ગુમશુદા મોબાઈલ હવે રમકડાં બની જશે!!
‘સંચાર સાથી’ના પાયલોટ પ્રોજેક્ટમાં જ 4.70 લાખ ખોવાયેલા મોબાઈલ બ્લોક અને 2.40 લાખથી વધુ મોબાઈલ ફોન ટ્રેક કરાયા!!
કેન્દ્ર સરકાર વર્લ્ડ ટેલિકોમ એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે નિમિત્તે 17 મેના રોજ નવું પોર્ટલ www.sancharsathi.in લોન્ચ કરવા જઈ રહી છે. આ સમાચાર એવા લોકોને રાહત આપવાના છે જેમનો મોબાઈલ ખોવાઈ ગયો છે અથવા ચોરાઈ ગયો છે. આ ઉપરાંત નવું પોર્ટલ લાખો લોકોને તેમના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરવામાં પણ મદદ કરશે.
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ 17 મે, 2023 ના રોજ સંચાર સાથી પોર્ટલને સત્તાવાર રીતે લોન્ચ કરનાર છે. આ પોર્ટલ દેશભરમાં ઉપલબ્ધ હશે અને તમામ ટેલિકોમ વર્તુળોના ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરશે. આવી સ્થિતિમાં, મોબાઇલ ચોરો માટે મોબાઇલનો ઉપયોગ કરવો અથવા તેને ફરીથી વેચવું ખૂબ મુશ્કેલ થઇ જશે કારણ કે જે કોઈ ચોરાયેલ મોબાઈલ કે ખોવાયેલ મોબાઈલનો ઉપયોગ કરશે તો તાત્કાલિક જ પોલીને જાણ થઇ જશે.
મળતી માહિતી મુજબ અત્યાર સુધી આ પોર્ટલ માત્ર દિલ્હી અને મુંબઈ સર્કલમાં જ કામ કરી રહ્યું છે. આ પોર્ટલની મદદથી અત્યાર સુધીમાં 4,70,000 ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન બ્લોક કરવામાં આવ્યા છે. તેમજ આ પોર્ટલ દ્વારા 2,40,000 થી વધુ મોબાઈલ ફોન ટ્રેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોર્ટલ દ્વારા લગભગ 8,000 ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે.
વપરાશકર્તાઓ નવા પોર્ટલની મદદથી તેમના સિમ કાર્ડ નંબરો પણ ઍક્સેસ કરી શકે છે. જો કોઈ માલિકના આઈડી દ્વારા સિમનો ઉપયોગ કરતું જોવા મળે તો તેને બ્લોક કરવું શક્ય બનશે. આ પ્રકારની ઘટનાનો ભોગ બનવા માટે જરૂરી છે કે જો તમે સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદો છો અથવા કોઈ તમને આપે છે તો તમારે પહેલા ‘નો યોર મોબાઈલ’ની સુવિધા દ્વારા આ મોબાઈલ ચોરાયેલો કે ખોવાયેલો તો નથી ને? તે જાણી શકાશે. જેના માટે તમારા ફોનમાં *#06# ડાયલ કરો અને ફોન બોક્સ પર પ્રિન્ટ થયેલ મોબાઈલનો IEMI નંબર ડાયલ કરો. જો મોબાઈલ સ્ક્રીન પર બ્લેકલિસ્ટેડ, ડુપ્લિકેટ અથવા પહેલેથી જ વપરાયેલ લખેલું હોય તો તે મોબાઈલ લેવાનું ટાળી દેવું જોઈએ.