કોરોનાની મહામારી ના કારણે દરેક ધંધા વ્યવસાય ને માઠી અસરો પહોંચી હતી. લોકડાઉન થતા તમામ રોજગાર ધંધા બંધ હાલત માં હતા. ત્યારે ખાસ સૌથી માઠી અસરો ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ને પડી છે.ધીમે ધીમે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા હાલમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી થી ધબકતું થાય તે માટે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ટીટીએફ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 130 થી વધારે સ્ટોલ ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિબિશન હોલમાં હાલ રાખવામાં આવ્યા છે.ખાસ હાલમાં તેવોના જણાવ્યાં મુજબ લોકોમાં ખુબજ સારી એવેરનેસ છે.આ ત્રી દિવસીય આયોજન માં બહોળી સંખ્યા માં ટ્રાવેલ એજેન્ટોએ લાભ લીધો હતો અને આગામી સમય માં ટુરિઝમ ઉદ્યોગ ફરીથી વેગવંતો થઈ જશે તેવું ટ્રાવેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે. ટીટીએફ એકસ્પોમાં ‘અબતક’ મીડિયાએ ટુરીકમ ઇન્ડસ્ટ્રીઝને વેગવંતો બનાવવા ટ્રાવેલ એજન્ટોનો વ્યકિતગત અભિપ્રાય મેળવ્યો હતો.
પહેલાની જેમ ટુરિઝમ ક્ષેત્ર ધીમે ધીમે વેગવંતું થઈ જશે લોકોનો સારો પ્રતિસાદ: જી ઇબ્રાહિમ
‘અબતક’ સાથે ની વાતચીત દરમિયાન ટી ટી એફ એક્સપોના ડિરેક્ટર જી ઈબ્રાહીમ એ જણાવ્યું હતું કે અમે છેલ્લાં ઘણા વર્ષો થી ટી ટી એફ એક્સપો નું આયોજન કરતા આવીએ છીએ પરંતુ આ વર્ષે કોરોના ના કારણે રોજગાર ધંધા બન્ધ હતા ત્યારે અમારા ટુરીઝમ ક્ષેત્ર ને મોટું નુકસાન થયું હતું. એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો ધંધો ન હતો. પરંતુ હવે સરકાર દ્વારા ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. અને હાલ હવે લોકો પણ બહાર જતા જે પહેલા ખૂબ જ ગભરાતા હતા. ડર લાગતો કે ગયા બાદ કંઈ થશે તો સુ થશે પરંતુ હવે તેવું ઓછાવતા અંશે જોવા મળે છે. અત્યારે લોકો ડોમેસ્ટિક માં જ વધુ નજીક ના ડેસ્ટિનેશન પર જવાનું પસંદ કરે છે. આ એક્સપોમાં 130 થી વધુ ભારતભર ના એકસીબીટર્સ આવ્યા છે.અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એક્સપો થકી લોકો સુધી એ વાત પહોંચાડવા ની કે ડરો નહિ આપ બધા હવે છેલ્લા એક વર્ષ થી ઘર માં જછો તો બહાર ફરવા ના સ્થળો સરૂ થઈ ગયા છે. સાથે સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે તમામ કોરોનાની ગાઈડલાઈન નું પણ પાલન કરવામાં આવે છે. તો આપ ડર્યા વગર આનંદ થી ફરી શકો છો. અત્યારે ટુરિઝમ ક્ષેત્ર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ટુક સમય માં ફરી થી પહેલા ની જેમ વેગવંતુ થઈ જશે.
