કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ હવે કમલમ તરીકે ઓળખાશે
કચ્છ અને દક્ષિણ ગુજરાતના નવસારીની આસપાસના વિસ્તારોમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે
દેશ અને દુનિયામાં ડ્રેગન ફ્રૂટના નામે પ્રચલિત ફળ હવે ગુજરાતમાં કમલમ ફ્રૂટના નામે ઓળખાશે. ગુજરાત સરકારનું કહેવું છે કે કોઈ ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ કરવો ઠીક નથી લાગી રહ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે, માટે આ ફ્રૂટનું નામ સંસ્કૃત શબ્દ કમલમ પર રાખવામાં આવે છે.ચાઈનીઝ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાતમાં કમલમ નામે ઓળખાશે. પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતના કચ્છ અને દક્ષિણ ગુજરાતના નવસારીની આસપાસ ના વિસ્તારોમાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી રહ્યા છે. અહીં વિશાળ માત્રામાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. સરકારનું માનવું છે કે કોઈપણ ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ ના થવો જોઈએ. લાલ અને ગુલાબી રંગના આ ફળને હવે ગુજરાતમાં કમલમ નામ આપવામાં આવ્યું છે. દિલચસ્પ વાત છે કે ગુજરાતમાં ભાજપની ઑફિસનું નામ પણ કમલમ છે. ગુજરાત વન વિભાગ દ્વારા ઈન્ડિયન કાઉંસિલ ઑફ એગ્રીકલ્ચર રિસર્ચને આ ફળનું નામ કમલમ કરવા માટે એક અરજી મોકલવામાં આવી છે. આ ફળ કમળ જેવું દેખાઈ રહ્યું છે અને ખેડૂતો તેને કમળ તરીકે ઓળખી રહ્યા છે, માટે રાજ્ય સરકાર દ્વારા તેને કમલમ નામ આપવાની દરખાસ્ત આપવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ૨૬ જુલાઈ ૨૦૨૦માં પોતાના કાર્યક્રમ મન કી બાતમાં આ ફળનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે ડ્રેગન ફ્રૂટનું નામ બદલવાનો ફેસલો લીધો છે, કેમ કે ફળનો બાહરી આકાર કમળ જેવો હોય ચે, માટે ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને કમલમ રાખવામાં આવશે. સામાજિક વનીકરણ વિભાગમાં અધિક મુખ્ય વન સંરક્ષક રામ કુમારે લખેલા ગત સપ્ટેમ્બરમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ’કમળનું ફુલ પવિત્ર હોવાથી ઘણા ધર્મોમાં તેનું ખાસ સ્થાન છે. આ નામ (કમલમ્)થી ખેડૂતો તેની સાથે ઝડપથી કનેક્ટ થશે અને એ રીતે તેને વ્યાપક પ્રમાણમાં સ્વીકારમાં આવશે તેવી આશા છે.’ તેમણે ગત મહિને ICARના ડેપ્યુટી ડિરેક્ટર જનરલને આ પત્ર લખ્યો હતો.
દરમિયાનમાં મંગળવારે રાજ્ય સરકારે આ ફ્રૂટને કમલમ્ નામ અપાવવા માટે દરખાસ્ત પણ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં આ ફ્રૂટનું નામ કમલમ્ ફ્રૂટ રાખવાની જાહેરાત કરી દીધી છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોબા સર્કલ પાસે આવેલા ભાજપના હેડક્વાર્ટરને પણ ’કમલમ્’ નામ અપાયું છે.