- 14માં રાઉન્ડ સુધી 14100 ની લીડ સાથે આગળ ચાલી રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપુત 1પમાં રાઉન્ડથી પાછા પડયા: મત
- ગણતરીના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત: મોટા ઉલેટ ફેરની કોંગ્રેસ સ્તબ્ધ
ગુજરાત વિધાનસભાની ‘વાવ’ બેઠક એક દશકા બાદ કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં ભાજપને સફળતા મળી છે. મતગણતરી દરમિયાન મોટો ઉલેટ ફેર થયો હતો. 14માં રાઉન્ડ સુધી 14100 મતોની લીડ સાથે આગળ ચાલી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત 1પમાં રાઉન્ડથી પાછા પડયા હતા. મત ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર 1300 થી વધુ મતોથી વિજેતા બન્યા હતા.
વાવ વિધાનસભાની પેટા ચુંટણીમાં પ્રચાર દરમિયાન ભારે રસાકસી જોવા મળી હતી. દરમિયાન આજે સવારે મતગણતરી દરમિયાન પ્રથમ રાઉન્ડથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત આગળ ચાલી રહ્યા હતા. મત ગણતરીના 14માં રાઉન્ડના અંતે ગુલાબસિંહે 14100 મતોની લીડ મેળવી લીધી હોય તેઓની જીત નિશ્ર્ચીત માનવામાં આવતી હતી જો કે 15માં ગુલાબસિંહ પાછા પડયા હતા. દરેક રાઉન્ડમાં તેઓની લીડ કપાતી રહી હતી. 21માં રાઉન્ડથી સ્વરુપજી ઠાકોરને લીડ મળવા લાગી હતી. રર અને ર3માં રાઉન્ડમાં તેઓની લીડમાં વધારો થયો હતો. રોમાંચક ક્રિકેટ મેચની માફક સતત બદલાતા સમીકરણોમાં મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોર 2017 મતોથી વિજેતા બન્યા હતા.
વિધાનસભામાં હવે ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધી ગયું છે. હવે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 162 એ પહોંચી જવા પામી છે. કોંગ્રેસ પાસે માત્ર 1ર ધારાસભ્યો બચ્ચા છે. અપક્ષ ઉમેદવાર માવજીભાઇ પટેલ ભાજપને નડી જાય તેવું લાગતું હતું પરંતુ અત્યંત રોમાચક ચુંટણી જંગમાં ભાજપની જીત થઇ છે.
વાવ વિધાનસભા બેઠક પર વર્ષ 2022 માં ગેનીબેન ઠાકોર સતત બીજી વખત કોંગ્રેસના પ્રતિક પંજા પરથી ચુંટણી લડી ધારાસભ્ય માટે ચુંટાયા હતા દરમિયાન તાજેતરમાં યોજાયેલી 1પમી લોકસભાની સામાન્ય ચુંંટણીમાં ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચુંટણી લડી ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાય આવતા તેઓએ વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી હતી કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા વાવ વિધાનસભાની બેઠક માટે પેટા ચુંટણી જાહેર કરવામાં આવી હતી. ગત 13મી નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું.
વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયા જંગ જામ્યો હતો ભાજપે સ્વરુપ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને ટિકીટ આપી હતી. પ્રબળ દાવેદાર હોવા છતાં ભાજપે ટિકીટ ન આપતા માવજીભાઇ પટેલે બળવો કર્યો હતો. અને અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
વાવ વિધાનસભા બેઠકના પરિણામથી ગુજરાતમાં સત્તાના સમીકરણો પર કોઇ જ પ્રકારની અસર થવાની નથી પરંતુ ભાજપ માટે પેટા ચુંટણીનો આ જંગ પ્રતિષ્ઠાના જંગથી કમ ન હતો. ગુજરાતને કોંગ્રેસ મુકત કરવાનું ભાજપનું સ્વપ્નનું બનાસ કાંઠામાં રોળાયુ છે. છેલ્લી બે ટર્મથી વાવ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીતી રહ્યા છે. તેઓએ લોકસભાની ચુંટણીમાં સતત ત્રીજી વખત ગુજરાતની તમામ ર6 બેઠકો જીતવાના ભાજપના મનસુખા પર પાણી ફેરવી દીધું હતું.
વાવ વિધાનસભાની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લેવાનું ભાજપનું સ્વપ્નનું સાકાર થયું છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપ પ્રેરિત ગઠબંધનને મળેલી જીતની ભલે ગુજરાતમાં ભાજપના કાર્યકરો વિજયોત્સવ મનાવી રહ્યા હોય પરંતુ વાવ વિધાનસભા બેઠક જીતી ન શકયાનો અફસોસ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સહીતના નેતાઓને થઇ રહ્યો હશે.