હાલ આપણે સૌ જાણીએ છીએ કે ડ્રાઇવિંગ લાઈસન્સ કેટલું જરૂરી બની ગયું છે. લર્નિંગ લાયસન્સ 16 વર્ષની ઉંમરે તો 18 વર્ષની વયે ડ્રાઇવિંગ લાયસન્સ મળે છે. કેટલીક વખતે એવું બનતું હોય છે કે લાયસન્સ એવી કોઈ કારણોસર ખોવાઈ જતું હોય છે. અહીં સવાલ એ થાય છે કે જો લાયસન્સ ગુમ થઇ જાય તો તેને ફરીથી પાછુ કેવી રીતે મેળવી શકાય છે. તો ચાલો જાણીએ
ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાયે કે પછી ડેમેજ થઇ જવા પર તમે ડુપ્લીકેટ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો. ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે અરજી કરી શકો છો.
ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ આ રીતે કરો ઓનલાઈન અરજી
સૌથી પહેલા સ્ટેટ પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ.
અહીં પર માંગવામાં આવેલી ડિટેલ્સ એન્ટર કરો અને LLD ફોર્મને ભરો.
ફોર્મ ભર્યા બાદ આની પ્રિન્ટ લઇ લો.
હવે તમારા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ્સને એટેચ કરી દો.
આટલુ કર્યા બાદ હવે તમારે આ ફોર્મ અને પોતાના ડૉડ્યૂમેન્ટ્સ RTO ઓફિસમાં સબમિટ કરાવવા પડશે. આ ઓનલાઇન પણ સબમીટ કરી શકાય છે.
ડ્રાઇવિંગ લાયસન્સની ઓનલાઇન પ્રક્રિયા પુરી થયાના 30 દિવસ બાદ ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે.
ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓફલાઇન આ રીતે કરો અરજી
ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓલાઇન એપ્લાય કર્યા બાદ જે RTOની તરફથી તમારે ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામા આવ્યુ હતુ, તમારે ત્યાં જવુ પડશે.
અહીં તમારે LLD ફોર્મ લઇને આને સબમીટ કરવુ પડશે.
આ ફોર્મની સાથે તમારે નિર્ધારિત ફી આપવી પડશે.
આ આખી પ્રક્રિયા બાદ તમારે 30 દિવસમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે.