ભાજપ ઉમેદવાર હંસાબેન વઘાસીયાને મળેલા ૫૦૧ મત સામે કોંગ્રેસ ઉમેદવાર કુસુમબેન હીરપરાનો ૧૨૩૫ મત સાથે ભવ્ય વિજય
ધોરાજીના વોર્ડ નં ૧૨ની પેટા ચુંટણીમા કોંગ્રેસના ઉમેદવાર કુસુમબેન વિઠ્ઠલ ભાઈ હીરપરા ૧૨૩૫ મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર હંસાબેન મનસુખ ભાઈ વઘાસીયા ને ૫૦૧ મત મળ્યા હતા તથા અપક્ષ ઉમેદવાર દીવાળી બેન વિનોદ ભાઈ જેઠવા ને ૨૦૦ મત મળ્યા હતા જ્યારે નોટો માં ૪૪ અને અ સામાન્ય મત ની સંખ્યા ૩૯ થઇ હતી. વોર્ડ નં ૧૨ના કોંગ્રેસના મહીલા ઉમેદવાર કુસુમબેન વિઠ્ઠલભાઈ હીરપરાએ સામાન્ય સ્ત્રી બેઠક ઉપર જીત મેળવી હતી. ધોરાજીના ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે મામલતદાર બીવી બકુત્રા અને ડેપ્યુટી કલેક્ટર ગોવિંદસિંહ રાઠોડ સાહેબ અને નગરપાલિકા ના ચીફ ઓફિસર દવેના અધયક્ષ સ્થાને આ મતગણતરીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ જીતને કોંગ્રેસે ફટાકડા ફોડીને વધાવી હતી આ તકે લલીત ભાઈ વસોયા એ જણાવ્યું હતું કે ધોરાજી ભૂગર્ભ ગટરને રોડ રસ્તાને લઈને આમ જનતાને જે હાલાકી વેઠવી પડી રહી છે તેના જવાબમાં મતદારોએ કોંગ્રેસ તરફી મતદાન કરીને રોષ ઠાલવ્યો છે.