સરકારના સપોર્ટથી ટુરીઝમ ક્ષેત્ર વેગવંતુ થયું: હમ્સારાજ (કેરલા ટુરિઝમ)
હમ્સારાજ કેરલા ટુરિઝમના ઓફિસરે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારી પછી પહેલો ટીટીએફ યોજાયો છે. જયા ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેરાલામાં લેક મુનાર, કોવરલામ સહિતના સ્થળો ફરવા લાયક છે. કોરોના મહામારી બાદ ટુરિઝમની ખૂબ જાહેરાતો કરવામાં આવી છે. જેને કારણે ટુરિસ્ટો પણ આવી રહ્યા છે. કેરેલામાં 7 દિવસ કોરોન્ટાઇન કરવાની સ્થિતિ નથી જેને કારણે મોટા પ્રમાણમાં ટુરિસ્ટ આવે છે. ટુરિઝમ ક્ષેત્ર કોરોના મહામરીને કારણે થોડું ધીમું પડ્યું હતું. પરંતુ કરેલા સરકારે તેમને લોન આપી છે. જેને કારણે ટુરિઝમ ક્ષેત્ર ફરી આગળ વધી રહ્યું છે. જેમાં લોનના 50 ટકા કરેલા સરકારે અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટે ચૂકવ્યા છે.
કોરોનાથી ડરવાને બદલે પ્રોટેકટ કરીને લોકો ફરે: જિતેન્દ્ર જાદવ (એમડી, ઇન્ડિયન ટુરીઝમ)
જિતેન્દ્ર જાદવ ઇન્ડિયન ટુરિઝમના એમડી એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે.. અમારો ઉદેશ્ય પર્યટનને વધુને વધુ આગળ લઈ જવાનો અને વધુને વધુ પ્રોત્સાહન આપવાનો છે.. અમારી ઓફીસ મુંબઇ ખાતે આવેલી છે. ઓફિસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા સહિતના રાજ્યોના ટુરિઝમને આગળ વધારવા માટે પ્રયત્નો કરીએ છીએ. કોઈ ટુરિસ્ટની કોઈ કવેરી હોય તો તેનું નિરાકરણ અમેં કરીએ છીએ. સાથેજ ટુરિસ્ટની હોટેલ વ્યવસ્થા આપીએ છીએ અને હોટેલની કવોલિટી પણ અમે આઈ ડેન્ટિ ફાઈ કરીએ છીએ. લોકોને વધુને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવીએ છીએ. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ અને એજન્સીઓને માન્યતા આપીએ છીએ. અમદાવાદ આવ્યા તો અમને અહીં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર પ્રમોટ કરીએ છીએ. કોરોના દિવસોમાં લોકો ડરે નહિ. લોકો ફરવાનું બંધ ના કરે ને કોરોનાથી પ્રોટેકટ કરીને ફરવાનું રાખે. ફરવાથી લોકો ખુશ રહે છે. માટે લોકોએ યાત્રા કરવી જ જોઈએ.
ઇન્ટરનેશનલ ટુર માટે હાલમાં શ્રેષ્ટ વિકલ્પ બન્યું દુબઇ: કિરણસિંહ ચૌહાણ(કે.સી હોલિડેઝ)
કે .સી.હોલિડેઝ ના કિરણસિંહ ચૌહાણ એ અબતક સાથેની વાતચીત માં જણાવ્યું કે તેવો મુખ્યત્વે ઇન્ટરનેસન ટુરઝ કરે છે તેમ પણ તેમની સ્પેશ્યલિટી દુબઈ છે.ખાસ તો કોરોના કાળ બાદ હાલમાં સરકારની છૂટછાટ મળી છે જેથી અમે સરકાર ના આભારી છીએ હાલમાં લોકો દુબઇ જવાનું પસંદ કરી રહ્યા છે. અને ખાસ અમારા દ્વાર તેમને આકર્ષક ઓફર પણ આપવામાં આવી રહી છે. હાલમાં ઇન્ટરનેસનલ ટુર માટે દુબઇ જ શ્રેષ્ઠ ઓપસન છે.જેથી અમારી સાથે બહોળી સંખ્યા માં લોકો જોડાય છે. અને તેમની સલામતી ની તકેદારી અમારા દ્વારા રાખવામાં આવે છે.અને હવે લોકો સાવધાની રાખીને જીવતા શીખી ગયા છે.જેથી હાલના સમય માં ટુરિઝમ શરૂ છે.જેમાં લોકો નો અમારા પર નો ભરોસો ખુબજ અગત્ય નો ભાગ ભજવે છે. હોવી ટુક સમય માં ઇન્ટરનેસનલ ટુર પણ શરૂ થશે જેથી લોકો ને ફરી ઓપ્શન મળશે.
