, ત્યાર પછી તે પ્રવાસી વિઝા પર ભારત આવવા પ્રેરાય હતી. બંનેએ હવે લગ્ન કરવાનો નિર્ણય લીધા બાદ છે હજારીબાગ એસડીએમ કોર્ટમાં લગ્ન માટે અરજી કરી છે.
માણસ જે ધારે તે કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે .એ પછી ગમે તેવી પરિસ્થિતી હોય માણસની ઈચ્છા શક્તિ માણસને ગમે ત્યાં અને ગમે ત્યારે પહોચાડે છે .