વડોદરાના રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટે્લિયા મહિલા ટીમ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ભારતની 60 રને હાર થઇ છે. ઓસ્ટ્રેલિયાના 287 રનના જવાબમાં ભારતની ટીમ માત્ર 227 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયાએ વન ડે સિરીઝ 2-0થી જીતી લીધી છે.
બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 60 રને હરાવ્યુ
વડોદરાના રિલાનન્સ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વન ડે મેચમાં ભારતીય મહિલા ટીમ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 287 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ સમયાંતરે ભારતીય મહિલા ટીમની વિકેટ પડતી રહી હતી. જેથી ભારતની આખી ટીમ 227 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. અને ઓસ્ટ્રેલિયાએ ભારતને 60 રને હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાએ વન ડે સિરીઝ 2-0થી જીતી લીધી છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ ઔપચારિક વન ડે મેચ 18 માર્ચે રમાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com