કોરોના ગાઈડલાઈનનું પાલન કરી સારામાં સારી ટ્રીપ કરી શકાય : રાજ ચૌધરી (સુવિન રેસિડેન્સી)
સુવિન રેસિડેન્સીના માલિક રાજ ચૌધરી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સુવિન રેસિડેન્સી ઉદયપુરમાં આવેલ છે.રાજસ્થાન એ તેના ઠાઠ થકી ઓળખાય છે ત્યારે હાલમાં પૂરતી તકેદારી રાખી ને કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ તો લોકોના મન એક ડર છે ત્યારે હોટેલ ના મલિક તરીકે મારુ કહેવું છે કે મારી હોટેલ માં પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. હોટેલને સેનેટાઈઝ કરવામાં આવે છે. ખાસ તો ગત સમય માં કોરોના ના કારણે તમામ વ્યવહારો ઠપ હતા તે સમયે અમારી હોટેલ ને ખાસી એવી અસરો થવા પામી છે. હવે ફરીથી અમામ વ્યવસાય શરૂ થતાં ઇન્ડસ્ટ્રી માટે સુવર્ણ તક છે.તેથી લોકો ને પણ એક અપીલ છે કે તેવો પણ થોડો વિશ્વાસ ટ્રાવેલ એજેન્ટ પર કરે અને અમે અમારા તરફ થી પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે.સવિશેષ હવે લોકો ને પણ એન્જોયમેન્ટ ની જરૂર છે. અને હાલમાં લોકો પણ ક્યાંક ને ક્યાંક ફરવા માટે નીકળી રહ્યા છે. ત્યારે લોકો ને સારી જગ્યા એ સુવિધા સાથે લઈ જવાની જવાબદારી ટ્રાવેલ એજેન્ટ ની છે.અને તેવો તૈયાર છે. ત્યારે હવે સમય છે ટ્રાવેલ ઇન્ડેરસ્ટ્રીને ફરીથી ધબકતું કરી શકાય.
હોટલના માલિકોએ લીધેલા સેફટીના પગલા સરાહનીય: કિશોર ઝા (સી હોકસ હોટેલ)
કિશોર ઝા સી હોક્સ હોટેલ ગ્રુપના એમડી એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે.. અમારી પ્રોપર્ટી ઉત્તરાખંડ, ગોવા, ગુડગાઉમાં છે. અહીં અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં દેવભૂમિ, મસુરી, નૈનિતાલ, ઓલિહુવા, મુક્તેશ્વર ઉહા, એ બધી જગ્યા પણ ખૂબ ફરવા લાયક છે. કોરોનાની અસર ઉત્તરાખંડમાં કાઈ જાજી અસર થઈ નથી. અને સરકારે પણ ખૂબ મદદ કરી છે. હોટેલના માલીકોએ જે સેફટીના પગલાં લીધા તે ખૂબ સારા છે. અત્યારે અમારો બિઝનેશ પણ ખૂબ સારો થઈ રહ્યો છે. સરકારે જે ગાઈડ લાઈન આપી છે તે પાલન કરીને ઉત્તરાખંડ આવો કોઈ ડર રાખવાની જરૂર નથી.
