ગુજરાતી સિનેમાને એક નવી રૂપરેખા આપનાર અભિષેક જૈન દ્વારા શરૂ કરાયેલું Oho ગુજરાતી OTT પ્લેટફોર્મને ગુજરાતી પ્રજા દ્વારા વધાવામાં આવ્યું છે. આપણી પોતાની ભાષામાં આપણું પોતાનું OTT પ્લેટફોર્મ તરીકે છાપ ઉભી કરનાર Oho છેલ્લા થોડા મહિના દરમિયાન ઘણી બધી વેબ સિરીઝો આપી છે. જેમાં Ohoના શ્રીગણેશ કરતી પહેલી સિરીઝ ‘વિઠ્ઠલ તિડી’ને લોકેએ ખોબે-ખોબે વધાવી છે. તેના પછી આવેલી સીરીઝ કડક-મીઠી અને ચસકેલા, ‘કટીંગ’ લોકોને ખૂબ જ પસંદ પડી છે.
Oho ગુજરાતની જનતા માટે પાછી એક મસ્ત મજાની વેબ સિરીઝ ‘ટ્યુશન’ લાવી રહી છે. જેનું ટ્રેલર કાલે ohoના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં આપણે જોવા મળે છે કે, આ વેબ સિરીઝની આખી કહાની એક ‘ટ્યુશન’ પર છે. આપણી આસપાસ ઘણી બધી પ્રેમ કહાની જોવા મળતી હોય છે પરંતુ ટ્યુશનની લવ સ્ટોરીની વાત જ નિરાલી છે. આ વેબસીરીઝમાં પણ કઈક આવી જ કાહની છે.
એક બેચ બદલાઈ જવાથી શું થાય?
એક વખત ઓઢણીના હાથ પર પડવાથી એવો તો ક્યો મોટો ફરક પડી જાય છે?
ત્રીસ લોકોના ક્લાસમાં એકત્રીસમું વ્યક્તિ આવવાથી ફરી ત્રીસની સંખ્યા થઈ શકે?
એક વખત, માત્ર એક વખત તેને જોઈને પ્રેમમાં પડવાથી શું થાય?https://t.co/C0QGal4DLU— OHO Gujarati (@ohogujarati) August 9, 2021
oho ગુજરાતીની આ વેબસીરિઝમાં ટ્યુશનના 2 સ્ટુડન્ટની પ્રેમ કહાની છે. જેનું નામ હાર્દિક અને સ્વાતિ છે. જેમાં 90’s નો ક્લાસરૂમ છે. 90’sની મસ્તી છે. એ બેન્ચમાં એક સાથે 3નું બેસવાનું છે અને પછી શિક્ષક ચોકથી મારે તેવા સીન તમને જોવા મળશે. બધી જ લાઈફ બરાબર ચાલી રહી હોય ને અને એ એક વ્યક્તિની એન્ટ્રીથી જીવન એ પળ થભી જવી. કઈક આવી જ કહાની હાર્દિક અને સ્વાતિની છે.
ત્રીસના ક્લાસમાં કોઈક 31મુ આવવું જે નજરને ગમે છે તેની સાથે હરવું ફરવું ગમે છે સમય વિતાવવો ગમે છે. જોત-જોતામાં તે વ્યક્તિ હ્રદયની ખૂબ જ નજીક આવી જાય અને પછી અચાનક જ દૂર ચાલ્યું જાય તો ?? ક્લાસની સંખ્યા ફરીથી 30 થઈ જાય તો ?? આ ટ્યુશન વેબસીરિઝમાં આવી જ કહાની દર્શાવવામાં આવી છે. અને છેલ્લે આ ટ્રેલરમાં ઉમેરવામાં આવ્યું છે કે જેમ એક બૉલપેન તેના ઢાંકણ વગર અધુરી છે તેમ આ હાર્દિક સ્વાતિ વગર અધૂરો છે.
‘ટ્યુશન’નું ટ્રેલર જોતા તો એવું લાગે કે આ સિરીઝમાં 90’sનો પ્રેમ આપણને 90’sના સમયગાળામાં લઈ જશે. આ સીરિઝ તમે ટૂંક સમયમાં જ ઓહો ગુજરાતીના પ્લેટફોર્મ પર જોઈ શકશો