ટીટીએફનું આયોજન ટ્રાવેલ ઇન્ડેરસ્ટ્રીને પુન:જીવિત કરશે: અજિથ નાયર (ઝૂરી હોટેલ માર્કેટિંગ હેડ)
ઝૂરી હોટેલના માર્કેટિંગ હેડ અજિથ નાયર એ અબતક સાથેની વાતચીતમાં જનાવ્યું કે ગયા 10 વર્ષોને જોતા લાગતું નહોતું કે હાલમાં ટીટીએફ યોજાશે. પરંતુ હાલમાં આયોજન થયું છે. મોટા પ્રમાણ માં લોકો અમદાવાદ સહિત સુરત, બરોડા, રાજકોટ થી મુલાકાતે ટ્રાવેલ ઇન્ડેરસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો આવી રહ્યા છે. હાલમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.અમારી હોટેલ ગોવા, કેરેલામાં આવેલ છે. હાલમાં ગાઈડલાઈન નું પૂરતું પાલન કરવામા આવી રહ્યું છે. સાથોસાથ હવે લોકો પણ જાગૃત થયા છે. હોવી આગામી દિવસોમાં બહોળા પ્રમાણ માં લોકો પ્રવાસન સાથે જોડાશે. ઉપરાંત લોકોને કહેવાનું કે પૂરતી સાવચેતી રાખશે તો સરળતાથી કોરોના મહામારી ને નિવારી શકાશે. અત્યારના સમયમાં ટીટીએફ આયોજન થવાથી ટ્રાવેલ ઇન્ડેરસ્ટ્રી ને ખૂબ જ સારો પ્રતિસાદ મળશે. લોકોમાં અવેરનેસ ફેલાશે. આમ આગામી દિવસો માં ટ્રાવેલ ક્ષેત્ર ફરી ધમધમતું થાય તેવી આશા છે.
હાલ ઈન્ટરનેશનલમાં માલદીવ અને દુબઈ વધુ ટુરિસ્ટો જઇ રહ્યા: આમીરભાઈ હુસેન
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ડ્રિમ ફલાય વેકેશન ના મેનેજિંગ ડિરેક્ટર આમીરભાઈ હુસેન એ જણાવ્યું હતું કે કોરોના અને લોકડાઉન બાદ અમને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. અમારા ટ્રાવેલ ની વિશેષતા એ છે કે અમે મુખ્યત્વે ઇન્ટરનેશનલ ટુર્સ જ કરીએ છીએ જેમાં માલદીવ દુબઈ સિંગાપોર થાઈલેન્ડ છે. જેમાં અત્યારે તો દુબઈ માલદીવના ટુર્સ વધુ થાય છે. ધીમે ધીમે ટ્રાવેલ ઉદ્યોગ ફરી થી વેગ પકડી રહ્યોછે લોકો ફરવા નીકળી રહ્યા છે સારી એવી ઇન્કવાયરી આવી રહી છે. અત્યારે ડોમેસ્ટિક માં લોકો વધુ જવાનું પસંદ કરે છે ઇન્ટરનેશનલની સરખામણીએ કારણકે હજુ લોકો બહાર જવામાં ડર અનુભવી રહ્યા છે પરંતુ સરકાર ની તમામ ગાઈડલાઈન નું અમારા દ્વારા પૂરું પાલન કરવામાં આવે છે અને અમે કસ્ટમર્સ ને તમામ સુવિધાઓ પૂરી પાડીએ છીએ.
અમારા વોટર પાર્કને દિવાળી પછી સારો પ્રતિસાદ: ગૌરવ પટેલ (સ્વપ્ન સૃષ્ટિ રિસોર્ટ)
સ્વપ્ન શ્રુષ્ટિ સિસોર્ટના એમડી ગૌરવ પટેલે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને ખૂબ અસર પહોંચી હતી. એક વર્ષ પછી ટીટીએફનું આયોજન થયું છે. ત્યારે અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા બધા ટ્રાવેલ એજન્ટોએ અમારા સ્ટોલની મુલાકાત લીધી હતી. અમારો 20 વર્ષ જૂનો વોટરપાર્ક છે. તો કોરોનાને કારણે વોટરપાર્ક ક્ષેત્રને મોટું નુકસાન થયું છે. એક વર્ષથી બંધ હતું અને 6 માર્ચે અમે શરૂ કર્યું છે. ત્યારે કરોડો રૂપિયાનું એક વર્ષમાં નુકશાન થયું છે. અમારા રિસોર્ટની વાત કરીએ તો અમારો રિસોર્ટ આખો નેચર ઉપર છે. અલગ અલગ કવાટર્સ છે. રોયલ ટેન્ટ્સ બનાવ્યા છે. ખાસ અમે વિલેજ બનાવ્યું છે. જ્યાં ગામઠી ડિનર કલચરલ એક્ટિવિટી સાથે કરવામાં આવે છે.અમે રિસોર્ટ જૂન મહિનાથી શરૂ કર્યું અને દિવાળી પછીથી સારું પિકઅપ મળ્યું છે અને આમ સારું જ રહે તેવી આશા છે.
નેપાળમાં ફરવા માટે ખુબ સારી સુવિધાઓ: ઉમેશ ગુપ્તા (અભિવાદન એકસપર્ટ, નેપાળ)
ઉમેશ ગુપ્તા અભિવાદન એક્સપર્ટ નેપાળએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું દરવર્ષે ટીટીએફમાં જોડાઉ છું અહીં દરવર્ષે અમને સારી સુવિધા આપવામાં આવે છે. નેપાળમાં કોરોનામાં ખૂબ છૂટ આપવામાં આવી છે. વિશ્વમાં ફક્ત નેપાળ જ એવો દેશ હશે કે જેને છૂટછાટ આપવામાં આવી હતી. નેપાળમાં આવવા માટેના બે રસ્તા છે. જેમાં હવાઈ માર્ગે આપ એવો છો તો કોરોના ટેસ્ટ કરાવવો પડે છે. અમારે ત્યાં ફરવા માટે ચિંતવન, કાઠમાંડું પોખરા, નગર કોટ એ બધી જગ્યાઓ ફરવા લાયક છે. જે બધું શરૂ છે. હું 1280 લોકોને પીસીઆર ટેસ્ટ કરાવીને ફરવા લઇ ગયો છું. નેપાળમાં ફરવા માટે ખૂબ સારી સુવિધાઓ છે. અને અત્યારે ફરવાનો પણ ખૂબ મોકો સારો છે.
ઇન્ટરનેશનલ બીઝનેસ બંધ હોવાથી લોકલ બિઝનેસ વઘ્યો: ગીરીશ પટેલ (ડિરેકટર હોટલ બોકસ)
હોટલ બોક્સના ડિરેકટર ગિરીશ પટેલે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટીટીએફ 4 મહિના પહેલા અમે કંપની શરૂ કરી છે. ત્યારે અમને થોડું એમ હતું કે આ કોવિડ પછી લોકો આવશે કે કેમ ઓછા સ્ટોલ છે તો જે ટ્રાવેલ એજન્ટો આવે છે તે વન ટુ વન મળી શકે છે. અને સમય સારો પસાર કરી શકે છે. પ્રોડક્ટ એક્સ્પ્લેન કરવાનો સમય મળે છે. અમે હોટેલ અને ટ્રાવેલ એજન્ટો વચ્ચે બ્રિજ બનાવ્યો છે. જેમાં અમે હોટેલના ભાવ કરતા ઓછા ભાવમા બુકીંગ આપીએ છીએ ઓનલાઈન પોર્ટલ કરતા પણ ઓછો ચાર્જ લઈ છી. લોકડાઉનમાં અમને બધાને ડર હતો કે બિઝનેશ નહીં થાય પણ અત્યારે લોકો પોતાના ફરવાના શોખીન થઈ ગયા છે. જેને કારણે અત્યારે પિક એકદમ વધી ગાયુ છે. અત્યારે ગોવા અને લેહ લદાખ પણ ડિમાન્ડ વધી ગયું છે. છેલ્લા 5 વર્ષમાં ટ્રાવેલમાં જેટલો બિઝનેશ કર્યો તેના કરતાં કોરોના પછી વધારે બિઝનેશ થયો છે. ઈન્ટરનેશનલ બંધ છે તેના કારણે લોકલ બિઝનેશ ખૂબ વધ્યો છે. અમારા બધા કસ્ટમર એ ટ્રાવેલ એજન્ટો છે. લગભગ 100થી વધારે હોટલોમાં અમારા કોન્ટેકટ છે અને હજુ વધારી રહ્યા છીએ અમે બધી ડેસ્ટિનેશન પર રૂબરૂ જઇને ચેક કરીને પછીજ જોડાઈ છીએ.
પૂરતી સાવધાની રાખીને કોરોનાને હરાવી શકાય: અર્જુન દોષી
ક્લાસિક હોલીડેના અર્જુન દોષી એ અબતક સાથેની વાતચિત માં જણાવ્યું કે તેમની મેઈન બ્રાન્ચ મુંબઇ માં છે.હાલમાં તેવો ટીટીએફ માં આવ્યા છે કારણકે દર વર્ષે ટીટીએફ નું આયોજન કરવામાં આવે છે જેમાંથી તેવો ને બહોળો પ્રતિસાદ મળે છે ત્યારે હાલના સમયમાં ટ્રાવેલ ઇન્ડેરસ્ટ્રી ને લોકો ના સાથ વિશેષ જરૂરિયાત છે.જેથી ટ્રાવેલ એજેન્ટ દ્રારા લોકો ની સાવધાની ને ધ્યાને લઇ વિશેષ કામગીરી કરવામાં આવે છે જેમાં સારા પેકેજ થી માંડી ને કોરોના ગાઈડલાઈન નું પાલન ચુસ્ત પણે કરવામાં આવે છે.
ખાસ હાલમાં લોકો અમારા પર ભરોસો મૂકે તેવી આશા છે.ખાસ તો હાલમાં લોકો ને ક્યાંક ને ક્યાંક ફરવાની ઈરછા છે.પરંતુ તેવો ડર ના કારણે જઈ શકતા નથી. પરંતુ હવે ડરવાની જરૂર નથી અમારા તરફથી તમામ બાબતો નું ધ્યાન રાખવામાં આવે છે.પરંતું લોકો પણ જો પૂરતી સંભાળ રાખે તો કોઈ પણ પ્રશ્ન ના ઉદભવે. ઉપરાંત અમે હોટલ બુકિંગ ની સેવાઓ પણ આપીએ છીએ.જેમાં પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે.
ગુજરાતીઓ રાજસ્થાન આવવાનું વધુ પસંદ કરે : વાસુ વિજયવેરગિયા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન તત સરાસા રિસોર્ટ એન્ડ સ્પાના ડ્યૂટી મેનેજર વાસુ વિજય વેરગિયા એ જણાવ્યું હતું કે આમારી રિસોર્ટ ઉદયપુર થી થોડી જ દૂર આવેલ છે. જે ખૂબ જ શાંત જગ્યા પર આવેલ છે. તત સરાસા એ સંસ્કૃત શબ્દ છે. જે નો અર્થ નેચર બ્યુટી, એવો થાયછે. અમારા રિસોર્ટ ની વિશેષતા એ છે કે અમારે ત્યાં રહેવા જમવા સહિત ની અનેક સુવિધા ઉપલબ્ધ છે. અનેક એક્ટિવિટી કરવામાં આવે છે. લોકડાઉન બાદ ટુરિસ્ટો તેમાં પણ ખાસ કરીને ગુજરાતી ઓ રાજસ્થાન ઉદયપુર ફરવાનું વધુ પસંદ કરે છે. લોકડાઉન બાદ લોકો 2 થી 3 દિવસ ના ટૂંકા રોકાણ માટે આવતા હોઈ છે. અમારા ધંધા પર કોરોના ના કારણે ઘણી અસર પહોંચી હતી જે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા ધંધામાં વેગ આવ્યો છે લોકો બહાર ડોમેસ્ટિકમાં વધુ ફરવા જવાનું હાલ પસંદ કરે છે અમને ટીટીએફ એક્સપોમાં ખુજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કોરોના બાદ ગુજરાતીઓની પહેલી પસંદ બન્યું છે રાજસ્થાન: પ્રતીક ભટ્ટ
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન આર ટી એચ એમ પ્રતીક ભાઈ ભટ્ટ એ જણાવ્યું હતું અમે હોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને રાજસ્થાન ના મોટા ભાગ ના શહેર માં હોટેલ આવેલ છે.કોરોના ની મહામારી ને કારણે પર્યટન ઉદ્યોગને માઠી અસર પહોંચી હતી હવે ધીમે ધીમેશરૂઆત થઈ છે. તે ખૂબ જ સારી બાબત કહી શકાય અમારા હોલીડે ની વાત કરું તો અમે કસ્ટમર્સ ને તમામ પ્રકારનું સુવિધાઓ ઉપલબ્ધ કરાવીએ છીએ તેમને કોઈ સમસ્યા ન થાય તે જોવાની જવાબદારી અમારી છે અને તે જ અમારી વિશેસતા છે. ટી ટી એફ એક્સપોમાં અમે પાર્ટ લીધો છે. ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હવે આ સારો પ્રતિસાદ જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં ફરી થી ટૂરિઝમ ક્ષેત્રમાં પહેલા ની જેમ વેગ જોવા મળશે. અમે ઘણા વર્ષ થી ટી ટી એફમાં ભાગ લઈએ છીએ પરંતુ એક વર્ષ ના કોરોના બ્રેક બાદ ટી ટી એફ એક્સપો નું આયોજન થયું છે ખુજ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ટુરીઝમ ક્ષેત્રના લોકો સાથે મળી કામ કરશે તો ભારત ટુરીઝમ ક્ષેત્રે ખુબ આગળ વધી જશે: વિનિફ્રેડ ડીસુઝા
વિનિફ્રેડ ડીસુઝાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે એજન્ટ્સ ને ટ્રેનિંગ આપીએ છીએ અને ટ્રાવેલિંગ કમ્પનીને બીજા રાજ્યમાં પોતાની કંપની પ્રમોટ કરવી છે તો અમે તેમના માટે સંપૂર્ણ વ્યવસ્થા કરીએ છીએ અને મદદરૂપ થઈ છે. જેમને એજન્ટ્સની જરૂર હોય તો અમે તેમને એજન્સ્ટની વ્યવસ્થા કરીએ છીએ સાથેજ તમામ એજન્ટોને સાથે રાખીને કામ કરીએ છીએ જે એજન્ટને જે કાંઈ જરૂર હોય તેને અમે મદદરૂપ થઇ છી. બધાએ સાથે મળીને આગવ વધવું જોઈએ અને ટુરિઝમ ક્ષેત્રને વધુ આગળ લઇ જવું જોઈએ. અમે અહીં આવ્યા તો અમને આશાનોતી એવો રિસ્પોન્સ મળ્યો છે. ખૂબ સારો પ્રતીસાદ મળી રહ્યો છે. કોરોના મહામારીને કારણે અમને આશા ન હતી કે આવો સારો પ્રતિસાદ મળ્યો છે. સરકાર જો થોડી સહાય મળે અને બધા ટુરિઝમ ક્ષેત્રના લોકો સાથે મળીને કામ કરે તો બીજા દેશો કરતા ભારત ટુરિઝમ ક્ષેત્રે ખૂબ આગળ વધી જશે.